Home /News /national-international /

જાણો કેટલો છે પાકિસ્તાનના વડાપ્રધાનનો પગાર

જાણો કેટલો છે પાકિસ્તાનના વડાપ્રધાનનો પગાર

    પાકિસ્તાનમાં ચૂંટણી થઈ ચૂકી છે. તહરીક એ ઈન્સાફ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. હવે ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વજીર-એ-આઝમ બનવું નક્કી છે. શું તમને ખબર છે કે પાકિસ્તાનના વડાપ્રધાન એટલે વજીર-એ-આજમને દર મહિને પગારના રૂપમાં કેટલા પૈસા મળે છે.

    ભારતના વડાપ્રધાનની સરખામણી કરીએ તો પાકિસ્તાનના આ શીર્ષ પદ પર બેસેલા વ્યક્તિને ઓછો પગાર મળે છે. પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર તેના કરતાં વધારે હોય છે.

    આટલી છે પાકના વડાપ્રધાનની સેલરી

    પાકિસ્તાનના વડાપ્રધાનને દરેક મહિને 1.40 લાખ રૂપિયા પગારના રૂપમાં મળે છે. આટલો પગાર ટેક્સ કપાયા પછ મળે છે. આમાં ઇમલ્યુમેન્ટ્સ સામેલ છે જ્યારે ભારતીય વડાપ્રધાનનો પગાર 1.6 લાખ રૂપિયા છે, જેમાં તેમને સાંસદના રૂપમાં મળનાર પગાર તેમાં સામેલ છે.

    તે ઉપરાંત ભારતીય વડાપ્રધાનને કેટલાક અન્ય ભથ્થા મળે છે. ઉલ્લેખનિય છે કે, ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 1.88 રૂપિયાની બરાબર છે. આ હિસાબથી જોવામાં આવે તો ભારતીય પીએમની સેલરી પાકિસ્તાની મુદ્ધાના સાપેક્ષ લગભગ ત્રણ લાખ રૂપિયા થાય છે.

    પાક વડાપ્રધાનને મળનાર ભથ્થા

    પાકિસ્તાની વડાપ્રધાન મંત્રીને એક મોટો આવાસ મળે છે. સાથે જ ટ્રાન્સપોર્ટ, કિચન અને લોન્ડ્રીનો અનલીમિટેડ ખર્ચ, તે ઉપરાંત તેમને કેટલાક અન્ય પણ ભથ્થા મળે છે. તે ઉપરાંત વિદેશમાં તેઓ બે લાખ રૂપિયાનો કિમતનો સામાન મંગાવી શકે છે. આના પર કસ્ટમ ડ્યુટી લાગતી નથી. તેમની પાસે એક લાખ રૂપિયાનો વેકઅપ ફંડ હોય છે તો સાથે જ તેઓ રાષ્ટ્રીય, ધાર્મિક અથવા સાંસ્કૃતિક ઈવેન્ટનું આયોજન પર છ લાખ રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે.

    સેનેટર્સ અને સાંસદોનો પગાર પીએમ કરતાં વધારે

    જો કે, અજીબ વાત તે છે કે, ત્યાં સેનેટર્સ, મેમ્બર ઓફ નેશનલ એસેમ્બલી અને મંત્રીઓનો પગાર વડાપ્રધાનથી વધારે છે. પાકિસ્તાનમાં સેનેટર્સનો પગાર ચાર લાખ રૂપિયા, નેશનલ એસેમ્બલી સભ્યનું વેતન સાડા ત્રણ લાખ છે. જ્યારે કેન્દ્રીય મંત્રી 2.35 લાખ રૂપિયા તો રાજ્ય મંત્રી 2.15 લાખ રૂપિયા સેલરીના રૂપમાં મેળવે છે.

    પાકમાં કોનો છે પગાર સૌથી વધારે

    પાકિસ્તાનમાં સૌથી વધારે પગાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોય છે. આ લગભગ નવ લાખ રૂપિયા છે. એટલે તેમને પગાર વડાપ્રધાનની તુલનામાં ચારથી પાંચ ગણો વધારે છે. રાષ્ટ્રપતિનો પગાર હાલમાં 4.50 લાખ રૂપિયા છે પરંતુ તેને વધારે 846,550 રૂપિયા લઈ જવાનો પ્રસ્તાવ છે.

    પાકિસ્તાનમાં પણ પ્રાઈવેટ સેક્ટરના શીર્ષ પદો પર બેસેલા લોકોનો પગાર પ્રતિ માસ દસ લાખ રૂપિયાથી વધારે છે. સરકારમાં બેસેલ ઓફિસરો અને સલાહકારોનો પગાર પણ સાત અંકોમાં છે.

    સાંસદોનો પગાર

    પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના એક સભ્યનું પગાર અને ભથ્થા આ રીતે છે

    માસિક પગાર - 1.2 લાખથી 02.00 લાખ રૂપિયા
    વિસ્તાર માટે ખર્ચ - એક લાખ રૂપિયા
    ઓફિસ ખર્ચ - 1.40 લાખ
    ટ્રાવાલિંગ છૂટ - 48,000 રૂપિયા પ્રતિ મહિને, તેઓ 6000 કિમીની યાત્રા સરકારી ખર્ચ કરવાના હકદાર છે
    એસેમ્બલી મીટ પર ભથ્થો - 500 રૂપિયા પ્રતિદિવસ
    ટ્રેન યાત્રા - મુફ્ત (ફર્સ્ટ ક્લાસ એસીમાં આખા પાકિસ્તાનમાં)
    હવાઈ યાત્રા - વર્ષભરમાં 40 ટ્રિપ ફ્રિ (પત્ની અથવા પીએ સાથે, બિઝનેસ ક્લાસમાં)
    ક્યાંય પણ સરકારી સર્કિટ હાઉસમાં રોકાવવું ફ્રિ
    ઘરનું વિજળી ખર્ચ - 50,000 યૂનિટ સુધી ફ્રિ
    લોકલ ફોન ખર્ચ - 1,70000 કોલ્સ સુધી ફ્રિ
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Salary

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन