હવે આ ગ્રહ પર વસશે મનુષ્યની વસતી! જ્યાં મળી ગયું છે પાણી

News18 Gujarati
Updated: September 12, 2019, 6:48 PM IST
હવે આ ગ્રહ પર વસશે મનુષ્યની વસતી! જ્યાં મળી ગયું છે પાણી
આ ગ્રહ પર પાણી પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, એટલે આશા છે કે, થોડા સમયમાં પૃથ્વી સિવાય અન્ય જગ્યા પર પણ મનુષ્ય વસતી હોવાનું સપનું માત્ર સપનું નહી રહે પણ હકીકત બનશે.

આ ગ્રહ પર પાણી પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, એટલે આશા છે કે, થોડા સમયમાં પૃથ્વી સિવાય અન્ય જગ્યા પર પણ મનુષ્ય વસતી હોવાનું સપનું માત્ર સપનું નહી રહે પણ હકીકત બનશે.

  • Share this:
ચંદ્ર અને મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓની લાંબી શોધ વચ્ચે જો કોઈ એવો ગ્રહ મળી જાય, જ્યાં જીવીત રહેવા માટે પહેલાથી જ અનુકૂળ સ્થિતિ હોય તો? જીહાં,એક એવો ગ્રહ શોધી કાઢવામાં આવ્યો છે, જ્યાં આપણી પૃથ્વી જેવું જ વાતાવરણ અને તાપમાન છે. એટલું જ નહીં આ ગ્રહ પર પાણી પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, એટલે આશા છે કે, થોડા સમયમાં પૃથ્વી સિવાય અન્ય જગ્યા પર પણ મનુષ્ય વસતી હોવાનું સપનું માત્ર સપનું નહી રહે પણ હકીકત બનશે.

તમે ક્યારે વિચાર્યું છે કે, પૃથ્વી જો જીવવા લાયક ગ્રહ ન બચે તો, કોઈ એવી જગ્યા છે, જ્યાં મનુષ્ય જીવતો રહી શકે? આ પ્રશ્ન કોરી કલ્પના જેવો છે પરંતુ આ પ્રશ્નના કારણ પણ છે, અને તેના પર શોધ પણ જીરો પર છે. એક તરફ ચંદ્ર અને મંગળ પર જીવનની સંભાવનાની શઓધ પૂરી તાકાતથી કરવામાં આવી રહી છે, અને આ સિવાય પણ અંતરીક્ષમાં અન્ય વિકલ્પ શોધવામાં આવી રહ્યા છે. તો જાણીએ જીવન માટે આશાનું કિરણ દેખાડતો આ નવો ગ્રહ કેવો છે અને તેને લઈ શોધ કેટલે પહોંચી છે.

નવા ગ્રહનું નામ છે K2-18B

વૈજ્ઞાનિકોએ હાલમાં તે ગ્રહને K2-18B નામ આપ્યું છે, જે પૃથ્વીથી 111 પ્રકાશ વર્ષ દૂર એટલે કે, આપણા સૌરમંડળની બહાર છે. આ ગ્રહ પર પાણી દ્રવ રૂપે હોવાની તથા મનુષ્ય માટે અનુકૂળ તાપમાન હોવાની વાત લંડનના વૈજ્ઞાનિકોએ 'નેચર' નામની પત્રિકા માટે આપેલા એક લેખમાં કહી છે. સાથે એ પણ જણાવ્યું છે કે, આ ગ્રહ પૃથ્વીથી બે-ઘણા આકારનો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, K2-18B પર તાપમાન શૂન્યથી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.

પરંતુ એવુ નથી કે તુરંત તે પહોંચમાં હોય. ખગોળશાસ્ત્રીઓની ચિંતા એ છે કે, આ ગ્રહ પૃથ્વીથી ખુબ જ દૂર છે, જેથી તેના સુધી પહોંચી પૂરી જાણકારી કેવી રીતે મેળવી શકાય. પરંતુ વૈજ્ઞાનિકોએ એવી આશા વ્યક્ત કરી છે કે, અગામી દશકમાં અત્યાધુનિક ટેલિસ્કોપની મદદ મળશે અને આ ગ્રહ વિશે અભ્યાસ કરી શકાશે.

જોકે, બેનેક માને છે કે, કેટલાક મામલામાં આ ગ્રહ પૃથ્વીથી ઘણો અલગ છે. બેનેક અનુસાર, આ ગ્રહનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી લગભગ અઢી ઘણો વધારે હોવાનું કારણ સમજી શકાય છે કે આવા ગ્રહોની ચારે તરફ ગેસનું મોટુ અનાવરણ હોય છે અને તેની અંદર જતા તાપમાન વધી જાય છે જેથી આપણે હાલમાં સતર્ક રહેવાની જરૂર છે.
First published: September 12, 2019, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading