કોણ છે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી બંને મહિલાઓ?

સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી બિંદુ અને કનકદુર્ગા (ફાઇલ ફોટો)

બિંદુ અમિની અને કનક દુર્ગા છે. બંને વર્કિંગ મહિલાઓ છે. બંને વિવાહિત છે. બંનેને બાળકો છે. બંનેને હવે સતત ધમકીઓ મળી રહી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પહેલીવાર બે મહિલાઓ આખરે સબરીમાલા મંદિરમાં ગર્ભગૃહ સુધી પહોંચી. તેમણે ભગવાન અયપ્પાની પૂજા કરી. માનવામાં આવી રહ્યું છે કે પોલીસે બંને મહિલાઓને પોતાની સુરક્ષામાં ગુપ્ત રીતે ક્યાંક રાખવામાં આવી છે. પણ સૌને સવાલ એ છ કે આ બંને મહિલાઓ કોણ છે, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. તેમન નામ બિંદુ અમિની અને કનક દુર્ગા છે. બંને વર્કિંગ મહિલાઓ છે. બંને વિવાહિત છે. બંનેને બાળકો છે. બંનેને હવે સતત ધમકીઓ મળી રહી છે.

  બિંદુ અમિની 42 વર્ષની છે. તેઓ કન્નૂર યુનિવર્સિટીમાં લો કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. લગભગ દસ વર્ષ પહેલા તેઓ કાનૂ સાન્યાલના નક્સલવાદી ગ્રુપ સાથે જોડાયા હતા. પરંતુ બાદમાં તેઓએ તેને છોડી દીધું. હવે તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે નથી. તેમની વિચારધારા સ્પષ્ટપણે ડાબેરી છે. તેઓએ વકીલાત પણ કરી છે.

  બિંદુએ કાયદાના અભ્યાસમાં માસ્ટર્સ ડિગ્રી લીધી છૈ. ત્યારબાદ તેઓએ અનેક યુનિવર્સિટી અને કોલેજોમાં ભણાવવાનું કામ કર્યું. તેમાં કાલીકટ યુનિવર્સિટી સામેલ છે. હવે તેઓ કન્નૂર યુનિવર્સિટીમાં લોકપ્રિય ટીચર છે.

  ડાબેરી ગ્રુપ સાથે જોડાયા
  જ્યારે તેઓ સ્ટુડન્ટ હતા, ત્યારે એક્ટિવિસ્ટ તરીકે ડાબેરી ગ્રુપ કેરળ વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયા. ત્યારબાદ તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (એમએલ)ની સભ્ય બન્યા. આ પાર્ટીમાં તેઓ કેરળ પ્રદેશ યુનિટના સચિવ પણ રહ્યા. જોકે, ત્યારબાદ તેમણે રાજકારણથી છેડો ફાડી દીધો. બિંદુ દલિત એક્ટિવિસ્ટ પણ છે અને લોકોની વચ્ચે જેન્ડર ઇક્વાલિટીની તરફદારી કરનારા તરીકે જાણીતા છે.

  બિંદુ અમિની 42 વર્ષની છે. તેઓ કન્નૂર યુનિવર્સિટીમાં લો કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.


  સ્ક્રોલના ર‍િપોર્ટ મુજબ, તેમના એક એક વકીલ સ્ટુડન્ટ અશ્વિન કૃષ્ણાનું કહેવું છે કે તેઓ પોતાના સ્ટુડન્ટ્સની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેમના મજબૂત રાજકીય વિચાર હોય છે. તેઓ હંમેશા સ્ટુડન્ટ્સના પક્ષમાં ઊભી રહે છે. તેમના સ્ટુડન્ટ્સ તેમના જેન્ડર જસ્ટિસ પર આપવામાં આવતા લેક્ચરને પસંદ કરે છે.

  પતિ પણ કોલેજમાં લેક્ચરર
  42 વર્ષની બિંદુ પરિણીત છે. તેમના પતિ હરિહરન પણ કોલેજમાં લેક્ચરર છે. હરિહરન પણ પોલિટિકલ એક્ટિવિસ્ટ છે. તેમની એક 11 વર્ષની દીકરી પણ છે. તેમનો પરિવાર કોઝીકોડમાં રહે છે.

  સીપીઆઈ (એમએલ)ના પોલિત બ્યૂરોના સભ્ય પીજે જેમ્સનું કહેવું છે કે, બિંદુ દસ વર્ષ પહેલા પાર્ટીની રાજ્ય સમિતિની સભ્ય હતી પરંતુ ત્યારબાદ તેમણે પાર્ટી છોડી દીધી. હવે તેમનો અમારી સાથે કોઈ સંપર્ક નથી.

  આ દર્શન બાદ બિંદુનું ફેસબુક પેજ તેમન મિત્રો અને સ્ટુડન્ટની શુભેચ્છાઓથી ભરાયેલું છે.

  કનકદુર્ગા ધાર્મિક મહિલા
  બીજી મહિલા, જેણે સબરીમાલામાં પ્રવેશ કર્યોપ, તેનું નામ કનક દુર્ગા છે, તે 44 વર્ષની છે. કનક કેરળ રાજ્ય સિવિલ સપ્લાઇઝ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર છે. તે મલપ્પુરમના અંગદીપુરમમાં પોસ્ટેડ છે. કનક વિશે માનવામાં આવે છે કે તેઓ ઘણા ધાર્મિક આસ્થા ધરાવતી મહિલા છે. સતત મંદિરોમાં જાય છે.

  કનક કેરળ રાજ્ય સિવિલ સપ્લાઇઝ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર છે.


  પરંતુ, જ્યારે તેમના પરિવારે જાણ્યું કે તેઓ સબરીમાલા જવાની યોજના કરી રહ્યા છે તો પરિવારે તેમનો વિરોધ કર્યો. તેઓ પરંપરાગત રીતે કેરળના ધાર્મિક નાયર પરિવારમાંથી આવે છે.

  ફેસબુક પર થઈ મુલાકાત
  દક્ષિણ ભારતના મીડિયા રિપોર્ટ્સ મુજબ, બિંદુ અને કનકદુર્ગાની મુલાાત ફેસબુક પર થઈ. બંને ફેસબુક પેજ નવોતન કેરલમ સબરીમાલાયીલેકુ (રેનાંસા કેરળ)થી જોડાયેલા હતા. આ ફેસબુકનું એ પેજ છે, જેને સબરીમાલામં પ્રવેશ કરવાની ઈચ્છા રાખનારી મહિલાઓએ બનાવ્યું છે.

  કનકનો પરિવાર
  કનકના પતિ એન્જિનિયર છે. તેઓ બે બાળકોની માતા છે. તેઓ જે નાયર સમુદાયમાંથી આવે છે તે કેરળ સવર્ણ વર્ગ સાથે સંબંધ રાખે છે. તેમના ભાઈ ભારત ભૂષણનું કહેવું છે કે કનક ઘણા ધાર્મિક છે. તેમનું કહેવું છે કે તેમને નથી ખબર કે તેમની બહેને કેમ સબરીમાલા જવાનો નિર્ણય લીધો.

  24 ડિસેમ્બરે પણ કર્યો તહો મંદિરમાં પ્રવેશનો પ્રયાસ
  બિંદુ અને કનકદુર્ગાએ 24 ડિસેમ્બરે પણ સબરીમાલામાં જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરોધીઓએ તેમના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. ત્યારબાદ બિંદુના એરોકોડ સ્થિત ઘર અને તેમના પતિના અંગદીપુરમ સ્થિત ઘર પર દક્ષિણપંથી સમૂહના લોકોએ હુમલો પણ કર્યો.

  ન્યૂઝમિનિટના રિપોર્ટ મુજબ, 24 ડિસેમ્બરે મંદિરના રસ્તામાં કનક બેહોશ થઈ ગયા હતા પરંતુ બુધવારે તેમને મુશ્કેલી ન થઈ. જ્યોર 24 ડિસેમ્બરે કનકને સબરીમાલામાં વિરોધ પ્રદર્શનની વચ્ચે પરત જવું પડ્યું તો તેઓએ મીડિયાને કહ્યું હતું કે, અમે તેના માટે લાંબો સમય રાહ પણ જોઈ શકીએ છીએ. પ્રદર્શનકારી જે કરી રહ્યા છે, તે તેમને કરવા દો. તેઓ અમને મંદિરમાં જવાથી નહીં રોકી શકે. આ અમારો લોકતાંત્રિક અધિકાર છે અને એટલા માટે અમે સબરીમાલા આવ્યા છીએ.

  ત્યારબાદ આ બંને ક્યાં ગયા, તેના વિશે કોઈ માહિતી નથી. લગભગ એક સપ્તાહ સુધી તેઓ ગુપ્ત સ્થાને રહ્યા. કનકના પરિવારે તો તેઓ ગુમ થવાનો રિપોર્ટ પણ નોંધાવ્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: