સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક ખતમ, 9 ડિસેમ્બરે થશે ફરી વાતચીત

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક ખતમ, 9 ડિસેમ્બરે થશે ફરી વાતચીત

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું - એમએસપી યથાવત્ રહેશે. કોઈને તેમાં શંકા કરવાની જરૂર નથી

 • Share this:
  નવી દિલ્હી : વિજ્ઞાન ભવનમાં ચાલી રહેલી સરકાર અને કિસાન નેતાઓ (Farmer Protest)વચ્ચે ચાલી રહેલી પાંચમાં રાઉન્ડની વાર્તા ખતમ થઈ ગઈ છે. શનિવારે થયેલી બેઠક દરમિયાન અચાનક કિસાન નેતાઓએ મૌન ધારણ કરી લીધું હતું. બેઠક પછી કિસાન નેતાઓનું કહ્યું હતું કે તેમને હા અથવા ના માં જવાબ જોઈએ. ન્યૂઝ એજન્સી ANIના મતે બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી 9 ડિસેમ્બરે બધા હિતધારકોની વિનંતી પર કિસાન નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરીથી વાતચીત થશે.

  બેઠક ખતમ થયા પછી વિજ્ઞાન ભવનમાંથી નીકળેલા કિસાન નેતાઓએ કહ્યું કે તે અમને 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે અંદરોઅંદર એકબીજા સાથે ચર્ચા કરીશું જે પછી તે જ દિવસે તેમની સાથે બેઠક થશે.

  આ પણ વાંચો -  મોટો ખુલાસો : ઇંગ્લેન્ડમાં નસ્લવાદનો શિકાર થયો હતો પૂજારા, એક ક્રિકેટર તંગ આવીને આત્મહત્યા કરવા માંગતો હતો

  બીજી તરફ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra Singh Tomar)કિસાનોને અપીલ કરી છે કે તમે સીનિયર સિટીઝન અને બાળકોને ઘરે પરત ફરવા માટે કહો. ખેડૂતો સાથે સારા માહોલમાં વાતચીત થઈ છે. એમએસપી યથાવત્ રહેશે. કોઈને તેમાં શંકા કરવાની જરૂર નથી. એમએસપી મુદ્દે કોઈના મનમાં કોઈ શંકા છે તો અમે તેને દૂર કરવા માટે તૈયાર છીએ. નરેન્દ્ર મોદી સરકાર હંમેશા કિસાનો સાથે છે. પ્રધાનમંત્રી ખેડૂતોની સમૃદ્ધિ અને વિકાસ ઇચ્છે છે.

  બેઠક પછી ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર એક ડ્રાફ્ટ તૈયાર કરશે અને અમને આપશે. તે રાજ્યો પાસેથી પણ સલાહ લેશે. MSP ઉપર પણ ચર્ચા થઈ પણ અમે કહ્યું કે કાનૂનોને પણ અપનાવવા જોઈએ અને તેના રોલ વિશે પણ વાત કરવી જોઈએ. ભારત બંધ 8 ડિસેમ્બરે જાહેરાત પ્રમાણે રહેશે.
  Published by:Ashish Goyal
  First published: