Corona વેક્સીન પર geopolitics અને ડ્રગ કંપનીઓના ગંદા ખેલ!

Corona વેક્સીન પર geopolitics અને ડ્રગ કંપનીઓના ગંદા ખેલ!
Corona Virus સંક્રમિતોની સંખ્યા એક કરોડે પહોંચી ગઈ અને પાંચ લાખથી વધારે લોકોના મોત વચ્ચે વેક્સીનને લઈ દુનિયાભરમાં ધમાસાણ છે.

Corona Virus સંક્રમિતોની સંખ્યા એક કરોડે પહોંચી ગઈ અને પાંચ લાખથી વધારે લોકોના મોત વચ્ચે વેક્સીનને લઈ દુનિયાભરમાં ધમાસાણ છે.

 • Share this:
  દુનિયામાં Corona Virus સંક્રમિતોની સંખ્યા એક કરોડે પહોંચી ગઈ અને પાંચ લાખથી વધારે લોકોના મોત વચ્ચે વેક્સીનને લઈ દુનિયાભરમાં ધમાસાણ છે. Covid-19ને લઈ યુએસએ અને પશ્ચિમી દેશોએ ચીન વિરુદ્ધ જે નેરેટિવ તૈયાર કર્યું, તેજ ક્રમમાં આ રાજકારણને જોવું જોઈએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, 100થી વધારે સંભવીત વેક્સીન છે, પરંતુ ટોપ 7 અથવા 8 વેક્સીન પર રાજકારણ જોર પર છે.

  ચીન પર આરોપ લગાવવામાં આવ્યો કે, તે વેક્સીન માટે પશ્ચિમી દેશોમાં થઈ રહેલી રિસર્ચના ડેટામાં સેંધમારી કરી રહ્યું છે. આ આરોપોનું ખંડન પણ ચીન દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ એ મુદ્દો સળંગ ચર્ચામાં છે. આ મામલાની સાથે એ પણ જાણો કે ડ્રગ કંપનીઓ કેવી રીતે નવી દવા અથવા વેક્સીનને લઈ કેવી પ્રકારના અનૈતિક અને જૂઠા ખેલ ખેલવામાં માહેર રહી છે.  કેવી રીતે લગાવવામાં આવી રહ્યા ચીન પર આરોપ?

  વેક્સીનને લઈ ચાલી રહેલી રિસર્ચ ચોરવા સંબંધી આરોપ ચીન પર લગાવવામાં આવી રહ્યા છે. વાતો 6 મેના રોજ એક બ્રિટીશ ટેબલોયડે કહ્યું અમારી વેક્સીન લેબમાં સેંદ લગાવવાની ચીનની હિમમ્મત કેવી રીતે થઈ?. શિર્ષકથી વિસ્તૃત રિપોર્ટ છપાયો હતો. ત્યારબાદ અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ એક ચેછઆણી જાહેર કરી કહ્યું કે, ચીન વેક્સીન અને કોવિડ-19ની સારવાર માટે ચાલી રહેલી શોધ ચોરવા માટે સાયબર એટેક કરાવી શકે છે.

  એફબીઆઈએ આને ગંભીર ચેતવણી જાહેર કરી હતી. પરંતુ સીએનએનએ આ મામલે રિપોર્ટ છાપીને દાવો કર્યો હતો કે, આ પ્રકારની ચેતવણી આપતા એફબીઆઈએ આ મામલે કોઈ નક્કર પૂરાવા આપ્યા ન હતા.

  કેમ લગાવવામાં આવ્યા આ પ્રકારના આરોપ?

  પહેલું કારણ એ છે કે, અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના વલણથી સખત નારાજ છે, જેથી તે પોતાના સહયોગીઓ સાથે મળી ચીનને દરેક બાજુથી ઘેરવાની ફિરાકમાં રહ્યા છે. બીજુ કારણ એ છે કે, દુનિયામાં જે ટોપ 8 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં રહી છે, તેમાંથી 4 ચીનની, 3 અમેરિકાની એક યુનાઈટેડ કિંગડમની છે.

  આ આરોપો પર ચીનનો જવાબ

  ચીનના સ્ટેટ મીડિયા સીજીટીએન પર પ્રકાશિત એક રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે, આ ચીન વિરુદ્ધ ષડયંત્ર છે, તે તે રિસર્ચ ચોરવાના ફિરાકમાં છે. આ રિપોર્ટમાં આરોપોને બકવાસ ગણાવી કહ્યું છે કે, ચીન વેક્સીનના વિકાસમાં અગ્રણી દેખાઈ રહ્યું છે, જેથી આ પ્રકારે અમને ઘેરવામાં આવી રહ્યું છે. બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું કે, ચીન વેક્સીનનું નિર્માણ પૂરી માનવતા માટે જોઈ રહ્યું છે. જ્યારે દુનિયાભરની કંપનીઓ પોતાની વેક્સીન બનાવી અ્ય વેક્સીન વિરુદ્ધ માહોલ તૈયાર કરવામાં લાગી છે.

  નવી દવાઓના ગંદા ખેલ સમજવા જોઈએ

  આ પ્રકારની રાજનીચી અને આરોપોને એક ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે, અને કોઈ વેક્સીનના પ્રચાર માટે બીજી વેક્સીનને બદનામ કરવાની કોશિસ માર્કેટિંગનો એક ભાગ હોય છે. આ સિવાય દવા કંપનીઓ કેવી રીતે જાત જાતના ઉપાયો કરી નફા સંબંધી પોતાની વાત લોકોને મનાવે છે., તે જોઈએ.

  1. કિંમતો પર ઢોંગ - કોઈ પણ નવી દવાના પહેલા ફેઝના રિસર્ચનો ખર્ચનો 84% ભાગ ટેક્સદાતાઓની રકમથી સરકારી મદદથી કવર થાય છે. કંપનીઓ જેટલો ખર્ચ બતાવે છે, તેનો લગબગ 39 ટકા જ વાસ્તવિક ખર્ચ થાય છે. ઉલ્લેખનીય છે કે, કંપની કહે છે કે, એક નવી દવાનો ખર્ચ 1.32 અબજ ડોલર આવશે તો તેનો વાસ્તવીક ખર્ચ લગભગ સાડા પાંચ કરોડ ડોલર જ હશે.

  2. પ્રચારનું પોલિટિક્સ - રિસર્ચની તુલનામાં અઢી ગણો ખર્ચ માર્કેટિંગ પર હોય છે, અને વિજ્ઞાપનો પર ફાર્મા કંપનીઓ વધારે ખર્ચ કરે છે.

  3. ડોક્ટરોની લોબિંગ - જેથી ડોક્ટર આ નવી દવાનું પ્રમોટ કરે અને પ્રિક્શિપ્શનમાં લખે, તેના માટે ફાર્મા કંપનીઓ એક પુરૂ મેનેજમેન્ટ તૈયાર કરે છે, અને અબજો રૂપિયા વાર્ષિક ખર્ચ કરે છે.

  4. ટેસ્ટિંગનું રેકેટ - જો અમેરિકામાં કોઈ દવા તૈયાર થઈ રહી છે અથવા અમેરિકનો માટે થઈ રહી છે તો તેનું ટેસ્ટિંગ બીજા દેશોમાં કેમ? આફ્રિકા, ભારત અે એશિયાના ગરીબ દેશોમાં ટેસ્ટિંગનો ખર્ચ ઓછો આવે છે, સાથે જોખમોનેલઈ પણ આ દેશોની પસંદગી કરવામાં આવે છે.

  5. અન્ય અનૈતિકતાઓ - ફાર્મા કંપનીઓ આ તથ્યને છૂપાવે છે કે, વેક્સીન અથવા નવી દવાઓના ફોર્મૂલામાં કેટલા ઘાતક કેમિકલ્સ અથવા તત્વો મિલાવવામાં આવે છે. આ સિવાય, વાસ્તવિક કિંમતથી કેટલા ઘણી વધારે કિંમત વસૂલી અબજો-ખરબોની હેરાપેરી કરવામાં આવે છે.
  Published by:kiran mehta
  First published:June 30, 2020, 17:07 pm

  ટૉપ ન્યૂઝ