Kisan Andolan: ખેડૂતોએ ફરી સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યુ- કૃષિ કાયદા પરત ખેંચવામાં આવે

Kisan Andolan: ખેડૂતોએ ફરી સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યુ- કૃષિ કાયદા પરત ખેંચવામાં આવે
ખેડૂતોએ ફરી સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો.

Kisan Andolan 51 Day Updates: શુક્રવારે કિસાન યૂનિયન અને સરકાર વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, આ બેઠકમાં કિસાન સંગઠનોએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.

  • Share this:
    નવી દિલ્હી: કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી કરી રહેલા ખેડૂતો (Farmers protest) અને સરકાર વચ્ચે આજે ફરી એકવાર બેઠક થઈ હતી. જોકે, આ બેઠકમાં કિસાન સંગઠનોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કિસાન સંગઠનોની માંગ છે કે ત્રણેય કાયદાને પરત લેવામાં આવે. બીજી તરફ શિખ ફૉર જસ્ટિસ સંગઠને તરફથી ચીફ જસ્ટિસ બોબડે (Chief justice bobde)ને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં અપીલ કરવામાં આવી છે કે 26મી જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢવાથી રોકવામાં ન આવે.

    ખેડૂતો સાથે આજે સરકારની નવમી બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ભારત સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલા સમિતિ જ્યારે સરકારને બોલાવશે ત્યારે અમે અમારો પક્ષ સમિતિ સમક્ષ રાખીશું. આજે ખેડૂતો સાથે અમારા વાતચીત ચાલુ છે.



    આ પણ વાંચો: સેના દિવસ પર સેનાધ્યક્ષ નરવણેનો ચીનને સંદેશ- અમારા ધૈર્યની પરીક્ષા ન લો

    સુપ્રીમ કોર્ટ મનાઈ કરશે તો રેલી નહીં કાઢીએ : રાકેશ ટિકૈત

    કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માંગ સાથે દિલ્હીની સરહદોને ઘેરીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો 26મી જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલી કાઢવાના છે. જોકે, આ દરમિયાન કિસાન નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ કહેશે તો તેઓ રેલી નહીં કાઢે. ટિકૈતે સરકાર સાથે યોજાનાર નવમી બેઠક પહેલા આ નિવેદન આપ્યું હતું. ટ્રેક્ટર રેલી સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ મનાઈ ફરમાવશે તો ખેડૂતો ટ્રેક્ટર રેલી નહીં કાઢે.

    IMFએ કરી કૃષિ કાયદાની પ્રશંસા

    ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (International Monetary Fund) ભારતના ત્રણ નવા કૃષિ કાયદાની પ્રશંસા કરી છે. IMFએ કહ્યુ છે કે આ કાયદો કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે ખૂબ મહત્ત્વની પગલું છે. IMFની પ્રવક્તા ગૈરી રાઇસ તરફથી આ વાત કરવામાં આવી છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે આ કાયદાની અસર જે લોકોને પડશે તેમને સામાજિક સુરક્ષા આપવાની જરૂર છે.

    ભારતમાં ખેડૂત આંદોલન વિશે રાઇસને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે ભારતમાં કૃષિ સુધારા માટે કાયદો મહત્ત્વપૂર્ણ પગલું છે. જેનાથી ખેડૂતો સીધા જ વેપારી સાથે કરાર કરી શકશે. આનાથી વચેટિયાની ભૂમિકા સમાપ્ત થઈ જશે. આ સાથે જ આનાથી ગામડાઓના વિકાસમાં મદદ મળશે. જોકે, એ જરૂરી છે કે એવા લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે, જેમના પર કાયદાની અસર પડશે."
    Published by:Vinod Zankhaliya
    First published:January 15, 2021, 14:06 pm