રવિવારે રાજસ્થાનથી શરૂ થશે ટ્રેક્ટર માર્ચ, ખેડૂતો દિલ્હી-જયપુર હાઇવે જામ કરશે

રવિવારે રાજસ્થાનથી શરૂ થશે ટ્રેક્ટર માર્ચ, ખેડૂતો દિલ્હી-જયપુર હાઇવે જામ કરશે
રવિવારે રાજસ્થાનથી શરૂ થશે ટ્રેક્ટર માર્ચ, ખેડૂતો દિલ્હી-જયપુર હાઇવે જામ કરશે

સૂત્રોના હવાલથી ખબર છે કે કેન્દ્ર સરકાર કેટલાક ખેડૂત નેતાઓના સંપર્કમાં છે અને 15 ડિસેમ્બરે આગામી રાઉન્ડની વાતચીત થઈ શકે છે

 • Share this:
  નવી દિલ્હી : કૃષિ કાનૂન રદ (Farm Laws)કરાવવાની માંગણીને લઈને વિરોધ કરી રહેલા કિસાન સંગઠનોએ એ વાતથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તે ફક્ત થોડાક નેતાઓ સાથે જ મોદી સરકાર આગામી રાઉન્ડમાં વાત કરશે. કિસાન સંગઠનોએ કહ્યું છે કે સરકાર સાથે વાત થશે તો આખા પ્રતિનિધિમંડળ સાથે થશે, નહીંતર નહીં થાય.

  સૂત્રોના હવાલથી ખબર છે કે કેન્દ્ર સરકાર કેટલાક ખેડૂત નેતાઓના સંપર્કમાં છે અને 15 ડિસેમ્બરે આગામી રાઉન્ડની વાતચીત થઈ શકે છે. કેટલાક ખેડૂત સંગઠનોએ સરકારથી આમંત્રણ મળવાની વાતચીતનો સંકેત પણ આપ્યો છે.  બીજી તરફ સંયુક્ત કિસાન આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નુએ કહ્યું કે હજારો ખેડૂતો કાલે સવારે 11 વાગ્યે રાજસ્થાનના શાહજહાંપુરથી ટ્રેક્ટર માર્ચ શરૂ કરશે અને જયપુર-દિલ્હી મુખ્ય માર્ગને બ્લોક કરશે. અમારા દેશવ્યાપી આહ્વવાન પછી હરિયાણાના બધા ટોલ પ્લાઝા આજથી મફત છે.

  સરકાર અને કિસાનોના પ્રતિનિધિઓ વચ્ચે વાર્તામાં સામેલ રહેલા ભારતી કિસાન યૂનિયન એકતા દકૌંદાના મહાસચિવ જગમોહન સિંહે ન્યૂઝ 18 (ડિજિટલ) સાથે વાતચીતમાં કહ્યું કે કિસાન આંદોલનની પ્રથમ પ્રાથમિકતા છે કે સરકાર અમારા પ્રપોઝલ પર વાતચીત કરે અને સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત કિસાન આંદોલનના બધા પ્રતિનિધિઓ સાથે તેમની વાતચીત થાય. થોડાક નેતાઓ સાથે નહીં. સરકાર થોડાક નેતાઓ સાથે વાતચીત કરવા માંગે છે તો અમને બતાવે. અમે કેટલાક ખેડૂત નેતાઓને સરકાર સાથે વાતચીત કરવા માટે અધિકૃત કરી શકીએ છીએ.

  આ પણ વાંચો - ચીનને છોડીને ભારતમાં ડિસ્પ્લે યૂનિટ લગાવશે Samsung, 4825 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

  કિર્તી કિસાન યૂનિયનના ઉપાધ્યક્ષ રાજિંદર સિંહે પણ કહ્યું કે જો સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માંગે છે તો તેણે પ્રતિનિધિમંડળમાં સામેલ બધા લોકો સાથે વાત કરવી પડશે, ફક્ત થોડાક નેતાઓ સાથે નહીં. રવિવારે થનાર મિટિંગમાં સરકાર તરફથી આપવામાં આવેલ આગામી રાઉન્ડના વાતચીતના નિમંત્રણ પર ચર્ચા થશે. જો સરકાર નવો પ્રસ્તાવ આપશે તો જ આગળની વાતચીત થશે.
  Published by:Ashish Goyal
  First published:December 12, 2020, 17:43 pm