ગોત્ર પરંપરા ઋષિ મુનિયોથી અમારી સુધી આવી (પ્રતીકાત્મક ફોટો)
પ્રયાગરાજના ધાર્મિક વિદ્વાન રામ નરેશ ત્રિપાઠી કહે છે કે હિન્દૂ પરંપરા અને માન્યતાઓ અનુસાર પિતાનું ગોત્ર જ પુત્રને પ્રાપ્ત થાય છે અને તેને જ તેનું ગોત્ર માનવામા આવે છે
આપણા દેશમાં ગોત્રની જાણકારી દ્વારા વંશની જાણકારી મળે છે. આ ખુબ પ્રાચીન પદ્ધતિ છે. આ પદ્ધતિથી વ્યક્તિના મૂળ માતા-પિતા, તમે ક્યાં પરિવાર સાથે સંકળાયેલા છો તેની જાણકારી મળે છે. આપણા દેશમાં ચાર વર્ણોને માન્યતા આપી છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - આ વર્ણોની જાતિઓમાં ગોત્ર સમાન રીતે મળી આવે છે. ઐતિહાસિક વંશ-પરંપરા એ બાબતનું શ્રેષ્ટ પ્રમાણ છે આપણે કઈ જાતિ અને વર્ણના છીએ અને આપણા વડવા પિતામહ કોણ છે.
ગોત્ર શબ્દ મૂળે 'ગો', 'ગો રક્ષા' અને 'ગો રક્ષક' સાથે સંબંધિત છે. પ્રાચીન સમયમાં તમામ ઋષિઓ માટે ગાયનું અનેરું મહત્વ હશે અને ગાયની રક્ષા સાથે જોડીને 'ગોત્ર' ને જોડીને કંઈક અલગ ઓળખ આપવાનું જે-તે સમયે પ્રયાસ કરાયો હશે !
ગોત્ર અને વર્ણ અલગ કેમ છે ?
ગોત્ર પહેલા આવ્યું અને બાદમાં કર્મ અનુસાર વર્ણવ્યવસ્થા નક્કી થઇ. યાદ રહે, કર્મ અનુસાર નહિ કે જન્મ અનુસાર ! વર્ણ વ્યવસ્થામાં ગુણ-કર્મ-યોગ્યતાના આધારે જે વર્ણની પસંદગી કરવામાં આવી તે વ્યક્તિ તદનુસાર જે-તે વર્ણની વ્યક્તિ તરીકે ઓળખ પ્રાપ્ત કરતી ગઈ. સમય જતા અલગ-અલગ કારણોસર અને આધારે ઊંચ-નીચ વર્ણ બદલાતું રહ્યું. કોઈ ક્ષેત્રમાં કોઈ ગોત્રની વ્યક્તિ બ્રાહ્મણ વર્ણમાં રહી ગઈ તો આ જ ગોત્રની વ્યક્તિ અન્ય ક્યાંક કોઈ ક્ષત્રિય તો ક્યાંક શુદ્ર તરીકે ઓળખાઈ.
સમય જતા જન્મના આધારે જાતિ નક્કી થવા લાગી
એક જ ગોત્રમાં સામાન્ય રીતે લગ્ન ન કરવાની માન્યતા છે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે સાત પેઢી બાદ ગોત્રનો આનુવંશિક પ્રભાવ ખતમ થઈ જાય છે.
આ જ કારણ છે કે બધા ગોત્ર બધી જાતિ અને વર્ણમાં હોય છે. કૌશિક બ્રાહ્મણ પણ છે, ક્ષત્રિય પણ, કશ્યપ ગોત્રીય બ્રાહ્મણ અને રાજપૂત બંનેમાં છે અને પછાત જાતિમાં પણ ! વસિષ્ઠ બ્રાહ્મણ પણ છે અને દલિત પણ. દલિતો, રાજપૂતો અને જાટોમાં અનેક ગોત્ર છે. સિંહલ-ગોત્રીય ક્ષત્રિય પણ છે અને વાણિયાઓ પણ. રાણા, તંવર, ગેહલોત ગોત્રીય જાટ છે અને રાજપૂત પણ. રાઠી ગોત્રીયની વ્યક્તિ જાટ પણ હોઈ શકે અને વાણીયા પણ હોય શકે છે.
ક્યાં ઉપયોગમાં આવે છે ગોત્ર ?
ગોત્રનો ઉપયોગ ઘણુંખરું વિવાહ-લગ્નના સંબંધો અને ધાર્મિક કાર્યો માટે થાય છે. એવું માનવામાં આવે છે કે એક જ ગોત્રમાં લગ્ન ના થાય. માન્યતા અનુસાર સગોત્રી એક જ પૂર્વજ પિતાના સંતાનો હોઈ સગોત્રી વિવાહ વર્જ્ય ગણવા। જો કે હાલમાં આ માન્યતાઓ શિથિલ થઇ ગઈ છે. આમ છતાં, ઘણા લોકો તેનું કડકાઈથી પાલન કરે છે.
શરૂઆતમાં સાત ઋષિઓના આધાર પર સાત ગોત્ર બન્યા. પછી તેમાં વધુ એક ગોત્ર જોડાયું.
કઈ રીતે શરુ થયું ગોત્ર ?
ગોત્ર મૂળ રૂપે બ્રાહ્મણોના એ સાત વંશ સાથે સંબંધિત છે, જેને આપણે આપણા ઉત્પત્તિના ઋષિયો માનીએ છીએ : આ સાત ઋષિયો એટલે - 1. અત્રિ 2. ભારદ્વાજ 3. ભૃગુ 4. ગૌતમ 5. કશ્યપ 6. વશિષ્ઠ અને 7. વિશ્વામિત્ર. આ પછી આઠમું ગોત્ર અગત્સ્ય ઋષિના રૂપમાં જોડવામાં આવ્યું અને પછીથી ગોત્રની સંખ્યા વધતી ચાલી। જૈન ગ્રંથોમાં પણ સાત ગોત્રોનો ઉલ્લેખ છે : કશ્યપ, ગૌતમ, વત્સ્ય, કુત્સ, કૌશિક, મંડવ્ય અને વશિષ્ઠ। આ ઉપરાંત નાના ઋષિઓને જોડીને નાના-મોટા 115 ગોત્ર હોવાનું ધ્યાને આવ્યું છે.
શું બધા ગોત્ર એક જ સમયે પેદા થયા ?
ગોત્રો અને આપણાં ક્રોમોસોમની વચ્ચે સંબંધોને વિજ્ઞાને પણ એક હદ સુધી માની છે.
એક સમયે અને એક સ્થાને જ ગોત્રની ઉત્ત્પત્તિ નથી થઇ. મહાભારતના 'શાંતિ પર્વ' (296-17, 18) માં વર્ણન છે કે મૂળ ચાર ગોત્ર હતા : અંગ્રીષ, કશ્યપ, વસિષ્ઠ અને ભૃગુ। બાદમાં આઠ થઇ ગયા અને જમદગ્નિ, અત્રિ, વિશ્વમિત્ર અને અગસ્ત્યના નામ જોડાયા. જ્યારથી જાતિ વ્યવસ્થા પ્રબળ થઇ ત્યારથી ગોત્રનું મહત્વ વધ્યું છે. લોકોને એ વિશ્વાસ બેસી ગયો કે તમામ ઋષિઓ બ્રાહ્મણ હતા.
ગોત્રો મુજબ વિવાહની સ્થિતિ
એક જ ગોત્રમા વિવાહ નિષેધ મનાય છે. અન્ય પ્રભાશાળી ગોત્રમાં લગ્ન કરવાથી તમારી આવનારી પેઢીનો પ્રભાવ વધી શકે છે.
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)
જો બાળક દત્તક હોય તો ગોત્ર બદલી શકાય
હિન્દૂ પરંપરા અને માન્યતા અનુસાર પિતા તરફથી જ પુત્રને ગોત્ર પ્રાપ્ત થાય છે. પિતા દ્વારા મળતું ગોત્ર જ પુત્ર માટે ઉચિત ગણાય છે. યાદ રહે, ગોત્રની માતૃ પરંપરાનો આપણે ત્યાં રિવાજ નથી. જો તમે કોઈનું સંતાન દત્તક લો છો તો તમારું ગોત્ર તેને પ્રાપ્ત થાય છે
જો જવાહરલાલ નહેરુએ રાજીવ ગાંધીને દત્તક લીધા હોત તો રાહુલ નિઃશંકપણે હિન્દૂ ધર્મના ગોત્રનો દાવો કરી શકતા, પરંતુ માન્યતા અનુસાર તેમણે કરેલો દાવો ઉચિત નથી. જો કે કેટલાક વિદ્વાનો શાસ્ત્રો અનુસાર એવો પણ તર્ક આપે છે કે માત્ર પુત્રી સંતાન હોય તો નાના અને તેના દોહિત્રનું ગોત્ર એકસમાન હોય શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર