ખેડૂત આંદોલન : ભારત બંધના સમર્થનમાં 15થી વધારે વિપક્ષી દળો, કોંગ્રેસે કહ્યું - પ્રદર્શન પણ કરીશું

ખેડૂત આંદોલન : ભારત બંધના સમર્થનમાં 15થી વધારે વિપક્ષી દળો, કોંગ્રેસે કહ્યું - પ્રદર્શન પણ કરીશું
ખેડૂત આંદોલન : ભારત બંધના સમર્થનમાં 15થી વધારે વિપક્ષી દળો, કોંગ્રેસે કહ્યું - પ્રદર્શન પણ કરીશું

પોતાની માંગણીને લઈને દિલ્હીની બોર્ડર પર રહેલા ખેડૂતોએ આગામી 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્લાન કર્યું છે

 • Share this:
  નવી દિલ્હી : પોતાની માંગણીને લઈને દિલ્હીની બોર્ડર પર રહેલા ખેડૂતોએ આગામી 8 ડિસેમ્બરે ભારત બંધનું (Bharat Band)આહ્લાન કર્યું છે. ખાસ વાત એ છે કે સરકાર સામે થઈ રહેલા પ્રદર્શનોમાં ખેડૂતોને 18 વિપક્ષી દળોનો પણ સાથ મળ્યો છે.

  8 ડિસેમ્બરે આખા દેશમાં થનાર હડતાળમાં કોંગ્રેસ સહિત 18 મોટા વિપક્ષી દળોએ ખેડૂતોને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. રવિવારે કાશ્મીરમાં તૈયાર થયેલા ગુપકાર ગઠબંધન (ગુપકાર ગઠબંધનમાં 7 પાર્ટીઓ સામેલ છે), વામ દળો, આરએસપી, ડીએમકે, આરજેડી, તૃણમૂલ કોંગ્રેસ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં આવી છે. બીજી તરફ સરકારના મંત્રીઓ વચ્ચે બેઠકનો રાઉન્ડ ચાલી રહ્યો છે. સિંધૂ સરહદ પર કિસાન સંગઠન પણ આંદોલનને લઈને ચર્ચા કરી રહ્યા છે. આ સિવાય VCK, MMK, IJK, KNMNK, MDMK, IUML પાર્ટીઓએ પણ ખેડૂતોને સાથ આપવાનો નિર્ણય કર્યો છે.  આ પણ વાંચો - બોક્સર વિજેન્દર સિંહની જાહેરાત, જો સરકારે કૃષિ કાયદા પાછા ના લીધા તો પરત કરશે ખેલ રત્ન એવોર્ડ

  કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે અમારા બધા જિલ્લા અને પ્રદેશ હેડક્વાર્ટર્સ આ બંધનો સાથ આપશે. પ્રદર્શનો દ્વારા એ સુનિશ્ચિત કરશે કે બંધ સફળ રહે. તેલંગાણામાં સત્તામાં રહેલી પાર્ટી ટીઆરએસના મુખ્યમંત્રી કેસીઆરે કહ્યું છે કે પાર્ટી બંધમાં પુરી રીતે સામેલ થશે અને તેની સફળતા સુનિશ્ચિત કરશે.

  એનસીપી અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar)કિસાન આંદોલન પર કહ્યું કે જો જલ્દી સમાધાન ના થયું તો દેશભરના કિસાન પંજાબ-હરિયાણાના કિસાનો સાથે આંદોલનમાં સામેલ થઈ જશે. શરદ પવારે કહ્યું કે દેશની ખેતી અને અન્ન ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવે તો સૌથી વધારે યોગદાન હરિયાણા અને પંજાબના ખેડૂતોનું છે. વિશેષ રૂપથી ઘઉં અને ચોખાની ખેતીથી દુનિયાના 17-18 દેશોને અન્ન પહોંચાડવાનું કામ આ ખેડૂતોએ કર્યું છે. જો પંજાબ અને હરિયાણાના ખેડૂતો રસ્તા પર આવી રહ્યા છે તો તેને ઘણી ગંભીરતાથી લેવી જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:December 06, 2020, 21:55 pm