Home /News /national-international /સીએમ કેજરીવાલે સદનમાં કૃષિ કાનૂનની કોપી ફાડી, કહ્યું- વોટિંગ વગર પાસ થયું બિલ

સીએમ કેજરીવાલે સદનમાં કૃષિ કાનૂનની કોપી ફાડી, કહ્યું- વોટિંગ વગર પાસ થયું બિલ

સીએમ કેજરીવાલે સદનમાં કૃષિ કાનૂનની કોપી ફાડી, કહ્યું- વોટિંગ વગર પાસ થયું બિલ

સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws)પર ચર્ચા દરમિયાન જબરજસ્ત હંગામો થયો

  નવી દિલ્હી : ભાજપા (BJP)શાસિત નગરનિગમોમાં (MCD) 2400 કરોડ રૂપિયાના કથિત અનિયમિતતાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું હતું, સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws)પર ચર્ચા દરમિયાન જબરજસ્ત હંગામો થયો હતો. ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મુખ્યમંત્રી કેજરીવાલે (Arvind Kejriwal)કૃષિ કાયદાની કોપી સદનમાં ફાડી હતી. કેજરીવાલે કહ્યું કે ફાર્મ લોને કોરોના મહામારી દરમિયાન સંસદમાં પારિત કરવાની શું ઉતાવળ હતી? કેન્દ્ર પર આરોપ લગાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે એવું પ્રથમ વખત થયું છે કે રાજ્યસભામાં મતદાન વગર 3 કાનૂન પાસ કરવામાં આવ્યા છે. કેજરીવાલે કેન્દ્રને અપીલ કરી છે કે અંગ્રેજોથી ખરાબ ના બનો.

  વિધાનસભા સત્ર દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું કે દરેક ખેડૂત ભગતસિંહ બની ગયા છે. સરકાર કહી રહી છે કે તે ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે અને ફાર્મ બિલોના લાભને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. યૂપીના સીએમે ખેડતોને કહ્યું કે આ બિલોથી લાભ થશે કારણ કે તેમની જમીન લેવામાં આવશે નહીં. શું આ ફક્ત લાભ ઉઠાવવા માટે છે?  આ પણ વાંચો - કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું - કમલનાથ સરકારને પાડવામાં મોદી જી નો હતો મહત્વનો રોલ

  વિધાનસભામાં હંગામો

  સદનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા હતા. કૃષિ કાનૂનોને લઈને સદનમાં ચર્ચા દરમિયાન સત્તા પક્ષના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલે ત્રણેય કૃષિ કાનૂનોની કોપી ફાડતા કહ્યું કે આ કાનૂન ખેડૂત વિરોધી છે. હું આ કાળા કાનૂનોનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરું છું.
  " isDesktop="true" id="1055958" >

  તમને જણાવી દઈએ કે કૃષિ કાનૂનોને લઈને આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં છે. એક દિવસ સીએમ સહિત પાર્ટીના ઘણા નેતાઓએ ઉપવાસ રાખ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Cm arvind kejriwal, Farm laws, અરવિંદ કેજરીવાલ, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन