Home /News /national-international /

પેરિસ: નાઇટ પાર્ટી કરી રહેલા લોકો પર છરીથી હુમલો, એકનું મોત

પેરિસ: નાઇટ પાર્ટી કરી રહેલા લોકો પર છરીથી હુમલો, એકનું મોત

    ફ્રાન્સની રાજધાની પેરિસમાં, છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે એક શખ્સે છરી વડે હુમલો કર્યો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ છે અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ઇસ્લામિક સ્ટેટ (ISIS)એ આ હુમલાની જવાબદારી લીધી છે.

    હાજર રહેલા લોકોના જણાવ્યા મુજબ, હુમલાખોર 'અલ્લાઉ અકબર' કહેતા કહેતા લોકો પર છરી વડે હુમલો કરી રહ્યો હતો. હાલ પોલીસે આતંકવાદીઓ અને આ ઘટનામાં સામેલ લોકોની તપાસ શરૂ કરી છે.

    જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો તે જગ્યા ખાણીપીણી માટે ખુબ જ જાણીતી છે. અહીં રેસ્ટોરેન્ટ, પબ અને બાર મોડી રાત સુધી ખુલ્લા રહે છે. રાત્રી દરમ્યાન ખૂબ જ ચહલ-પહલ રહે છે

    રાષ્ટ્રપતિ પ્રમુખ ઇમેન્યુઅલ મૅક્રોને હુમલા બાદ ટ્વિટ કર્યું કે મેક્રોએ લખ્યું - એક વાર ફરી ફ્રાન્સમાં ખૂન થયું. અમે દુશ્મનોને નહીં છોડીએ."

    ગૃહપ્રધાન ગેરાર્ડ કોલોમ્બના જણાવ્યા અનુસાર ફ્રેન્ચ હુમલાખોરની હત્યા થઈ ગઇ છે. તેમણે જવાબી કાર્યવાહી માટે પોલીસ અધિકારીઓની પ્રશંસા કરી. હાલમાં હુમલાખોરની કોઇ ઓળખાણ થઇ નથી.

    નોંઘનીય છે કે ગયા વર્ષે માર્ચમાં ફ્રેન્ચના સુપરમાર્કેટ વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. 2015માં ફ્રાન્સમાં થયેલા હુમલા બાદ રાજધાની પેરિસ હાઇ અલર્ટ પર છે
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: આઇએસઆઇએસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन