હકાલપટ્ટી કરાશે તો અપક્ષ તરીકે ચૂંટણી લડીશ, જેટલીને કરીશ આમંત્રિતઃ કીર્તિ આઝાદ

પટણા# બીજેપી સસ્પેન્ડેડ સાંસદ કીર્તિ આઝાદે ડીડીસીએ મુદ્દાને લઇને પાર્ટી પાસેથી પોતાના સસ્પેન્શનનો વિરોધ કરતા પોતાની વાત મુક્વા માટે વડાપ્રધાન મોદી પાસે સમય માંગ્યો છે અને સાથે જ કહ્યું છે કે, જો બીજેપી તેઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરશે તો, દરભંગા સીટ ખાલી થવાની સ્થિતિમા તેઓ એજ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ભાગ્ય અજમાવશે અને અરૂણ જેટલીને ચૂંટણી લડવા માટે આમંત્રિત કરશે.

  • IBN7
  • Last Updated :
  • Share this:

કીર્તિએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, તેઓને હાલ પણ સમજમાં નથી આવતું કે, ક્રિકેટથી જોડાયેલી સંસ્થા ડીડીસીએ માં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાને લઇને તેમની પાર્ટીએ તેઓને સસ્પેન્ડ કેમ કર્યા, જ્યારે આ મામલામાં બીજેપીને કોઇ લેવા દેવા નથી.

સંસદના શિયાળુ સત્ર દરમિયાન ડીડીસીએ મુદ્દાને ઉઠાવવાને લઇને અને પોતાના સસ્પેન્શન બાદ પ્રથમ વાર દરભંગા પહોંચેલા કીર્તિ આઝાદે કહ્યું કે, તેઓને જે નોટિસ આપવામાં આવી હતી, જેનો જવાબ તેઓએ દસ કલાકની અંદર આપી દીધો હતો અને તેમાં મારા દ્વારા ક્યારેય પણ પાર્ટીના અનુશાસન તોડવાને લઇને કોઇ ઠોસ વાત કરવામાં આવી ન હતી.

તેઓએ કહ્યું કે, પોતાની ખૂબ લગન અને મહેનતથી દરભંગા સંસદીય વિસ્તારને બીજેપી માટે સહેલી અને સુરક્ષિત સીટ બનાવી છે અને જો બીજેપી તેમને અંતિમ રૂપથી પાર્ટી માંથી સસ્પેન્ડ કરે છે તો, તે આ સીટને ખાલી થવાની સ્થિતિમાં આજ સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે અને પોતાનું ભાગ્ય આજમાવશે સાથે જ અરૂણ જેટલીને ચૂંટણી લડવા માટે આમંત્રિત કરશે.

દરભંગા સંસદીય સીટ પરથી ત્રણ વાર વિજેયી રહેલા કીર્તિ આઝાદે પીએમ નરેન્દ્ર મોદીને એક વાર ફરી વિનંતી કરી છે કે, તેઓને આ સમગ્ર મામલાને સ્પષ્ટ કરવા માટે એક અવસર આપે. તેઓએ પોતાના કોંગ્રેસના સાથે સંપર્ક હોવાનો તથા તેમાં શામેલ થવાની ચર્ચા અને અટકળોનું ખંડન કરતા કહ્યું છે કે, તેઓએ આવું સ્વપ્ન માં પણ વિચાર્યું નથી. આ બીજેપીના અંદરના અમુક નેતાઓ દ્વારા ફેલાવવામાં આવેલી અફવાહ છે.
First published: