કૃષિ કાનૂનોને હાલ પૂરતા સ્થગિત રાખવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો

કૃષિ કાનૂનોને હાલ પૂરતા સ્થગિત રાખવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો

ખેડૂતોનું કહેવું છે કે ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને પૂરી રીતે રદ કરવા અને બધા માટે બધી ફસલો પર લાભદાયક એમએસપી માટે એક કાનૂન બનાવવાની વાત પર યથાવત્ છીએ

 • Share this:
  નવી દિલ્હી : ત્રણ નવા કૃષિ કાનૂનો (Farm Laws)પર ગતિરોધ દૂર કરવા માટે બુધવારે મોદી સરકાર દ્વારા થોડી નરમી બતાવતા કાનૂનોને દોઢ વર્ષ સુધી સ્થગિત રાખવાના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધો છે. સરકારે 10માં રાઉન્ડની વાતચીતમાં રાખેલા પ્રસ્તાવો પર ચર્ચા માટે સંયુક્ત કિસાન મોરચાની ગુરુવારે બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે થનારી 11માં રાઉન્ડની વાર્તા પહેલા આ નિર્ણય ઘણો મહત્વનો છે.

  ખેડૂતોનું કહેવું છે કે ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને પૂરી રીતે રદ કરવા અને બધા માટે બધી ફસલો પર લાભદાયક એમએસપી માટે એક કાનૂન બનાવવાની વાત પર યથાવત્ છીએ. આ કિસાન આંદોલનની મુખ્ય માંગ છે અને તે તેના પર અડગ છીએ.

  આ પણ વાંચો - પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની થઇ જાહેરાત, આ નેતાઓની થઈ બાદબાકી

  સંયુક્ત કિસાન મોરચા તરફથી કિસાન નેતા દર્શપાલ સિંહે નિવેદન જાહેર કરીને કહ્યું કે મોરચા આ આંદોલનમાં અત્યાર સુધી શહીદ થયેલા 147 ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. જન આંદોલનને લડતા-લડતા આ સાથી આપણને છોડી ગયા છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે જણાવ્યું કે પોલીસ પ્રશાસન સાથે થયેલી બેઠકમાં પોલીસે અમને દિલ્હીમાં પ્રવેશ ન કરવાની વાત કહી છે. કિસાનોએ દિલ્હીના રિંગ રોડ પર પરેડ કરવાની વાત દ્રઢતાથી રાખી છે.

  તેમનું કહેવું છે કે અમારું આંદોલન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. હવે આ દેશવ્યાપી બની ગયું છે. કર્ણાટકમાં અનેક સ્થળો પર વાહન રેલીઓના માધ્યમથી કિસાન ગણતંત્ર માટે એકજુટ થઈ રહ્યા છે. કેરલમાં ઘણા સ્થળોએ કિસાન ટ્રેક્ટર માર્ચ નીકળી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: