HBD Ram Jethmalani: ઇન્દિરા ગાંધીથી અફઝલ સુધીનાં કેસ લડી ચુક્યાં છે આ વકીલ, 13 વર્ષે જ પાસ કર્યું હતું મેટ્રિક

રામ જેઠમલાનીની જન્મ જંયતી

Happy Birthday Ram Jethmalani: રામ જેઠમલાની આજે જીવીત હોત તો 98 વર્ષનાં થયા હોત. 8 સ્પટેમ્બર 2019માં તેમનું વૃદ્ધાવસ્થાને કારણે નિધન થઇ ગયુ હતું. આજે તેમનાં જન્મ દિવસે ચાલો તેમનાં વિશેની અજાણી વાતો અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ. (Former Minister of Law and Justice of India Ram Jethmalani) શું તમે જાણો છો માત્ર 13 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કરી લીધુ હતું રામ જેઠમલાનીએ..

 • Share this:
  દેશનાં સીનિયર અને મોંઘા વકીલમાંથી એક રામ જેઠમલાની (Ram Jethmalani Birthday)ઇન્દિરા ગાંધીથી લઇ સંસદ હુમલામાં સજા મેળવી ચુકેલાં અફઝલ ગુરુ સુધીનાં કેસની પેશી કોર્ટમાં કરી ચુક્યાં હતાં હવે તેઓ આપણી વચ્ચે નથી. આજે તેમનો જન્મ દિવસ છે. જો તેઓ આજે જીવીત હોત તો 98 વર્ષનાં થયા હોત. 8 સ્પટેમ્બર 2019માં તેમનું વૃદ્ધાવસ્થાને કારણે નિધન થઇ ગયુ હતું. આજે તેમનાં જન્મ દિવસે ચાલો તેમનાં વિશેની અજાણી વાતો અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ. (Former Minister of Law and Justice of India Ram Jethmalani) શું તમે જાણો છો માત્ર 13 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કરી લીધુ હતું રામ જેઠમલાનીએ..

  આ પણ વાંચો-Jioના 3 ધમાકેદાર પ્લાન, 11 મહિનાની વેલિડિટી, 504GB ડેટા સહિત મળશે અન્ય પણ ફાયદા

  કહેવાય છે કે, રામ જેઠમલાની સ્કલૂમાં બે વખત પોતાની પ્રતિભા દર્શાવી પ્રમોટ થઇ ચુક્યા છે આ કારણે જ તેઓ 13 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કરી લીધુ હતું. રામ જેઠમલાનીનાં પિતા અને દાદા બંને વકીલ હતાં. જોકે તેમનાં પિતા ઇચ્છતા હતાં કે તેઓ વકીલ ન બની એન્જિનિયર બને. તેથી તેમનું એડમિશન સાયન્સ સ્ટ્રીમમાં કરાવી દીધુ હતું. આ દરમિયાન સરકારે નિયમ બનાવ્યો હતો કે કોઇપણ વિદ્યાર્થી એક પરીક્ષા પાસ કરે તો તે લૉમાં એડમિશન લઇ શકે છે. પછી રામ જેઠમલાનીએ આ પરિક્ષા આપી અને લૉમાં એડમિશન લીધુ. તો રામ જેઠમલાનીએ આ પરિક્ષા આપી અને લોમાં એડમિશન લઇ લીધુ. ફક્ત 17 વર્ષની ઉંમરે તેમણે લૉનું ભણતર પૂર્ણ કરી દીધુ હતું.

  આ પણ વાંચો-મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ

  1959માં આવ્યો રામ જેઠમલાનીનાં કરિઅરમાં ટર્નિંગ પોઇન્ટ- વર્ષ 1959માં કેએમ નાણાવટી મામલાની વકિલાત કરતાં તેનાં જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. નાણાવટી નૌસેનાનાં અધિકારી હતાં. તેણે તેની પત્નીનાં પ્રેમીની હત્યા કરી દીધી હતી. ધીમે ધીમે આ કેસ લાઇમ લાઇટમાં આવવા લાગ્યો. તે સમયે ભારતમાં જ્યૂરી દ્વારા નિર્ણય લેવામાં આવતો હતો. જ્યૂરીએ નાણાવટીને હત્ય કેસમાં દોષમુક્ત કરી દીધો હતો. બાદમાં આ મામલો મહારાષ્ટ્ર હાઇકોર્ટનાં આદેશથી ફરી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં નાણાવટીએ તેનાં વિરોધમાં કેસ લડ્યો હતો. જે બાદ નાણાવટીને ન ફક્ત આજીવન કેદ થઇ હતી પણ ભારતમાંથી જ્યૂરીની વ્યવસ્થા જ સમાપ્ત થઇ ગઇ હતી.

  આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

  આ ખાસ વ્યક્તિઓનાં કેસ લડી ચુક્યા છે રામ જેઠમલાની-
  -એક સમય એવો આવ્યો જ્યારે રામ જેઠમલાનીને 'તસ્કરોનાં વકીલ' કહેવામાં આવતા હતાં. એમણે ઘણાં અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન, શેર બજાર ઘોટાળાનાં આરોપી હર્ષદ મેહતા અને કેતન પારેખ, જેસિકા લાલનાં હત્યારા મનુ શર્મા, રાજીવ ગાંધીનાં હત્યારા, ઇન્દિરા ગાંધીનાં હત્યારા, યૌન શોષણનાં આરોપી આસારામ બાપૂ, ગેરકાયદેસર ખનનનાં આરોપી યેદિયુરપ્પા અને આવકથી વધુ સંપત્તિ મામલે ફસાયેલી જયલલિતા સહિત તમામ લોકોનાં કેસની વકિલાત તેમણે કરી હતી.

  30 મે 2016માં આરજેડીનાં રાજ્યસભા માટે નોમિનેશન દાખલ કરતાં સમયે તેમણે તેમની ચલ સંપત્તિ 58 કરોડ, 82 લાખ જ્યારે 1.36 કરોડની અચળ સંપત્તિ જણાવી હતી. તેમની સંપત્તિમાં પાંચ લાખ રૂપિયાની એક રોલેક્સ ઘડિયાળ પણ હતી.

  આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

  વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
  Published by:Margi Pandya
  First published: