બાળકોને Corona વાયરસના સંક્રમણથી કઇ રીતે બચાવવા, જાણો આ જરૂરી વાતો

પ્રતિકાત્મક તસવીર - Image/shutterstock

સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થઇ શકે છે, જેની ઉંમર 18 વર્ષથી નીચે છે. કોરોનાએ પહેલી લહેરમાં યુવાનોને શા માટે છોડી દીધા અને હવે તેમને શા માટે સંક્રમિત કરી રહ્યો છે?

  • Share this:
નવી દિલ્હી : કોવિડ-19ની પહેલી લહેરમાં વૃદ્ધો સૌથી વધુ પ્રભાવિત થયા હતા અને તેની બીજી લહેરમાં યુવાનો ઝપેટમાં આવ્યા હતા. તેનાથી હવે તે અંદાજ લગાવવામાં આવે છે કે તેની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થઇ શકે છે, જેની ઉંમર 18 વર્ષથી નીચે છે. કોરોનાએ પહેલી લહેરમાં યુવાનોને શા માટે છોડી દીધા અને હવે તેમને શા માટે સંક્રમિત કરી રહ્યો છે? શું બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધુ અસર નથી કરતું? શું બાળકોમાં કોવિડ-19ના સંક્રમણની ગંભીરતા ઓછી થઇ જાય છે? આ બધામાં સાચું શું છે અને તેનું કારણ શું હોઇ શકે? બાળકોમાં સંક્રમણને લઇને આવા અનેક સવાલો અને વાતો લોકોને સતાવી રહી છે.

1. નોવેલ કોરોના વાયરસ શરીરમાં ACE2 દ્વારા પહોંચે છે જે નાક અને ગળાની વચ્ચેના ભાગ, ફેફસા, આંતરડા, હ્યદય અને કિડનીના કોષમાં મળે છે. ઉંમરની સાથે ગળા અને નાકની વચ્ચેના ભાગ અને ફેફસાની દિવાલના અંદરના ભાગ પર ACE2ની હાજરી વધી જાય છે અને તેના કારણે આ nCoVને વધુને વધુ શરીરમાં અંદર લાવવા માટે સક્ષમ હોય છે. આ જ કારણ છે કે ઓછી ઉંમરના લોકોમાં તેના સંક્રમણનો ખતરો ઓછો થઇ જાય છે. પ્રાણી પર થયેલ અભ્યાસ અનુસાર ACE2 ફેફસાને થનાર નુકસાનથી જોડાયેલ nCoVથી બચાવે છે. જ્યારે nCoV કોશિકાઓ સુધી ACE2 દ્વારા પહોંચી જાય છે તો ACE2નો આકાર નાનો થઇ જાય છે અને તેની સુરક્ષાત્મક ક્ષમતા પણ ઓછી થઇ જાય છે. જેના કારણે શરીરને સંક્રમિત કરવું સરળ બને છે.

2. રક્તવાહિનીઓની અંદરનું લેયર જેને એન્ડોથેલિમ કહે છે અને બાળકોમાં લોહી ગંઠાઇ જવાની પદ્ધતિ યુવાન લોકોથી અલગ છે, જેના કારણે તેમનામાં હાર્ટ એટેક કે સ્ટ્રોક્સ ઓછો થાય છે.

3. મોટા ભાગના લોકો સામાન્ય કોરોના વાયરસ વિરુદ્ધ આ એન્ટિબોડીનું નિર્માણ બાળપણની શરૂઆતમાં જ થઇ જાય છે. શરીરમાં પહેલાથી હાજર આ એન્ટિબોડી કોરોના વાયરસની નવી પ્રજાતિને કોશિકામાં પ્રવેશ કરવામાં મદદ કરે છે અને વયસ્કોમાં તે આ વાયરસ સામે વધુ નબળા બની જાય છે. જેના કારણે તેમનામાં વધુ સંક્રમણ ફેલાય છે. તેને એન્ટિબોડી નિર્ભરતા વૃદ્ધિ કહેવાય છે. કોવિડ-19થી સંક્રમિત બાળકોમાં વયસ્કોની તુલનામાં ADE ઓછા હોય છે.

4. વધતી ઉંમરને શરીરમાં જન્મજાત અને અનુકૂળ ઇમ્યૂનિટીમાં કમી સાથે જોડીને જોવામાં આવે છે અને આ કારણે વાયરસ સામે લડવામાં શરીર નબળું હોય છે. પરંતુ બાળકોમાં આ જન્મજાત અને અનુકૂળ રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત હોય છે. જેના કારણે તેમના શરીરમાં સંક્રમણ થવાનો ખતરો ઓછો હોય છે.

5. બાળકોના શરીરમાં અન્ય બીમારીઓ જેમ કે, ડાયાબિટીસ, હ્યદયની બિમારી, COPD વગેરે ઓછી હોય છે. આ બિમારીઓના કારણે વયસ્કોમાં કોરોનાનું સંક્રમણ વધુ થાય છે.

6. વિટામિન ડીની ઉણપ પણ એક કારણ છે. વિટામિન ડીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેટિવ ગુણ હોય છે અને તેની ઉણપ બાળકોની સરખામણીએ વયસ્કોમાં વધુ હોય છે.

7. બાળકોની શ્વાસ નળી અને આંતરડામાં વયસ્કોની સરખામણીએ માઇક્રોબ્સ જેવા બેક્ટેરિયા અને વાયરસ વગેરે વધુ હોય છે. જે કોશિકાઓમાં કોરોના વાયરસની સામે વધુ મજબૂતી સાથે લડી શકે છે અને તેને કોશિકાઓમાં પ્રવેશ કરવા દેતા નથી.

8. મેલાટોનિન નામક હોર્મોન જેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેટિવ ગુણ હોય છે. બાળકોમાં તેમની માત્રા વધુ જોવા મળે છે અને ઉંમર વધવાની સાથે તેમાં કમી આવે છે. જેના કારણે બાળકોમાં કોરોનાના સંક્રમણની અસર ઓછી દેખાય છે.

9. વયસ્કોની સરખામણીએ બાળકોને અપાયેલ બીસીજી અને અન્ય રસીઓનો પ્રભાવ રહેલો હોય છે અને તેના કારણે તેમનામાં સંક્રમણની અસર ઓછી થઇ જાય છે.

10. વયસ્કોની સરખામણીએ બાળકોની કામ કરવાની જગ્યા, યાત્રા, શોપિંગ દરમિયાન અને નોસોકોમીયલ એક્સ્પોઝર ઓછો હોય છે. જો તમે વધુ બહાર જશો તો તમને વધુ સંક્રમણ થશે.

બાળકોને nCoVથી કઇ રીતે બચાવીએ?

જે રીતે આપણે વયસ્ક પોતાને બચાવીએ છીએ. સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું જે નાક અને મોઢાને સંપૂર્ણ ઢાંકી શકે, સ્વચ્છતા જાળવવી, વધુ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અને રસી લેવી. જો વધુમાં વધુ વયસ્કો અને યુવાઓને રસી આપવામાં આવે તો બાળકોમાં પણ સંક્રમણ ઓછું થશે. હવે તો બે વર્ષથી વધુની ઉંમરના બાળકો માટે પણ રસી આવવાની છે.
First published: