અલવર : કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહેલા હનુમાન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ એનડીએ (NDA)સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી બેનીવાલે શનિવારે આપી હતી. ઉલ્લેખનીય છે કે હનુમાન બેનીવાલ સતત નવા કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોના સમર્થન માટે જયપુરથી દિલ્હી કૂચ પણ કરી ચૂક્યા છે.
નાગોરથી સાંસદ બેનીવાલે કહ્યું કે અમે કોઈ એવા દળ કે વ્યક્તિની સાથે નથી જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. અલવરમાં ખેડૂતોને સંબોધિત કરતા બેનીવાલે કહ્યું કે કૃષિ કાનૂન ખેડૂતોનો હક છીનવાનો પ્રયત્ન છે અને અમે તેમનો સાથ ક્યારેય આપીશું નહીં. જોકે બેનીવાલે આ સાથે સ્પષ્ટ કર્યું છે કે એનડીએ છોડ્યા પછી કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરવા જઈ રહ્યા નથી.
આ પણ વાંચો - કિસાન યૂનિયનોની બેઠક ખતમ, 29 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે તૈયાર
છબડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ સિંઘવીએ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના એનડીએ છોડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીના મુખીયા અને નાગોર સાંસદ હનુમાન બેનીવાલ શરૂઆતથી જ ગઠબંધન ધર્મનું પાલન કરી રહ્યા ન હતા. તે ભાજપાના પ્રદેશ નેતૃત્વની ચેતાવણી છતા રાજસ્થાનમાં પાર્ટીના સર્વમાન્ય નેતા વસુંધરા રાજે વિરુદ્ધ સતત નિવેદન કરતા હતા. તેમણે પંચાયતની અને સ્થાનીય ચૂંટણીમાં પણ ભાજપા સામે ઉમેદવાર ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં એનડીએમાં રહેવાનું કોઈ કારણ ન હતું.
આ પહેલા હનુમાન બેનીવાલે કહ્યું હતું કે દેશના અન્નદાતા કડકડતી ઠંડીમાં રસ્તા પર બેઠા છે. આવામાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ બિલોને પાછા લેવાની જરૂર છે.
Published by:Ashish Goyal
First published:December 26, 2020, 22:13 pm