કેન્દ્રિય મંત્રીનો ભાજપને પડકાર, હું પણ ગૌમાંસ ખાવ છું, કોણ અટકાવશે મને !

કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજૂએ કેન્દ્રિય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના ગૌમાંસ ખાવા મુદ્દે આપેલા નિવેદનનો તીખો જવાબ આપ્યો છે. રિજિજૂએ કહ્યું કે, પૂર્વાત્તર રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો ગૌમાંસ ખાય છે, એવામાં એમની ઉપર કોઇ નિયમ થોપી બેસાડવો ખોટુ કહેવાય. વધુમાં તેમણે પડકાર ફેંકતાં કહ્યું કે, હું પણ ગૌમાંસ ખાવ છું, શું કોઇ મને અટકાવી શકશે?

કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજૂએ કેન્દ્રિય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના ગૌમાંસ ખાવા મુદ્દે આપેલા નિવેદનનો તીખો જવાબ આપ્યો છે. રિજિજૂએ કહ્યું કે, પૂર્વાત્તર રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો ગૌમાંસ ખાય છે, એવામાં એમની ઉપર કોઇ નિયમ થોપી બેસાડવો ખોટુ કહેવાય. વધુમાં તેમણે પડકાર ફેંકતાં કહ્યું કે, હું પણ ગૌમાંસ ખાવ છું, શું કોઇ મને અટકાવી શકશે?

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજૂએ કેન્દ્રિય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના ગૌમાંસ ખાવા મુદ્દે આપેલા નિવેદનનો તીખો જવાબ આપ્યો છે. રિજિજૂએ કહ્યું કે, પૂર્વાત્તર રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો ગૌમાંસ ખાય છે, એવામાં એમની ઉપર કોઇ નિયમ થોપી બેસાડવો ખોટુ કહેવાય. વધુમાં તેમણે પડકાર ફેંકતાં કહ્યું કે, હું પણ ગૌમાંસ ખાવ છું, શું કોઇ મને અટકાવી શકશે?

કેન્દ્રિય મંત્રી રિજિજૂએ કહ્યું કે, હિન્દુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ગૌમાંસ ખાવા પર પ્રતિબંધ લગાવી શકાય. આ માટે ત્યાં પ્રતિબંધનો કાયદો બનાવી શકાય પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં આને ઠોકી બેસાડી શકાય નહી. અહીં મોટી સંખ્યામાં લોકો ગૌમાંસ ખાય છે.

તેમણે કહ્યું કે, મારા સાથી મિત્રનું આ અંગેનું નિવેદન યોગ્ય નથી. જો કોઇ મિજો ખ્રિસ્તી એમ કહે કે એની ધરતી જીસસની છે તો પંજાબ કે હરિયાણામાં લોકોને શું કામ વિરોધ હોય, આપણે દરેક ક્ષેત્રના લોકોની ભાવનાનું સન્માન કરવું જોઇએ.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી છે. જો ત્યાંની સરકાર આ માટે કાયદો બનાવે તો બનાવી શકે. પરંતુ અમારા વિસ્તારમાં જ્યાં અમે મોટી સંખ્યામાં છીએ ત્યાં અમારી માન્યતાઓના હિસાબે કાયદો બનવો જોઇએ.

આપણો દેશ જાતિ, સમુદાય અને ધાર્મિક વિવિધતાઓનો દેશ છે. આપણે એકબીજાની ભાવનાઓ અને પરંપરાઓનું સન્માન કરવું જોઇએ. પરંતુ જો કોઇ તમારી માન્યતાઓ, વિશ્વાસ અને પરંપરાઓ થોપી બેસાડવા માટે નિવેદન કરે તો એ યોગ્ય નથી.

અહીં નોંધનિય છે કે, મુખ્તાર અબ્બાસ નકવીએ કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે, કેટલાક લોકો ગૌમાંસ ખાવા માટે તડપી રહ્યા છે તો એમને અહીં ખાવા નહી મળે. તે પાકિસ્તાન કે અન્ય કોઇ અરબ દેશમાં જઇ ખાઇ શકે છે જ્યાં ગૌમાંસ મળે છે.
First published: