ઉજ્જૈન : વિકાસ દુબેની બેગમાંથી મળ્યું ચાકૂ અને કપડાં, સ્ટેન્ડમાંથી મળ્યાં જૂતા

મંદિરના લૉકરમાંથી વિકાસની બેગ મળી આવી.

કાનપુર શૂટઆઉટના માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે, મધ્ય પ્રદેશ પોલીસ તેને યુપી પોલીસના હવાલે કરશે.

 • Share this:
  ઉજ્જૈન : ઉત્તર પ્રદેશનો મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર વિકાસ દુબે (History Sheeter Vikas Dubey)ની ઉજ્જૈનને મહાકાલ મંદિર (Mahakal Temple Ujjain) ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે મહાકાલ મંદિરના પાછળ લૉકરમાંથી વિકાસ દુબેની કાળી બેગ (Vikas Dubey Bag) કબજે લીધી છે. આ બેગમાંથી એક ચાકૂ, જૂતા અને કપડાં મળ્યાં છે. આ સાથે જ વિકાસ દુબેનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવશે. તેનો કોરોના રિપોર્ટ (Vikas Dubey Corona Report) પણ કરવામાં આવશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ પોલીસ (Madhya Pradesh Police)એ પણ તપાસ કરશે કે તે કેવી રીતે ઉજ્જૈન પહોંચ્યો અને તેને કોણે આશરો આપ્યો હતો?

  ઉત્તર પ્રદેશના મોસ્ટ વૉન્ટેડની ધરપકડ બાદ હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ધરપકડ બાદ મહાકાલ મંદિરની તલાશી લીધી હતી. તેના લોકર અને જૂતા સ્ટેન્ડની તપાસ કરવામાં આવી હતી. લૉકરમાં વિકાસે પોતાનો સામાન રાખ્યો હતો. પોલીસની સાથે ડૉગ સ્ક્વૉડ પણ તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન મંદિરના પાછળના ભાગમાં આવેલા લૉકરમાંથી વિકાસ દુબેની કાળા રંગની બેગ મળી હતી. તપાસ દરમિયાન બેગમાંથી એક ચાકૂ અને કપડાં મળ્યા હતા. જૂતા સ્ટેન્ડમાં વિકાસે પોતાના જૂતા રાખ્યા હતા, પોલીસે તેને પણ કબજે લીધા છે.

  દારૂના ધંધાર્થીના ઘરે રોકાયો હતો

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ દુબે ઉજ્જૈનમાં દારૂના વેપારીના ઘરે રોકાયો હતો. પોલીસે વિકાસ દુબેની મદદ કરવા બદલ ચાર લોકોની અટકાત કરી છે.  ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવશે

  મધ્ય પ્રદેશ પોલીસ પૂછપરછ બાદ વિકાસ દુબેને ઉત્તર પ્રદેશ પોલીસના હવાલે કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશ એસટીએફના અધિકારીઓ ચાર્ડર્ડ પ્લેનથી ઇન્દોર પહોંચશે. અહીંથી વિકાસ દુબેને સાથે લઈ જશે. વિકાસ દુબેને ઉજ્જૈનથી ઇન્દોર લઈ જવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: