જયપુરઃ આખા દેશમાં મકરસંક્રાંતિ (Makarsankrati) અને પતંગબાજીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. જ્યાં લોકો પોત પોતાની અગાસી ઉપર પતંગ ઉડાવવાનો આનંદ માણી રહ્યા છે. પરંતુ આનંદના આ તહેવાર વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં (Rajshtan) એક બાળકનું પતંગની દોરી લૂંટતા સમયે મોતને ભેટ્યો હતો.
પતંગ લૂંટવાની ચાહતમાં મોતને ભેટ્યો બાળક
મળતી માહિતી પ્રમાણે પતંગબાજી વચ્ચે મોતની આ ઘટના રાજસ્થાનના કોટામાં બની છે. અહીં એક માસૂમ બાળક ઘરથી લગભગ 300 ફૂટ દૂર રેલવે ટ્રેક ઉપર પતંગ લૂંટવા માટે દોડી રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો. આ ઉપરાંત જયપુરમાં ચાર લોકોને ચહેરા ઉપર પતંગની દારી વાગતી હતી. આ લોકો બાઈક ઉપર જઈ રહ્યા હતા. તેમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
કોઈનું માથું કપાયું તો કોઈનો હાથ
રાજસ્થાનના સિકર અને જયપુરમાં પગંતના કારણે દુર્ઘટનાઓ સામે આવી છે. સિકરમાં ચાઈનીઝ માંજાના કારણે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં કોઈનું માથું કપાયું હતું તો કોઈનો હાથ કપાયો હતો. એટલું જ નહીં કોટામાં અનેક પક્ષીઓ માંઝાની જાળમાં ફસાઈને જમીન ઉપર પટકાયા હતા.
આ પણ વાંચોઃ-
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીંયા પતંગ (Kite) લૂંટવા જતા બે સગાભાઈઓના મોત થયા (Death) હોવાની ઘટના સામે આવી છે,. વિરમગામના નૂરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઈઓને ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરન્ટ લાગતાઓ તેઓ બંને કાળનો કોળિયો બની ગયા છે.
આ પણ વાંચોઃ-
આ બનાની વિગતો એવી છે કે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા નૂરી સોસાયટીમાં જાવીદભાઈ મીરઝા પોતાના પરિવાર રહે છે. આ પરિવારમાં બે સંતાનો છે મહમ્મદ તુફેલ અને મુંજમીર તુફેલ છે. પિતા જાવીદ અલીના પુત્રો બુધવારે પતંગ ચગાવા માટે ધાબા પર ગયા હતા ત્યારે તેમને કાળ ભેટી ગયો હતો.
ઘરના ધાબાના બીજા માળની પાસેથી વીજતાર પસાર થતો હતો. દરમિયાન આ તાર નજીકથી પતંગ લૂંટવાની લ્હાયમાં મહંમદ તૂફેલ જાવીદભાઇ મીરઝા ઉ.વ -17 અને મુજંમીર જાવીદભાઇ મીરઝા ઉ.વ.-18 ને કરન્ટ લાગ્યો હતો. કરન્ટના કારણે બંને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજી ગયા હતા. નીચે ઘરમાં પરિવારના સભ્યોને જાણ થતા તેમની માથે આભ ફાટી ગયું હતું. (તસવીર એશિયાનેટ ન્યૂઝ)