વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના અમેરિકા (America) પ્રવાસ દરમિયાન હ્યૂસ્ટનમાં યોજાનારા કાર્યક્રમ Howdy Modiની દુનિયાભરમાં ચર્ચા છે. રવિવાર રાત્રે લગભગ સાડા આંઠ વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ટેક્સાસના શહેર હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદી અમેરિકા (USA)માં રહેનારા 50 હજાર ભારતીય-અમેરિકોને સંબોધિત કરશે. ટ્રમ્પ (Donald Trump)ની સાથે મંચ શૅર કરશે, ભાષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે તમે ઘણું બધું જાણી ચૂક્યા છે પરંતુ હવે આપણે એ જાણવું જોઈએ કે પીએમ મોદીની થાળીમાં કયા વ્યંજનોનો સમાવેશ કરવામાં આવશે.
અમેરિકામાં આ પીએમ મોદીનો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે. દેશથી લઈને વિદેશ સુધી Howdi Modi કાર્યક્રમની ચર્ચા છે. કહેવામાં આવે છે કે પૉપ બાદ કોઈ વિદેશી નેતા માટે અમેરિકામાં આટલો મોટો કાર્યક્રમ નથી થયો. પીએમ મોદીને આ કાર્યક્રમ દરમિયાન જે સ્વાદિષ્ટ થાળી પીરસવામાં આવશે તેમાં કયા-કયા વ્યંજનોનો સમાવેશ થશે તે જાણવા માટે લોકોની ઉત્સુક્તા વધતી જાય છે.
પીએમ મોદી અમેરિકામાં માણશે ગુજરાતી સ્વાદ
અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી માટે જે સ્પેશલ થાળી પીરસવામાં આવશે, તેમાં મોટાભાગે તેમની પસંદનું ગુજરાતી ભોજન હશે. એક વેબસાઇટના અહેવાલ મુજબ, આ થાળીમાં મોદીને મેથી થેપલા, ખાંડવી, સમોસા, દાળ-ભાત, ગાજરનો હલવો, રસમલાઈ, ગુલાબ જાંબુ, કચોડી, પુદીનાની ચટણી અને ખિચડી પીરસવામાં આવશે. આ ઉપરાંત, આ શાહી થાળીને તૈયાર કરવામાં કળા અને સ્વાદને લઈ સાવધાની રાખવામાં આવી રહી છે.
મોદીના શૅફ તરીકે કિરણ વર્માની ઓળખ ઊભી થઈ ચૂકી છે. કિરણે શૅફ તરીકે ટેક્સાસમાં નામ બનાવ્યું છે. મોદીના આ પ્રવાસ માટે ખાસ રીતે તેમના પસંદના પસંદના વ્યંજન પીરસવા માટે કિરણ ઓવરટાઇમ કરી રહ્યા છે અને એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે મોદીને પીરસનારી થાળીમાં કોઈ કચાસ ન રહી જાય.
વાયરલ તસવીરના આધારે તૈયાર થઈ રહી છે 'નમો થાળી'
અહેવાલનું માનીએ તો, કિરણે એ વાયરલ તસવીરને જોઈને વ્યંજનોની સ્ટડી કરી છે, જે પીએમ મોદીન જન્મદિવસે વાયરલ થઈ હતી. જન્મદિવસ પર પીએમ મોદીએ પોતાની માતાની સાથે ભોજન લીધું હતું અને તે તસવીરમાં વ્યંજન જોઈ કિરણે મોદી માટે સ્પેશલ નમો થાળી તૈયાર કરવાની જવાબદારી ઉઠાવી. આ થાળીમાં વ્યંજનોની વિધિ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી મોદીના વિશેષ સ્વાદ અને ફિટનેસ બંનેનું પૂરતું ધ્યાન રાખી શકાય.
રાજકારણની સાથે સંસ્કૃતિ પણ
હાઉડી મોદી કાર્યક્રમ કૂટનીતિ, રાજનીતિ અને દ્વિપક્ષીય સંબંધોના હિસાબથી તો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે પરંતુ આયોજકોએ કાર્યક્રમને રસપ્રદ અને મનોરંજક બનાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ પણ કર્યો છે. 400 કલાકાર એક વિશેષ પ્રસ્તુતિમાં ભારત અને અમેરિકાની કહાણી મનોરંજક રીતે રજૂ કરશે અને આ ઉપરાંત કેટલાક બીજા પર્ફોમન્સ પણ હશે.