Home /News /national-international /સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠકમાં કોઇ ઉકેલ ના આવ્યો, 15 જાન્યુઆરીએ ફરી થશે વાતચીત

સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠકમાં કોઇ ઉકેલ ના આવ્યો, 15 જાન્યુઆરીએ ફરી થશે વાતચીત

સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠકમાં કોઇ ઉકેલ ના આવ્યો, 15 જાન્યુઆરીએ ફરી થશે વાતચીત

મિટિંગ દરમિયાન ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે કાનૂન પરત નહીં લે ત્યાં સુધી આંદોલન ખતમ થશે નહીં

નવી દિલ્હી : નવા કૃષિ કાનૂનોના (New Farm Laws) વિરોધ વચ્ચે ખેડૂતો અને સરકાર વચ્ચે શુક્રવારે આઠમી વખત વાતચીત થઈ હતી. છેલ્લી મુલાકાતોની જેમ આ ચર્ચામાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આ બેઠકને લઈને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra Singh Tomar) ઉકેલ આવવાની આશા વ્યક્ત કરી હતી. હવે સરકાર અને ખેડૂતો વચ્ચે 15 જાન્યુઆરીએ ફરી વાતચીત થશે.

વિજ્ઞાન ભવનમાં આયોજીત આ બેઠકમાં 40 ખેડૂત સંગઠનો સિવાય કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પીયુષ ગોયલ (Piyush Goyal)અને સોમ પ્રકાશ (Som Prakash)હાજર હતા. ખાસ વાત એ છે કે આ પહેલા સરકાર અને ખેડૂતો વચ્ચે સાત વખત વાતચીત થઈ છે પણ કોઈ પરિણામ આવ્યું નથી. જોકે 30 ડિસેમ્બરે થયેલી વાતચીતમાં પરાલી સળગાવવા પર અને વિદ્યુત સબસિડીને લઈને બંને પક્ષો વચ્ચે સહમતી બની હતી.

આ પણ વાંચો - ચીનના ડોક્ટરનો ખુલાસો, ચીની વેક્સીનથી 73 સાઇડ ઇફેક્ટ, દુનિયામાં સૌથી વધારે અસુરક્ષિત

સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં વાતચીત વધારે થઈ ન હતી અને આગામી તારીખ સુપ્રીમ કોર્ટમાં 11 જાન્યુઆરીએ થનારી સુનાવણીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. સરકારી સૂત્રોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા અન્ય મુદ્દા સિવાય ત્રણ કાનૂનોની વૈધતા ઉપર પણ વિચાર કરી શકે છે.
" isDesktop="true" id="1062388" >

આ મિટિંગ દરમિયાન એક ખેડૂતના હાથમા ચિઠ્ઠી હતી. જેના પર લખ્યું હતું કે ‘હમ યા તો મરેંગે યા જીતેંગે’.મિટિંગ દરમિયાન ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે કાનૂન પરત નહીં લે ત્યાં સુધી આંદોલન ખતમ થશે નહીં.
First published:

Tags: Narendra Singh Tomar, New farm laws, PIyush Goyal, ખેડૂતો, સરકાર