Home /News /national-international /

Farmers Protest: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - સરકાર કિસાનોની માંગણી પર વિચાર માટે તૈયાર

Farmers Protest: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - સરકાર કિસાનોની માંગણી પર વિચાર માટે તૈયાર

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું - સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જેથી તેમના મુદ્દાને ઉકેલી શકાય

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું - સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જેથી તેમના મુદ્દાને ઉકેલી શકાય

  નવી દિલ્હી : કૃષિ કાનૂન (New Agriculture Law 2020) સામે પ્રદર્શન કરી (Farmers Protest) રહેલા કિસોનાને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે. કિસાનો દિલ્હીના બુરાડીમાં નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી ચલો વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ગાજિયાબાદ-દિલ્હી બોર્ડર પર કિસાનો પહોંચી ગયા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું પ્રદર્શનકારી કિસાનોને અપીલ કરું છું કે ભારત સરકાર વાતચીત માટે તૈયાર છે. કૃષિ મંત્રીએ તેમને 3 ડિસેમ્બરે ચર્ચા માટે આમંત્રિત કર્યા છે. કિસાનોની દરેક સમસ્યા અને માંગણી પર સરકાર વિચાર કરવા માટે તૈયાર છે. અમિત શાહે કહ્યું કે જો કિસાન 3 ડિસેમ્બર પહેલા ચર્ચા કરવા માંગે છે તો હું તમને બધાને આશ્વસ્ત કરવા માંગું છું કે જેવા તમે પોતાનો વિરોધ નિર્દિષ્ઠ સ્થાન પર સ્થાનાંતરિત કરશો. અમારી સરકાર બીજા દિવસે તમારી ચિંતાઓને દૂર કરવા માટે વાર્તા આયોજીત કરશે.

  બીજી તરફ એક કિસાને કહ્યું કે અમે એમએસપી પર ગેરન્ટી ઇચ્છીએ છીએ. અમે અન્ય કિસાન સમૂહો સાથે આના પર ચર્ચા કરીશું અને આ પછી આગળની રણનિતી પર ચર્ચા કરીશું.

  બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં કિસાનોના વિરોધ પ્રદર્શન યથાવત્ છે. એક પ્રદર્શનકારી કિસાને કહ્યું કે અમે સરકાર પર વિશ્વાસ કરતા નથી. પહેલા પણ ચર્ચાઓ થઈ હતી પણ તેમાં કોઈ સમાધાન થઈ શક્યું ન હતું. અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ કાનૂનોને પાછા લે. ભારતીય કિસાન યૂનિયન પંજાબના મહાસચિવ હરિંદર સિંહ સિંધુએ બોર્ડર પર કિસાનોની બેઠક ખતમ થયા પછી કહ્યું કે એ નક્કી થયું છે કે અમે પોતાનો વિરોધ યથાવત્ રાખીશું અને અહીંથી ક્યાંય જઈશું નહીં. અમે રોજ સવારે 11 કલાકે મળીને પોતાની રણનિતી પર ચર્ચા કરીશું.

  આ પણ વાંચો - ગુજરાતમાં બનશે કોરોના વેક્સીનને રાખવા માટે બોક્સ, PM મોદીએ લક્ઝમબર્ગનો પ્રસ્તાવ સ્વીકાર્યો

  આ દરમિયાન દિલ્હી માર્ચ કરી રહેલા કિસોનોને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra singh Tomar)કિસાન આંદોલન ખતમ કરવાની અપીલ કરી છે. તોમરે આંદોલનકારી કિસાનોને 3 ડિસેમ્બરે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે.

  કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જેથી તેમના મુદ્દાને ઉકેલી શકાય. અમે વાતચીત માટે આમંત્રિત કર્યા છે. મને આશા છે કે તે બેઠકમાં આવશે. હું રાજનીતિક દળોને કિસાનોના નામ પર રાજનીતિ નહીં કરવાનો આગ્રહ કરું છું.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Farmers Protest, Narendra Singh Tomar, Singhu border, ખેડૂતો, દિલ્હી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन