નવી દિલ્હી : મોદી સરકારના કૃષિ કાનૂનો (New Agriculture Law) સામે કિસાન આંદોલનનો (Kisan Andolan)આજે 35મો દિવસ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વાતચીત વિજ્ઞાન ભવનમાં થઈ રહી છે. સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ મંત્રી પીયુષ ગોયલ ઉપસ્થિત છે. લંચ બ્રેકમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પીયુષ ગોયલ ખેડૂતો સાથે લંગરનું જમ્યા છે. કિસાન નેતાઓએ બેઠકમાં પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો અને તેમના પરિવાર માટે ન્યાય અને સહાયની માંગણી કરી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યું કે આજે વાતચીતમાં પરિણામ આવે તેવી આશા છે. MSP સહિત બધા મુદ્દા પર ખુલ્લા મનથી વાત કરવામાં આવશે. આશા છે કે ખેડૂત આજે આંદોલન ખતમ કરી દેશે.
આ પણ વાંચો - મોટા બિઝનેસને વિલન બનાવવા બરાબર નથી, તેને રોકવાનો આ યોગ્ય સમય છે
ખેડૂતો પોતાની માંગણી પર અડગ છે અને તેમનું કહેવું છે કે કેન્દ્રએ નવા કૃષિ કાનૂનોને પાછા લેવા પડશે. જ્યારે સરકાર કહી ચૂકી છે કે કાનૂન પાછા લેવા શક્ય નથી. મંગળવારે કિસાન સંગઠનોએ સરકારને પત્ર લખીને વાતચીતનું આમંત્રણ સ્વીકાર કરવાની ઔચચારિક જાણકારી આપી હતી.
Published by:Ashish Goyal
First published:December 30, 2020, 15:16 pm