Home /News /national-international /કોણ છે Better.com ના સીઇઓ વિશાલ ગર્ગ? જેમણે એક ઝટકામાં 900 કર્મચારીઓને હાંકી કાઢ્યા

કોણ છે Better.com ના સીઇઓ વિશાલ ગર્ગ? જેમણે એક ઝટકામાં 900 કર્મચારીઓને હાંકી કાઢ્યા

Better.comના CEO વિશાલ ગર્ગ

Zoom Call Meeting - ઝૂમ કોલ મિટિંગ દરમિયાન એકસાથે 900 કર્મચારીઓને પાણીચું પકડાવી દેનાર Better.comના CEO વિશાલ ગર્ગ (Vishal Garg)અત્યારે ખૂબ જ ચર્ચામાં છે

ઝૂમ કોલ મિટિંગ (Zoom Call Meeting) દરમિયાન એકસાથે 900 કર્મચારીઓને પાણીચું પકડાવી દેનાર Better.comના CEO વિશાલ ગર્ગ (Vishal Garg) અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમના અંગે ખૂબ જ કોમેન્ટ થઈ રહી છે અને વિશાલ ગર્ગની મિટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ (Video viral) થઈ રહ્યો છે. આ વીડિયોને એક વ્યક્તિએ મિટિંગમાં રેકોર્ડ કર્યો હતો. જે હવે ઇન્ટરનેટ પર લીક થયો છે. આ વીડિયો સામે આવ્યો ત્યારથી વિશાલ ગર્ગ વિશે જાણવા માટે લોકો બેતાબ છે

વિશાલ ગર્ગ કોણ છે અને તે ક્યાંના છે? તે માહિતી મેળવવા લોકો ગૂગલ સર્ચ કરી રહ્યા છે. આ સાથે જ દરેક વ્યક્તિ 900 કર્મચારીઓને દૂર કરવાના નિર્ણય પાછળનું કારણ જાણવા માંગે છે. વિશાલ ગર્ગે ઝૂમ કોલમાં કહ્યું હતું કે તેઓ બીજી વાર આવો નિર્ણય લઈ રહ્યા છે? આ ઘટના પહેલા તેઓએ આવો નિર્ણય ક્યારે લીધો હતો અને તે સમયે કેટલા કર્મચારીઓને છુટા કરાયા હતા? તે જાણવાની લોકોને ખૂબ ઇચ્છા છે.

આ પણ વાંચો - Explainer : ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનારા માટે જાતિ કઈ રીતે નક્કી થાય છે? જાણો વસીમ શા માટે બન્યા ત્યાગી

વિશાલ ગર્ગ અંગે આટલું જાણો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિશાલ ગર્ગ 7 વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે અમેરિકા ગયા હતા. લિંક્ડઇન પર ઉપલબ્ધ તેમની પ્રોફાઇલ અનુસાર, તેમણે 1991-95ની વચ્ચે ન્યુયોર્કની Stuyvesant High Schoolમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતના કયા રાજ્યના છે તે અંગે કોઈ નક્કર જાણકારી મળી નથી. પરંતુ તેમના સરનેમ પરથી તેઓ સિંધી પરિવારના હોવાનું જણાય છે.

કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે 2 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું

વિશાલ ગર્ગ Better.com ફાઉન્ડર અને સીઈઓ છે. આ ડિજિટલ ફર્સ્ટ હોમ ઓનરશિપ કંપની છે. લિંક્ડઇન પરથી મળેલી માહિતી અનુસાર ગર્ગ વન ઝીરો કેપિટલના ફાઉન્ડીગ પાર્ટનર પણ છે. વિશાલ ગર્ગે કોરોના મહામારી દરમિયાન બાળકોને વધુ સારા ઓનલાઇન શિક્ષણ માટે ન્યૂયોર્ક સિટી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને લગભગ 2 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. તેમણે દાનમાં આપેલા પૈસાનો ઉપયોગ આર્થિક રીતે નબળા બાળકોને આઇપેડ અને ઇન્ટરનેટ સુવિધા પુરી પાડવા માટે કરાયો હતો.

આ પણ વાંચો - 4 વર્ષના રિલેશન પછી ગર્લફ્રેન્ડે કહ્યું - તારી શું ઔકાત છે કે લગ્ન કરું, પ્રેમીએ કરી નાખી હત્યા

અગાઉ પણ અનેક કર્મચારીઓને છૂટા કરી ચૂક્યા છે વિશાલ ગર્ગ

વિશાલ ગર્ગે અગાઉ પણ અનેક કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. તે સમયે તેમણે કડકાઈથી કહ્યું હતું કે, તમે લોકો ખૂબ ધીરે ધીરે કામ કરો છો. તમે બધા મૂર્ખ ડોલ્ફિનના ટોળા જેવા છો. હવે બસ કરો. તમે મને શરમાવો છો. વિશાલ ગર્ગના આવા કથન બાદ તે સમયે પણ વિવાદ થયો હતો.
First published:

Tags: Video viral, Zoom, Zoom Call Meeting