જાણો કર્ણાટકમાં કેટલી સીટો, કેટલા વોટર અને કેટલા દળ

 • Share this:
  કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 224 સીટો માટે વોટિંગ 12 મેના રોજ થશે અને 15 મેના રોજ મતગણતરી થશે. આ પંદરમી વિધાનસભા માટે ચૂંટણી થવાની છે. અત્યારે વિધાનસભાનો કાર્યકાળ 28 મે 2018ના રોજ પુરો થશે. કર્ણાટક રાજ્યનું ગઠન 1 નવેમ્બર 1956માં થયું. પહેલી વિધાનસભાનું ગઠન 18 જૂન 1952માં થયું. આવો જાણીએ કર્ણાટકમાં કેટલી સીટો છે, કેટલા વોટર છે અને કેટલા દળ છે.

  વિધાનસભામાં કુલ સીટો 224 (એક નોમિનેટેડ સીટ)
  કુલ વોટર-4.9 કરોડ (વર્ષ 2013ની ચૂંટણીમાં 4.3 કરોડ વોટર હતાં)

  કર્ણાટકમાં યુવાન વોટરોની સંખ્યા 15.4 લાખ છે તો ગત ચૂંટણીમાં 7.2 લાખ હતાં. તેમની સંખ્યામાં 113 ટકા વધારો થયો છે. જ્યાં કર્ણાટકમાં 4340 ટ્રાન્સજેન્ડર્સ વોટર પણ છે. દરેક વિધાનસભામાં આશરે 2.2 લાખ વોટર છે. ગત ચૂંટણીમાં દરેક વિધાનસભામાં આશરે 1.8 લાખ મતદાતા છે. સૌથી વધુ પાંચ લાખ મતદારો બેંગ્લૂરૂમાં હતાં.

  કુલ વસ્તી - 61.1 કરોડ
  સાક્ષરતા- 75.60 ટકા
  કુલ જિલ્લા - 30
  કસ્બા - 270
  ગામ - 29406

  ગત ચૂંટણીના પરિણામ
  વર્ષ 2013ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 122 સીટો જીતી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 44 અને જનતા દળે 40 જીતી હતી.

  ગત ચૂંટણીમાં વોટ શેર
  બીજેપી 19.89 ટકા
  કોંગ્રેસ 36.59 ટકા
  જેડીએસ 20.19 ટકા
  બીએસપી 0.91 ટકા
  સીપીઆઈએમ 0.22 ટકા
  સીપીઆઈ 0.08 ટકા
  એનસીપી 0.06 ટકા

  આ વખતે કયા દળો મેદાનમાં
  કર્ણાટકમાં આ વખતે થઈ રહેલી ચૂંટણીમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ, બીજેપી અને જેડીએસ વચ્ચે થશે. આ વખતે આમ આદમી પાર્ટી પણ સામેલ થશે.

  કર્ણાટકમાં 12 મેના રોજ થશે મતદાન, 15 મેના મતગણતરી

  ધાર્મિક આધાર પર કર્ણાટક
  હિંદુ 84 ટકા
  ઈસ્લામ 12.92 ટકા
  ઈસાઈ 1.87 ટકા
  જૈન 0.72 ટકા
  બૌદ્ધ 0.16 ટકા
  સિખ 0.05 ટકા
  અન્ય 0.02 ટકા

  હાલમાં કર્ણાટકની સિદ્ધરમૈયા સરકારે રાજ્યના લિંગાયતોને અલગ ધર્મની માન્યતા આપવાનો પ્રસ્તાવ પાસ કરીને કેન્દ્ર સરકાર પાસે મોકલી દીધો છે. લિંગાયતના રાજ્યમાં 17 ટકા વોટર છે.
  Published by:Kaushal Pancholi
  First published: