Home /News /national-international /

BTS: કિમ તાએહ્યુંગની રૂ. 11,000ની મ્યુટ બોસ્ટન બેગની eBay પર 9.5 લાખ રૂપિયાની બોલી લાગતા ચાહકો નારાજ

BTS: કિમ તાએહ્યુંગની રૂ. 11,000ની મ્યુટ બોસ્ટન બેગની eBay પર 9.5 લાખ રૂપિયાની બોલી લાગતા ચાહકો નારાજ

અમેરિકાની એક વ્યક્તિએ $225થી બેગની બીડ શરૂ કરી હતી અને બેગને લગભગ 80 બીડ મળી હતી

Kim Taehyung - ચાહકોને eBay પર ખૂબ ઊંચા ભાવે આ બેગનું વેચાણ થતું જોઈ આંચકો લાગ્યો

BTSના ગાયક V ઉર્ફે કિમ તાએહ્યુંગ (Kim Taehyung)એ તાજેતરમાં BTS કલેક્શન મર્ચેન્ડાઇઝ (collection merchandise by BTS)ના ભાગરૂપે મ્યુટ બોસ્ટન બેગ (Mute Boston Bag) લોન્ચ કરી હતી હતી. આ બેગ ગત અઠવાડિયે 11 જાન્યુઆરીએ બજારમાં મુકવામાં આવી હતી. અમેરિકામાં આ બેગની કિંમત $168 (આશરે રૂ.12,422) અને અન્ય સ્થળોએ $153.28 (આશરે રૂ. 11,334) રખાઈ હતી. છતાં આ બેગ મિનિટોમાં વેચાઈ ગઈ હતી.

આ બેગનો સ્ટોક પૂરો થઈ જવાની વાત નવી ન હતી. BTSના ચાહકોની ઘેલછા જોઈ આ બેગ ટૂંક સમયમાં જ આઉટ ઓફ સ્ટોક થઈ જશે તે નક્કી હતું. જોકે, ચાહકોને eBay પર ખૂબ ઊંચા ભાવે આ બેગનું વેચાણ થતું જોઈ આંચકો લાગ્યો હતો.

અમેરિકાની એક વ્યક્તિએ $225થી બેગની બીડ શરૂ કરી હતી અને બેગને લગભગ 80 બીડ મળી હતી. લોકો 12,900 ડોલર (આશરે 9,53,832 રૂપિયા) જેટલી ધરખમ રકમ ચૂકવીને પણ આ બેગ ખરીદવા તૈયાર હતા. જોકે, પ્રકારની અવાસ્તવિક બીડના કારણે ચાહકો ગુસ્સે થયા હતા. ઘણા લોકોએ આ બીડને રિપોર્ટ કર્યું હતું. જેથી બેગ વેચાણ ઉતારી લેવામાં આવ્યું હતું પરંતુ કેટલાક ચાહકોએ જોયું કે બેગની કિંમત 13,000 ડોલરને વટાવી ગઈ હતી!

આ પણ વાંચો - Mahindra ની આ ગાડીઓ પર મળી રહ્યું છે 81 હજાર રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ, ઓફર ફક્ત 31 સુધી વેલિડ

ટ્વિટર પર ઘણા ચાહકોએ આ પ્રકારની બિડિંગને બકવાસ ગણાવી હતી. આ સાથે અન્ય ચાહકોને જાણ કરી હતી કે eBay પર BTSના ઉત્પાદનો ખરીદવાની વાતને સમર્થન નથી.

છેલ્લા સમાચાર મુજબ બેગ માટેની તે બીડ $2000 (Rs 1,47,812)ની આસપાસ હતી


આ બાબતે એક ચાહકે લખ્યું કે, મ્યુટ બોસ્ટન બેગની eBay અને ફેસબુક બંને પર નિલામી થઈ થઈ છે. આ વાત સારી નથી. વધુ એક ચાહકે ટ્વિટ કર્યું કે, મહેરબાની કરીને eBay પરથી અથવા ખૂબ ઊંચી કિંમતે વેંચતા અન્ય કોઈ રિસેલર પાસેથી બોસ્ટન વી બેગ ના ખરીદો. આવી રીતે તમે તાએહ્યુંગનું સમર્થન કરી શકો નહીં.

અન્ય એક ચાહકે લખ્યું કે, જે કોઈ eBay પર વી મ્યુટ બોસ્ટન બેગને રિસેલ કરે છે તેઓ લાલચુ છે. જો તમને eBay પર BTSની પ્રોડક્ટનું કોઈ રિસેલ જોવા મળે તો, તેનો રિપોર્ટ કરો! પોલિસી મુજબ eBay પ્લેટફોર્મ પર લાઇસન્સ ધરાવતા રિટેલર ન હોય તેવા લોકો પોતાના કબજામાં નહોય તેવી વસ્તુઓ વેચી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, અત્યારે તો બેગ માટેની તે બીડ સાઈટ પર જોવા મળતી નથી. પણ ચાહકોએ સાઈટ પર અન્ય બીડ જોઈ છે. છેલ્લા સમાચાર મુજબ બેગ માટેની તે બીડ $2000 (Rs 1,47,812)ની આસપાસ હતી.
First published:

Tags: Collection, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર