Home /News /national-international /

24 વર્ષ પહેલા વાગ્યો હતો પહેલો મોબાઈલ ફોન, શું થઈ હતી વાત?

24 વર્ષ પહેલા વાગ્યો હતો પહેલો મોબાઈલ ફોન, શું થઈ હતી વાત?

પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ જ્યોતિ બાસુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામ

આ પહેલો કોલ તે સમયે 16 રૂપિયા પ્રતિ મિનીટના દરના હિસાબે લાગ્યો હતો.

    દુનિયામાં આ સમયે મોબાઈલ ફોનના સૌથી મોટા બજારમાં ભારતનું નામ છે. તમામ કંપનીઓ તમામ પ્રકારના ફિચરવાળા ફોન લોન્ચ કરી રહી છે. એવામાં શું તમને યાદ છે કે, 24 વર્ષ પહેલા જ્યારે ભારતમાં મોબાઈલ ફોન કોલિંગ સેવા શરૂ થઈ, ત્યારે કઈ મોબાઈલ ફોન કંપનીના કારણે આ સંભવ થયું હતું? તે કોની કંપની હતી? ભારતમાં માત્ર બે અઢી દશક જુના આ ઈતિહાસને યાદ કરીએ.

    તમે મોબાઈલ ફોન પર વાતચીત કરતા જરા પણ વિચાર નથી કરતા કે, તમારૂ ખીસ્સુ કેટલું ઢીલુ થઈ રહ્યું છે. એટલા માટે કારણ કે, આટલા સસ્તા દરે મોબાઈલ ફોન કોલ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ છે. એકદમ ઓછા ભાવે ફોન પર વાત કરી રહ્યા છીએ, ઈન્ટરનેટનો ડેટા વાપરી રહ્યા છીએ, પરંતુ જ્યારે 24 વર્ષ પહેલા દેશમાં મોબાઈલ ફોન કોલિંગ સેવા શરૂ થઈ હતી, ત્યારે આવું ન હતું. તે સમયે મોટો ચાર્જ લાગતો હતો.

    31 જુલાઈ 1995. એજ તારીખ છે, જ્યારે દેશમાં મોબાઈલ ફોનથી પહેલો કોલ લગાવવામાં આવ્ચો હતો. વર્ષ 1995માં 31 જુલાઈએ કેન્દ્ર સરકારમાં તત્કાલીન મંત્રી સુખરામ અને પશ્ચિમ બંગાળના સીએમ જ્યોતિ બાસુ વચ્ચે પહેલો મોબાઈલ ફોન લગાવવામાં આવ્યો હતો, અને બંને લોકોએ વાત કરી હતી.

    આ દેશમાં સૌથી મોટી ક્રાંતિ છે
    દિલ્હી સ્થિત ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગથી તે સમયે સંચાર મંત્રી સુખરામે જ્યોતિ બાસુને પહેલો મોબાઈલ ફોન લગાવ્યો હતો. હિન્દૂ બિઝનેસ અનુસાર, તે સમયે પશ્ચિમ બંગાળના સીએમ બસુ કોલકાતા સ્થિત રાઈટર્સ ભવનમાં હતા. આ કોલ પર સુખરામે બસુને કહ્યું હતું કે, વાયરલેસ તકનીક પર આધારિત ટેલિફોનની પ્રણાલી દેશમાં સૌથી મોટી ક્રાંતિ સાબિત થવાની છે, અને બંને નેતાઓએ આ ઉપલબ્ધિને મહત્વપૂર્ણ માની હતી. આ પહેલો કોલ તે સમયે 16 રૂપિયા પ્રતિ મિનીટના દરના હિસાબે લાગ્યો હતો.



    કેવી રીતે સંભવ થઈ સંચાર ક્રાંતિ?
    ચાર વર્ષ પહેલા 2015માં ઉમંગ દાસે ઈકોનોમિક ટાઈમ્સ માટે લખેલા લેખમાં આ કહાની પુરી વિસ્તારથી બચાવવામાં આવી હતી કે કેવી રીતે આ સંચાર ક્રાંતિની શરૂઆત થઈ અને અંજામ સુધી પહોંચી. અસલમાં 1994માં જ્યોતિ બસુએ ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર કુમાર મોદીની સાથે મુલાકાતમાં કહ્યું કે, કલકતા તે શહેર છે, જ્યાં દેશમાં સૌથી પહેલા મોબાઈલ નેટવર્ક પહોંચે. ત્યારબાદ પ્રોજેક્ટ કાઉન્ટડાઉન શરૂ થયું. બી કે મોદી પોતાની પહેલી ટેલિકોમ કંપની ટેલસ્ટ્રા હેઠળ જીએસએમ નેટવર્ક માટે કામ શરૂ કરી ચુક્યા હતી.

    આ મુલાકાત બાદ બીકે મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયાના પાર્ટનર ટેલસ્ટ્રા સિવાય નોકિયાનો સંપર્ક કરી તકનીકની મદદ ભેગી કરી અને પછી નવ મહિના બાદ ભારતમાં સેલ્યુલર સેવાનું સપનું હકીકત બન્યું.

    NRI ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર કુમાર મોદી


    હવે બી કે મોદી વિશે જોઈએ, કેવી રીતે બની ગયા એનઆરઆઈ?
    ભારતના પ્રમુખ ઉદ્યોગપતિમાં ગણવામાં આવતા બીકે મોદીએ 70ના દશકમાં મોદી સ્ટીલ કંપની શરૂ કરી હતી. ત્યાર બાદ મોદી ઉદ્યોગ સમૂહનો વિસ્તાર થતો ગયો અને 90ના દશકમાં તે ટેલિકોમ સેક્ટર સાથે જોડાયા અને ભારતમાં સંચાર ક્રાંતિના પ્રમુખ સૂત્ર બન્યા. પહેલા મોબાઈલ ફોનના ઓપરેટર સમૂહના પ્રમુખ તરીકે તેમણે કહ્યું હતું કે, હું જે સમૂહનો સહભાગી છુ, તેના નેટવર્ક પર પહેલો મોબાઈલ કોલ લાગવાનો ઈતિહાસ રચાયો, આ મારૂ સૌભાગ્ય રહ્યું. હું જ્યારે પણ આ ઘટના વિશે વિચારૂ છુ તો હજુ પણ મને તે નામુમકીન જેવું લાગે છે. ત્યારબાદ બીકે મોદીએ કેટલાએ અન્ય સેક્ટરમાં પોતાનો બિઝનેસ વધાર્યો. સ્પાઈસ ડિઝિટલ અને મોદી સિટી જેવા પ્રોજેક્ટને ળઈ તે ઘણા ચર્ચિત રહ્યા અને પછી સિંગાપુર શિફ્ટ થઈ ગયા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Know about, Telecommunication, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन