#RoadSafetyWeek : રોડ સેફ્ટી વીક વિશે જાણવા જેવી બાબતો

News18 Gujarati
Updated: January 20, 2020, 6:17 PM IST
#RoadSafetyWeek : રોડ સેફ્ટી વીક વિશે જાણવા જેવી બાબતો
રોડ સેફ્ટી વીકની ઉજવણી કરાઈ.

ભારતમાં માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન, પોલીસ લશ્કર અને માર્ગ સુરક્ષા સપ્તાહ માટે કાર્યરત અન્ય વિભાગો મોટર વાહન એક્ટ 1988 અને મોટર વાહન (સુધારો) બિલ 2019 વિષે જાગરૂકતા ફેલાવે છે.

  • Share this:
નવી દિલ્હી :  આખા ભારતમાં 11 જાન્યુઆરી 2020થી 17 જાન્યુઆરી 2020 સુધી માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવાયું હતું. આ 31નું રોડ સેફ્ટી વીક હતું. ભારતીય ઉપખંડમાં ચાલતી આ એક અઠવાડિયાની પહેલનો હેતુ માર્ગને વધારે સુરક્ષિત બનાવવાનો હતો. આ સપ્તાહ દરમિયાન, ભારતના રસ્તાઓ સંપૂર્ણપણે અકસ્માત રહિત ઝોન બને તે સુનિશ્ચિત કરવા માટે જાગરૂકતા ફેલાવવાની ઘણી પદ્ધતિઓ લાગુ કરવામાં આવી હતી.

શા માટે માર્ગ સુરક્ષા સપ્તાહની આવશ્યકતા છે?

2015 માં બ્રાસિલિયા ઘોષણા પર હસ્તાક્ષર કરીને, કમોત અને અકસ્માતની સંખ્યામાં અડધો ઘટાડો કરવા માટેનો જરૂરી નિર્ણય લીધો. જોકે, પાંચ વર્ષ બાદ પણ, આ એક અધૂરું સ્વપ્ન રહ્યું છે. જયારે 2016 માં 1.50 લાખ અને 2017 માં 1.47 લાખ એમ કાર ક્રેશથી થતાં મૃત્યુઆંકની સંખ્યામાં ઘટાડો થયો. પરંતુ 2018 માં આ સંખ્યા વધીને 1.49 લાખ થઈ ગઈ. ભારતના હાઇવે અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પ્રકાશિત કરેલો આ છેલ્લી રિપોર્ટના આકડા છે. આ કારણે, માર્ગ સુરક્ષા સપ્તાહમાં સુરક્ષા માટે જાગરૂકતા ફેલાવવા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન શું થાય છે?

ભારતમાં માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન, પોલીસ લશ્કર અને માર્ગ સુરક્ષા સપ્તાહ માટે કાર્યરત અન્ય વિભાગો મોટર વાહન એક્ટ 1988 અને મોટર વાહન (સુધારો) બિલ 2019 વિષે જાગરૂકતા ફેલાવે છે. સરકાર દ્વારા નિર્ધારિત નિયમો વિષે લોકોને જણાવવા અનેક વર્કશોપ, સેમિનાર અને મીટીંગનું આયોજન કરવામાં આવે છે. તેઓ માત્ર સાવચેતીભર્યા પગલાંઓ દ્વારા જ નહીં પરંતુ બેનરો, પત્રિકાઓ દ્વારા પણ ધ્યાન લોકોને જાગૃત કરે છે. આ વીક દરમિયાન અનેક લોકેશન પર ઇમર્જન્સી નંબરના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે.

મોટર વાહન (સુધારો) બિલ 2019 શું છે? 

પ્રથમ મોટર વાહન અધિનિયમ 1988 માં શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે સુધારો બિલ 2019 માં શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પરિવહન પ્રધાનોના સમૂહના અનેક સૂચનોના આધારે, કેટલાક મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા. આની શરૂઆતમાં નિયમ ભંગ કરનારા પર વસૂલવામાં આવતા દંડમાં વધારો, ડ્રાઇવિંગ લાઇસન્સ નવીકરણની મુદત એક મહિનાથી વધારીને એક વર્ષ કરી અને માર્ગ અકસ્માતમાં ફસાયેલા લોકોને ઇમર્જન્સી તબીબી સહાય પ્રદાન કરવામાં આવી. આ ઉપરાંત, હવે ડ્રાઇવરે તેનું લાઇસન્સ રિન્યૂ કરતા સમયે પોતાની યોગ્યતા સાબિત કરવી પડશે. સાથે સાથે, અકસ્માત દરમિયાન કોઈ મોટી ઈજા અથવા મૃત્યુ થવા પરના ન્યૂનત્તમ વળતરમાં વધારો કરવામાં આવ્યો.

દરેક વ્યક્તિએ જાણવા અને ફોલો કરવા જેવા માર્ગ સુરક્ષાના સમાન્ય નિયમો ક્યા છે?

જ્યારે ભારતના દરેક નાગરિક માર્ગ સુરક્ષાની ટીકા કરવાની કોઈ તક મૂકતા નથી, છતાં પણ માર્ગ સુરક્ષા વધારવા એવું ઘણું બધું છે જે તમે ગ્રાઉન્ડ લેવલ પર કરી શકો છો. એવા ઘણા મૂળભૂત ટ્રાફિક નિયમો છે જેને તમારે હંમેશા ફૉલો કરવાનું યાદ રાખવું જોઈએ. આમાં સૌથી સરળ નિયમ છે ટ્રાફિક લાઇટનું પાલન કરવું, રસ્તાની સાઇનથી સાવચેત રહેવું, ડ્રાઇવિંગ કરતી વખતે એક લાઈન જાળવી રાખવી, જરૂરિયાત મુજબ ઈન્ડીકેટરનો ઉપયોગ કરવો અને નિશ્ચિત કરવું કે તમે એક્સપાયર્ડ લાઇસન્સ સાથે વાહન નથી ચલાવતા. ‘L’ અને ‘baby on board’ જેવા સાઇન ની મદદ થી અન્ય લોકો તમારા નજીક વાહન ચલાવવામાં સાવચેતી રાખી શકે છે. છેવટે, તમારું વાહન પાર્કિંગ ઝોનમાં જ પાર્ક કરો. આ અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખીને ચાલો આ #RoadSafetyWeekમાં #RoadToSafety પ્રતિજ્ઞા લઈએ અને માર્ગ સુરક્ષાના માર્ગ પર ચાલીએ #DriveResponsibly.
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर