ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી 2019ની તારીખોનું એલાન થઈ ગયું છે. 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કાનું વૉટિંગ 11મી એપ્રિલ થશે. રાજ્યમાં ત્રીજા તબક્કામાં 23મી એપ્રિલે મતદાન યોજાશે. ગુજરાતના ચૂંટણીના પરિણામો દેશના પરિણામોની સાથે 23મી મેના રોજ જાહેર થશે. આ ચૂંટણીમાં નવું શું હશે? જાણો ચૂંટણી પંચે જાહેર કરેલી સૂચનાઓની 10 મુખ્ય બાબતો
1 EVMમાં આ વખતે ઉમેદવારનો ફોટો જોવા મળશે, તમામ મતદાન કેન્દ્રો પર VVPATનો ઉપયોગ થશે. લોકસભાની ચૂંટણીમાં 1.5 કરોડ યુવાનો પ્રથમ વાર વોટ આપશે.
2 ચૂંટણીમાં 90 કરોડ લોકો મતાધિકારાનો ઉપયોગ કરશે જેમાં 1.5 કરોડ વૉટર્સ 18-19 વર્ષના છે.
3 તમે 590 નંબર ડાયલ કહરી અને SMS દ્વારા વૉટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો.
4 લોકસભાની ચૂંટણીમાં તમામ તબક્કાનું મતદાન મળી 10લાખ બૂથ પર વોટિંગ યોજાશે.
5 તમામ સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, તમામ મોટી ઘટનાઓની વીડિયોગ્રાફી થશે.
7 આજથી દેશમાં આદર્શ આચર સંહિતા લાગુ થઈ ગઈ છે, લાઉડ સ્પીકરના ઉપયોગ પર નજકર રાખવામાં આવશે અને તેના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરાશે.
8 સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા પહેલાં રાજકીય પક્ષોએ પરવાનગી લેવી પડશે. આ સાથે સોશિયલ મીડિયાના પ્રચારના ખર્ચની માહિતી પણ ચૂંટણી ખર્ચમાં જોડવાની રહેશે. પેડ ન્યૂઝ પર નજર રાખવા માટે સમિતિનું નિર્માણ થશે.
9 ફેસબૂક, ટ્વીટર, યૂટ્યૂબ પર રાજકીય જાહેરાતોની જાણકારી એકઠી કરાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકાશે તેના માટે અધિકારી મૂકાશે.
10 મતદારોને મતદાન કરવા માટેના ઓળખપત્રો માટે 11 વિલ્પો આપવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર