Home /News /national-international /Omicron Variant: રસી કેટલી અસરકારક છે, વિશ્વ શા માટે ભયભીત છે? આ 5 પ્રશ્નોના જવાબ જાણવા ખૂબ જ જરૂરી છે
Omicron Variant: રસી કેટલી અસરકારક છે, વિશ્વ શા માટે ભયભીત છે? આ 5 પ્રશ્નોના જવાબ જાણવા ખૂબ જ જરૂરી છે
શહેરમાં રેન્ડમલી એવું ધ્યાને આવ્યું છે કે, શહેરમાં હજુ પણ 100 માંથી 30 ટકા લોકો છે એવા છે જે માસ્ક મો પર નહિ પણ દાઢી પર પહેરે છે જે યોગ્ય નથી. 20 ટકા લોકો એવા છે જે માસ્ક પહેરે છે પણ પહેરવા ખાતર પહેરે છે. જ્યારે હાલ કેસ વધતા 50 ટકા લોકોમાં ગંભીરતા જોવા મળી છે.
know about Omicron Variant: દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરીએન્ટ મળ્યાના બે સપ્તાહ બાદ કેસોમાં ભારે વધારો દેખાયો છે.
કોરોના વાયરસ (Covid-19)ના નવા વેરિએન્ટ (New Variant)ના કારણે ફરી એક વખત વિશ્વભરના દેશોના શ્વાસ અધ્ધર થઇ ચૂક્યા છે. ભારત સરકારે (Gov. of India) આ વખતે કોઈપણ ચૂકથી બચવા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ B.1.1.529 વિશે દક્ષિણ આફ્રિકા (South Africa)એ 24 નવેમ્બરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને જાણકારી આપી હતી. સ્થિતીનિ ગંભીરતાને ધ્યાનમાં રાખી WHOએ બે દિવસ બાદ તેને વેરીએન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) જાહેર કરી દીધો હતો અને તેને ઓમિક્રોન (Omicron Variant) નામ આપ્યું હતું. આ વેરીએન્ટ સાથે જ ભારત સહિત વિશ્વના અનેક દેશોએ કડક પગલાઓ લેવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ અંગે લોકોના મનમાં અમુક સવાલો પણ ઉઠી રહ્યા છે. તો આવો જાણીએ સૌથી વધુ ચર્ચિત 5 સવાલોના જવાબ અંગે.
કેટલો ખતરનાક છે ઓમિક્રોન?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ડેલ્ટા અને અન્ય વેરીએન્ટની સરખામણીમાં ઓમિક્રોન કેટલી ઝડપથી અને સરળતાથી ફેલાનાર વેરીએન્ટ છે તે હજુ સ્પષ્ટ નથી. દ.આફ્રિકામાં આ વેરિએન્ટથી અનેક લોકો ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. ઝડપથી ફેલાઇ રહેલા કેસોનું કારણ ઓમિક્રોન છે શું તેના વિશે શોધ કરવામાં આવી રહી છે.
કેટલી કારગર છે વેક્સિન?
ડબલ્યુએચઓનું કહેવું છે કે, ગંભીર બીમારી અને મોતના કેસમાં વેક્સિન મહત્વની ભૂમિકા નિભાવશે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના પૂર્વ સાયન્ટિસ ડોક્ટર રમન ગંગાખેડકરે જણાવ્યું કે, રસી SARS-CoV-2ના વધુ મ્યૂટેશનવાળા નવા વેરીએન્ટ સામે માત્ર આંશિક સુરક્ષા પ્રદાન કરશે. એમ્સના ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, કોરોના વાયરસના નવા ઓમિક્રોન સ્વરૂપના સ્પાઇક પ્રોટીનમાં 30થી વધુ પરીવર્તન મળ્યા છે, જે તેને રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરી શકે છે. તેથી જ તેની સામે રસીની અસરકારકતા વિશે જરૂરી સંશોધનની ખાસ આવશ્યકતા છે.
વિશ્વભરમાં શા માટે ભયનો માહોલ?
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરીએન્ટ મળ્યાના બે સપ્તાહ બાદ કેસોમાં ભારે વધારો દેખાયો છે. જેમાં યુવાનો સૌથી વધુ સંક્રમિત થઇ રહ્યા છે. દ.આફ્રિકાના સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર, શરૂઆતના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે તેનો પ્રજનન દર 2 છે, જેનો અર્થ છે કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ દ્વારા બે અન્ય લોકોમાં સંક્રમણ ફેલાઇ શકે છે.
શું કહે છે દ.આફ્રિકાના વિશેષકો?
સોવિટોઝ બરગવનથ હોસ્પિટલના ICU ચીફ રૂડો મૈશિવાએ જણાવ્યું કે, અમને COVID-19 દર્દીઓની વસ્તી વિષયક ઓળખમાં નોંધપાત્ર ફેરફાર દેખાયો છે. 20 વર્ષથી લઈને લગભગ 30 વર્ષની વયના લોકો મધ્યમ અથવા ગંભીર રોગની ઝપેટમાં આવી રહ્યા છે. કેટલાકને ગંભીર સારવારની જરૂર છે. લગભગ 65 ટકાને રસી આપવામાં આવી ન હતી અને બાકીના મોટાભાગના લોકોએ માત્ર એક જ ડોઝ લીધો હતો.
એન્જેલિક કોએત્ઝી, દક્ષિણ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, સંક્રમિતો હળવા લક્ષણો દર્શાવે છે, જેમાં એક દિવસ માટે સ્નાયુઓમાં દુખાવો અને થાક અથવા બે દિવસ બીમાર રહેવા જેવા લક્ષણો છે. સંક્રમિત લોકોને ગંધ જવાની તકલીફનો નથી. તેમને હળવો કફ હોઈ શકે છે. નવા વેરિએન્ટથી સંક્રમિત અમુક લોકો ઘરે જ ઇલાજ કરી રહ્યા છે.
ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ સાથે લગભગ એક ડઝન 'જોખમી' દેશોની યાદી તૈયાર કરી આ દેશોમાંથી ભારત આવતા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. મુસાફરોએ એરપોર્ટ છોડવા અથવા કનેક્ટિંગ ફ્લાઈટમાં ચઢવા માટે રિપોર્ટની રાહ જોવી પડશે. પોઝિટિવ જણાતા મુસાફરોને આઈસોલેટ કરવામાં આવશે. નેગેટિવ રિપોર્ટવાળા યાત્રીઓને પણ 7 દિવસ માટે હોમ-ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને 8મા દિવસે ટેસ્ટ કરાવવો પડશે. જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેમણે કોવિડ-19 હેલ્પલાઇન પર જાણ કરવી પડશે. ભારતમાં અત્યાર સુધી કોઈ પણ દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ નથી. જોકે, દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત આવેલા કોવિડ સંક્રમિત વ્યક્તિના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર