Home /News /national-international /US: ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હૈરિસને હંમેશા રહ્યો છે ભારતીય મૂળની હોવાનો ગર્વ

US: ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હૈરિસને હંમેશા રહ્યો છે ભારતીય મૂળની હોવાનો ગર્વ

કમલા હૈરિસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા નાના દુનિયામાં મારા સૌથી પસંદગીના વ્યક્તિઓ પૈકી એક રહ્યા છે

કમલા હૈરિસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા નાના દુનિયામાં મારા સૌથી પસંદગીના વ્યક્તિઓ પૈકી એક રહ્યા છે

  વોશિંગટનઃ અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (US President Election) માં ભારતીય મૂળની કમલા હૈરિસ (Kamala Harris)ને ડેમોક્રેટિક પાર્ટી (Democratic Party)એ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનાવી છે. આ પદ માટે ચૂંટણી લડનારી તે પહેલી અશ્વેત મહિલા હશે. તેમના મૂળીયા ભારત સાથે જોડાયેલાં છે અને તેમણે હંમેશા તેને વ્યક્ત પણ કર્યા છે.

  કમલા કેલિફોર્નિયાની અટોર્ની જનરલ રહી ચૂકી છે અને તે પોલીસ સુધારની બહુ મોટી સમર્થક છે. ડેમોક્રેટિક પાર્ટીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા બાઇડને તેમને બહાદુર યોદ્ધા અને અમેરિકાની સૌથી ઉત્તમ બ્યૂરોક્રેટમાંથી એક કરાર કરી છે.

  કમલા હૈરિસના નાના ચેન્નઈના બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમનું નામ પીવી ગોપાલન હતું. તેઓ ભારતીય લોક સેવામાં અધિકારી હતા. તેઓએ ઝામ્બિયામાં પણ સરકાર માટે સેવાઓ આપી હતી. ગોપાલનની મોટી દીકરી શ્યામલા અમેરિકામાં અભ્યાસ માટે ગયા હતા. કમલા આ શ્યામલાની જ દીકરી છે.


  કમલાની માતા કેન્સરની વૈજ્ઞાનિક હતી

  કમલા હૈરિસની માતા શ્યામલ કેન્સરના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક હતી. પિતા ડોનાલ્ડ હૈરિસ જમૈકન હતા. કમલાનો જન્મ અમેરિકામાં થયો. જોકે, બાદમાં માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા. પરિવારમાં હંમેશા ભારતીય સંસ્કારોનું પ્રાધાન્ય રહ્યું. આ સંસ્કાર કમલામાં પણ ઊંડા ઉતર્યા. કમલા હંમેશા પોતાના ભારતીય મૂળના હોવા પર ગર્વ અનુભવે છે. તેઓએ તેને ક્યારેય છુપાવવાનો પ્રયાસ નથી કર્યો.

  કમલા અનેકવાર ભારત આવતા રહ્યા છે

  1970ના દશકમાં જ્યારે શ્યામલાના છૂટાછેડા થયો ત્યારે તેઓ પોતાની બંને દીકરીઓ કમલા અને માયાને અનેકવાર ભારત લઈને આવતા હતા. 1964માં જન્મેલી કમલા પોતાના નાનપણમાં નાનાના નિવૃત્ત મિત્રોની સાથે ફરતી વખતે સાથે રહેતી હતી અને લોકતંત્રનો અમલ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઈને લઈ તે સમયે પ્રોગ્રેસિવ વિચારો સાંભળતી હતી. કમલા અનુસાર તેમના નાના નાગરિક અધિકારોના જોરદાર હિમાયતી હતા અને સમાનતા અને સન્માનની લડાઈની વકાલત કરતા હતા.

  કમલાના જણાવ્યા મુજબ, તેમના નાના ગોપાલન એક ઉત્સાહી અને સુધારાવાદી વ્યક્તિ હતા, જેઓએ બાળકોને પત્તાની રમત પોકર પણ શીખવાડી અને નાનીથી છુપાવીને મન મુજબ ભોજન પણ ખવડાવ્યું, ભલે તેઓ શાકાહારી હતા. કમલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા નાના દુનિયામાં મારા સૌથી પસંદગીના વ્યક્તિઓ પૈકી એક રહ્યા છે.


  નાનાથી પ્રેરિત માતા પણ રહી કમલાની પ્રેરણા

  કમલાએ માતા શ્યામલાએ પોતાની મરજીથી 1960ના દશકમાં જમૈકા નિવાસી ડોનાલ્ડ સાથે લગ્ન કર્યા હતા. પરિવારની નારાજગી એ વાતથી નહોતી કે કોઈ આફ્રિકન સાથે લગ્ન કર્યા પરંતુ એ વાતથી હતી કે પરિવારને આ અંગે પહેલા જાણ ન કરવામાં આવી. શ્યામલા તે સમયે ખૂબ જૂજ ભારતીય મહિલા પૈકી એક હતી, જે વિદેશ જઈને ઉચ્ચ શિક્ષિત હતી અને પોતાના નિર્ણય જાતે લેતા હતા. કમલા પોતાની માતાથી પણ ખૂબ પ્રેરણા લેતી હતી.

  પોતાના નાના, નાની, બહેન અને મોસાળીયા સાથે કમલા હૈરિસની આ યાદગાર તસવીર એલએ ટાઇમ્સે પ્રકાશિત કરી છે.


  આ પણ વાંચો, નાના ભાવમાં આવ્યો 7 વર્ષનો સૌથી મોટો ઘટાડો! જાણો શું છે કારણ

  કમલા જ્યારે 4 કે 5 વર્ષની હતી ત્યારે તેમના પેરેન્ટ્સ થોડા સમય માટે ઝામ્બિયા શિફ્ટ થયા હતા, જ્યાં કમલાના નાના ગોપાલન પણ તે સમયે પોસ્ટેડ હતા. નાનાની સાથે તે સમયની યાદોને પણ કમલા જીવનના પ્રારંભિક શીખ તરીકે જુએ છે.

  નાનાના વિચારોની કમલા પર અસર

  નાના, માતા અને માતા અને સમગ્ર પરિવારથી મૂલ્ય અને વિચારો કમલાને નાનપણથી જ મળ્યા. આ ઉપરાંત અમેરિકામાં રહીને તેઓ એક સાથે ચર્ચા અને મંદિર બંનેમાં શ્રદ્ધાપૂર્વક જઈને ઉછર્યા. તેના જ કારણે ધર્મ, જાતિ અને વંશવાદથી ઉપર ઉઠીને સમાનતા અને સૌના સન્માનની વાત કરવી એ કમલામાં પ્રાકૃતિક રીતે જ રહી છે.

  આ પણ વાંચો, US Elections 2020: ભારતીય મૂળની કમલા હૈરિસને બિડેને બનાવી ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર

  કમલા હૈરિસ છે મજબૂત નેતા

  માનવામાં આવી રહ્યું છે કે, 55 વર્ષીય કમલા હૈરિસ ભારતીય મૂળના હોવાની સાથે સૌથી મજબૂત નેતા પણ છે. કમલાની માતા ભારતના તમિલનાડુ રાજ્યના હતા. ડેમોક્રેટિક કમલાની ભારતીય છબિનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટ્રમ્પને ચેલેનજ કરવા માટે કમલાની છબિ મહિલા અધિકારી તરીકે લડનારી મજબૂત નેતાની છે અને બીજી તરફ, ટ્રમ્પ મહિલાઓના મામલામાં ઘણા બદનામ માનવામાં આવે છે. આ ઉપરાંત કમલાના પિતા જમૈકાના હતા. એટલે કે આફ્રિકન મૂળના અશ્વેત વોટર્સ પણ કમલા અને તેના પરિવારને પોતાના માને છે. એવામાં કમલા ડેમોક્રેટિક પાર્ટીને ફાયદાનો સોદો લાગી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Democratic Party, Kamala Harris, US Elections 2020, અમેરિકા

  विज्ञापन
  विज्ञापन