કિસાન ક્રેડિટ કાર્ડ : મોદી સરકાર બજેટમાં ખેડૂતોને આપી શકે છે મોટી ભેટ

પ્રતિકાત્મક તસવીર

ખેડૂતોને વ્યાજખોરોની જાળમાંથી છોડાવા માટે સરકાર બજેટમાં આ ભેટ આપી શકે છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોને આપ્યું હતું વચન

 • Share this:
   ઓમ પ્રકાશ 

  જૂલાઈમાં પ્રસ્તુત થનારા કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. મોદી સરકાર એવી જાહેરાત કરી શકે છે જેનાથી ખેડૂતોને કરજથી રાહત મળી શકે છે. મોદી સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત રૂ. એક લાખનું દેવું વગર વ્યાજે આપી શકે છે. ભાજપે લોકસભાની ચૂંટણી દરમિયાન ખેડૂોને વાયદો કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ કિસાન ક્રેડિટ કાર્ડનો ઉલ્લેખ હતો. ભાજપે કહ્યું હતું કે સત્તામાં પરત ફરશે તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપશે.

  ઉલ્લેખનીય છે કે સરકાર હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેતી માટે રૂ. 3 લાખની લોન આપે છે. આ લોન યોગ્ય સમયે ચુકવવામાં આવે તો 4 ટકા વ્યાજે મળે છે.  ખેડૂતોની સૌથી વધુ મોત દેવું ન ચુકવી શકવાની સ્થિતીમાં થઈ રહી છે. સંસદમાં એનએસએસઓના માધ્યમથી રજૂ કરવામાં આવેલા અહેવાલમાં ઉલ્લેખ હતો કે દેશના ખેડૂતો પર એવરેજ રૂ. 47 હજારનું દેવું છે. જ્યારે ખેડૂતો પર એવરેજ રૂ. 12130 રૂનું દેવું સાહુકારોનું છે.

  આ પણ વાંચો :  બજેટ સ્પેશિયલઃ શું આ વખતે ઇનકમ ટેક્સમાં મળશે રાહત ?

  રાજ્ય મુજબ ખેડૂતો પર દેવું


  એનએસએસઓ મુજબ સૌથી વધુ દેવું આંધ્રપ્રદેશના ખેડૂતો પર છે. આંધ્રપ્રદેશના ખેડૂતો પર રૂ. 61032 રૂપિયાનું દેવું છે. જ્યારે તેલંગાણાના ખેડૂતો પર 56362 રૂ. એવેરેજ દેવું છે. રાજસ્થાનના ખેડૂતો પર એવરેજ 30921 રૂપિયાનું દેવું છે.

  કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાષ ચૌધરીનું કહેવું છે કે ભાજપના સંકલ્પ પત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત રૂ. એક લાખનું વગર વ્યાજનું દેવું શામેલ છે. અમે આ વચન કોઈ પણ ભોગે પુરૂ કરીશું.  અમે ખેડૂતો માટે એટલું કરીશું કે તેમની આવક ડબલ થઈ જાય. હવે બજેટની વાત બજેટમાં જ જાણી શકાશે. ભાજપના પ્રવક્તા રાજીવ જેટલીના મતે ભાજપ ખેડૂતો માટે સૌથી વધુ સંવેદનશીલ રાજકીટ પક્ષ છે, ભાજપ ખેડૂતોને આપેલું દરેક વચન પાળશે.
  Published by:Jay Mishra
  First published: