જાણો અરુણ જેટલીના પરિવારના સભ્યો વિશે, શું કરે છે તેમના સંતાનો?

જાણો અરુણ જેટલીના પરિવારના સભ્યો વિશે, શું કરે છે તેમના સંતાનો?
અરુણ જેટલીનો પરિવાર

Arun Jaitley death news: અરુણ જેટલીના પત્નીનું નામ સંગીતા છે, અરુણ જેટલીના લગ્ન 1982માં થયા હતા.

 • Share this:
  પૂર્વ નાણા મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સ ખાતે નિધન થયું છે. થોડા દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને અહીં લાવવામાં આવ્યા હતા. શનિવારે બપોરે 12 વાગીને સાત મિનેટ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અરુણ જેટલી સારા રાજનેતાની સાથે સાથે વકીલ પણ હતા.

  અરુણ જેટલીનો પરિવાર  અરુણ જેટલીનો જન્મ દિલ્હીમાં 28મી ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મહારાજ કિશન જેટલી હતું. અરુણ જેટલીના પિતા વકીલ હતા. માતાનું નામ રતન પ્રભા જેટલી હતું. અરુણ જેટલીના પત્નીનું નામ સંગીતા છે. અરુણ જેટલીના લગ્ન વર્ષ 1982માં થયા હતા.

  જેટલી પરિવાર


  અરુણ જેટલીને એક દીકરો અને દીકરી એમ બે બાળકો છે. અરુણ જેટલીના પુત્રનું નામ રોહન અને પુત્રીનું નામ સોનાલી છે. અરુણ જેટલીના બંને પુત્રો પોતાના પિતાની જેમ વકીલ છે. અરુણ જેટલીની દીકરી સોનાલીના લગ્ન વર્ષ 205માં બિઝનેસમેન અને વકીલ જયેશ બક્ષી સાથે થયા છે.
  Published by:News18 Gujarati
  First published:August 24, 2019, 14:37 pm

  ટૉપ ન્યૂઝ