જસ્ટિસ ખલીફુલ્લાહ: કોણ છે અયોધ્યા મામલે મધ્યસ્થતા કરનારા નિવૃત્ત જજ?

News18 Gujarati
Updated: March 8, 2019, 4:01 PM IST
જસ્ટિસ ખલીફુલ્લાહ: કોણ છે અયોધ્યા મામલે મધ્યસ્થતા કરનારા નિવૃત્ત જજ?
ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે શુક્રવારે જમીન વિવાદમાં મધ્યસ્થતા માટે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે.

  • Share this:
નવી દિલ્હી : 15મી માર્ચથી શરૂ કરીને આગામી આઠ અઠવાડિયા દરમિયાન ત્રણ સભ્યોની એક પેનલ દસકાઓ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનું 'કાયમી સમાધાન' લાવવા માટે કામ કરશે. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે શુક્રવારે જમીન વિવાદમાં મધ્યસ્થતા માટે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે. આ પેનલનું વડપણ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ફકીર મોહમદ ઇબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. અન્ય બે સભ્યોમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને મધ્યસ્થતા નિષ્ણાત શ્રીરામ પંચુનો સમાવેશ થાય છે.

કોણ છે જસ્ટિસ (રિટાયર્ડ) એફએમઆઈ ખલીફુલ્લાહ?

જસ્ટિસ ખલીફુલ્લાહ એપ્રિલ, 2012માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક પામ્યા હતા. પરંતુ જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં કામ કરતી વખતે જ તેમની મહત્તાના દર્શન થઈ ગયા હતા.

જસ્ટિસ ખલીફુલ્લાહે 20મી ઓગસ્ટ, 1975ના રોજ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો હતો અને વકીલની ડીગ્રી મેળવી હતી. બાદમાં તેમણે ટીએસ ગોપાલન એન્ડ કો નામની લો પેઢીમાં લેબર લોની પ્રેક્ટિસ શરૂ કરી હતી. બીજી માર્ચ, 2000ના રોજ તેમની નિમણૂક મદ્રાસ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી, 2011ના રોજ તેમની નિમણૂક જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. સપ્ટેમ્બર, 2011ના રોજ તેઓ જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. બાદમાં બીજી એપ્રિલ, 2012ના રોજ તેમનું પ્રમોશન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે થયું હતું.

આ પણ વાંચો : અયોધ્યા વિવાદ ઉકેલવા બની મધ્યસ્થતા પેનલ, આઠ સપ્તાહમાં આપશે પોતાનો રિપોર્ટસુપ્રીમ કોર્ટના બાર એસોસિએશન તરફથી યોજવામાં આવેલા વિદાય સમારંભમાં બીસીસીઆઈ વહિવટીતંત્રનો કેસ ઉકેલવા માટે જસ્ટીસ ખલીફુલ્લાહે આપેલા મહત્વના યોગદાનનો તત્કાલિન ચીફ જસ્ટિસે ઉલ્લેખ કર્યો હતો.

વિદાય સમારંભ વખતે તત્કાલિન ચીફ જસ્ટિસ ઠાકુરે જણાવ્યું હતુ કે, "બીસીસીઆઈના કેસ વખતે મને એવું લાગી રહ્યું હતું કે હું ભારતીય ક્રિકેટ ટીમના કોઈ પૂર્વ કેપ્ટન પાછળ બેઠો છું. આ કેસમાં ખલીફુલ્લાહે ખૂબ મદદ કરી હતી. બીસીસીઆઈ અને ક્રિકેટ વિશે તેઓ ખૂબ સ્પષ્ટ અને ઊંડી સમજ ધરાવે છે. આ કેસમાં મદદ માટે હું તેમનો હંમેશા આભારી રહીશ. આ દુનિયામાં કંઈ શાશ્વત નથી રહેતું પરંતુ હું માનું છું કે જસ્ટીસ કલીફુલ્લાહ સાથે વિતાવેલા થોડા દિવસો મારી યાદોમાં હંમેશા સંઘરાયેલા રહેશે."

આ પ્રસંગે ચીફ જસ્ટિસે એ વાતને પણ યાદ કરી હતી કે, જસ્ટિસ કલીફુલ્લાહે દરેક નાગરિકને ન્યાય મળે તે માટે આખા જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. જસ્ટીસ ખલીફુલ્લાહે પોતાના કાર્યકાળ દરમિયાન કેટલાક લેન્ડમાર્ક ચુકાદા આપ્યા હતા. જેમાં એક ચુકાદો વૈદિક એસ્ટ્રોલોજીને ભારતીય યુનિવર્સિટીઓમાં સાયન્સ સ્ટડી તરીકે દાખલ કરવાનો હતો. ચેન્નાઇ શહેર કોર્પોરેશન બાબતે તેમણે આપેલો ચુકાદો પણ ખૂબ જાણીતો છે. કલીફુલ્લાહ 22મી જુલાઇ, 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.
First published: March 8, 2019, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading