કમાન્ડો C-60 ફોર્સ, જે નક્સલ વિસ્તારમાં કલાકો ખાધા-પીધા વગર રહી શકે છે

News18 Gujarati
Updated: May 1, 2019, 3:55 PM IST
કમાન્ડો C-60 ફોર્સ, જે નક્સલ વિસ્તારમાં કલાકો ખાધા-પીધા વગર રહી શકે છે
પ્રતીકાત્મક તસવીર

ત્રણ દશક પહેલા આ ફોર્સના કમાન્ડો ભરતી કરવામાં આવ્યા હતા, જંગલના ખૂણે-ખૂણાના હોય છે માહેર

  • Share this:
ગઢચિરોલીમાં નક્સલીઓના હુમલામાં 16 જવાન શહીદ થયા છે. તેમાં મોટાભાગના ભારતની શ્રેષ્ઠ સી-60 ફોર્સ કમાન્ડો સાથે સંબંધ ધરાવે છે. તેઓ લાંબો સમય ખાધા-પીધા વગર રહી શકે છે. તેઓ એટલા જબદરસ્ત કમાન્ડો હોય છે કે નક્સલી પણ તેમનાથી ડરે છે. ગયા વર્ષે આ સમયગાળમાં જ ફાર્સની ઘણી ચર્ચા હતી. ત્યારે સી-60 કમાન્ડોએ ગઢચિરોલીમાં મોટા ઓપરેશનને અંજામ આપીને 39 નક્સલીઓને ઠાર માર્યા હતા.

આ એકમાત્ર એવી ફોર્સ છે જે જિલ્લા સ્તરે તૈયાર કરવામાં આવે છે. તે સામાન્ય રીતે જંગલના ખૂણે-ખૂણાની પરિચિત હોય છે. સામાન્ય રીતે આ ફોર્સમાં વિસ્તારના જનજાતીય લોકોને જ ભરતી કરવામાં આવે છે. સી-60 ફોર્સમાં મોટાભાગે ગઢચિરોલીના જ આદિવાસી યુવા સામેલ છે જેમને ત્યાંના જંગલો વિશે બધી જ જાણકારી છે.

ખાસ કમાન્ડોની ફોર્સ


સી-60 એક ખાસ પ્રકારની ફોર્સ છે. કહેવામાં આવે છે કે આ ફોર્સના કમાન્ડો જંગલ યુદ્ધ માટે પણ પ્રશિક્ષિત કરવામાં આવે છે. આ જવાન હૈદરાબાદના ગ્રે-હાઉન્ડ્સ, માનેસરના એનએસજી એન પૂર્વાંચલના આર્મીના જંગલ વોરફેર સ્કૂલથી ટ્રેનિંગ લઈને આવે છે.

સી60 ફોર્સના જવાન એવા કમાન્ડો હોય છે જંગલના મુશ્કેલથી મુશ્કેલ કામોને ખૂબ જ ચોકસાઇથી કરવામાં માહેર છે.
કેવા હોય છે હથિયાર

આ ફોર્સના કમાન્ડોના હથિયાર પણ પોલીસ ફોર્સથી ઘણા અલગ હોય છે.

આ પણ વાંચો, ગઢચિરોલી : નક્સલીઓએ પોલીસની ગાડીમાં કર્યો IED બ્લાસ્ટ, 16 જવાન શહીદ

કેવી રીતે બની કમાન્ડો સી-60 ફોર્સ

એવું વિચારવામાં આવ્યું કે જો વિસ્તારના લોકોને કમાન્ડો બનાવવામાં આવે તો વધુ ફાયદો મળશે. કારણ કે જનજાતિય લોકો જંગલની મુશ્કેલ સ્થિતિમાં જીવવા ટેવાયેલા હોય છે ઉપરાંત વધુ ફુર્તીવાળા અને મજબૂત હોય છે. જો તેમને થોડી ટ્રેનિંગ આપવામાં આવે તો તેઓ નક્સલીઓનો સામનો કરવાના મામલામાં જબરદસ્ત કમાન્ડો બની શકે છે.

હવે કેટલી છે સંખ્યા

આ યોજનાને ધ્યાનમાં લઈ સી-60 ફોર્સનો જન્મ થયો. 1990માં મહારાષ્ટ્રના ગઢચિરોલીની આસપાસના 60 કમાન્ડોની એક બેન્ચ બનાવવામાં આવી. આ કમાન્ડો ત્યાં જ મોટા થયા હતા તેથી ત્યાંની ભાષા અને સંસ્કૃતિ સારી રીતે સમજતા હત. જોકે, તેમની સંખ્યા હવે 100ની આસપાસ થઈ ગઈ છે પરંતુ હજુ પણ તેમને સી-60 તરીકે જ ઓળખવામાં આવે છે.

તસવીરોમાં જુઓ, કેટલો ભયાનક હતો ગઢચિરોલી નક્સલી હુમલો

કલાકો સુધી ખાધા-પીધા વગર રહેવું સામાન્ય વાત


સી-60ના કમાન્ડોને એવી ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે કે જંગલમાં ખાધા-પીધા કલાકો સુધી ચાલી શકે છે. સામાન્ય રીતે તેઓ પોતાની સાથે ખાવા-પીવાનું સાથે લઈને ચાલે છે. દરેક જવાન 15 કિલોનો ભાર લઈને ચાલે છે, જેમાં ખાવા, પીવાનું, ફર્સ્ટ એડ એન બાકી સામાન સામેલ હોય છે.
First published: May 1, 2019, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading