Home /News /national-international /

વ્યંઢળોને યુપીમાં મળશે ઓળખ, પ્રયાગરાજમાં ID કાર્ડ બનાવવાનું શરૂ

વ્યંઢળોને યુપીમાં મળશે ઓળખ, પ્રયાગરાજમાં ID કાર્ડ બનાવવાનું શરૂ

પ્રયાગરાજમાં વ્યંઢળોના ઓળખ કાર્ડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું

ઉત્તરપ્રદેશમાં વ્યંઢળોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમના ઓળખ કાર્ડ બનાવવામાં આવશે. પ્રયાગરાજમાં વ્યંઢળોના ઓળખ કાર્ડ બનાવવાનું કામ શરૂ.

    પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશમાં વ્યંઢળોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમના ઓળખ કાર્ડ બનાવવામાં આવશે. પ્રયાગરાજમાં વ્યંઢળોના ઓળખ કાર્ડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઓળખ કાર્ડ ડીએમ દ્વારા જારી કરવામાં આવશે. અત્યાર સુધીમાં પ્રયાગરાજમાં 3 વ્યંઢળોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. કિન્નર કલ્યાણ બોર્ડના સભ્ય કૌશલ્યા નંદગીરી ટીના માએ માહિતી આપી કે, આ ઓળખ કાર્ડ બન્યા બાદ વ્યંઢળોને તમામ સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે.

    પ્રયાગરાજ સર્કિટ હાઉસ ખાતે કિન્નર કલ્યાણ બોર્ડની બેઠક બાદ જણાવ્યું કે, તેમની બેઠકમાં શિક્ષણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ સહિત અનેક વિભાગોના અધિકારીઓ હાજર હતા. જેમાં તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વ્યંઢળ સમાજમાં જાગૃતિ લાવવા માટે શિક્ષણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ માટે વ્યંઢળોને શિક્ષિત કરવા જરૂરી છે. તેમણે કહ્યું કે, વ્યંઢળ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે. આ સાથે દરેક હોસ્પિટલમાં વ્યંઢળો માટે 5 બેડનો અલગ વોર્ડ પણ બનાવવામાં આવશે. તેની શરૂઆત પ્રયાગરાજની મોતીલાલ નેહરુ સરકારી મેડિકલ કોલેજની એસઆરએન હોસ્પિટલથી થઈ છે.

    આ પણ વાંચો: કાવડિયા DJના તાલે મગ્ન બન્યા, 11 હજાર કિલોવોટના વીજળીના તારને અડતાં મોટી દુર્ઘટના

    કિન્નર કલ્યાણ બોર્ડના સભ્ય કૌશલ્યા નંદગીરી ટીના માના જણાવ્યા અનુસાર, વ્યંઢળોની સમસ્યાઓ સાંભળવા માટે પોલીસ સ્ટેશનોમાં એક અલગ સેલ બનાવવામાં આવશે. આ સાથે જાહેર સ્થળોએ શૌચાલયોમાં મહિલાઓ અને પુરૂષો સાથે થર્ડ જેન્ડર માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં વ્યંઢળોની ગણતરી કરવામાં આવશે અને તેની વિગતો તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે જેથી કરીને વ્યંઢળોના કલ્યાણ માટે યોજનાઓ લાવી શકાય અને તેનો અમલ પણ યોગ્ય રીતે થઈ શકે.

    ઉલ્લેખનીય છે કે, વ્યંઢળ સમાજની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને યોગી સરકારે રાજ્યમાં વ્યંઢળ કલ્યાણ બોર્ડની રચના કરી છે. જે હેઠળ કિન્નર કલ્યાણ બોર્ડના સભ્યો દરેક જિલ્લામાં જઈને બેઠકો કરી રહ્યા છે. આ બેઠકોમાં વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર હોય છે, જેનાથી વિભાગીય અધિકારીઓને વ્યંઢળોની સમસ્યાઓ અંગે પગલાં લેવા માટે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarati news, Latest News, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन