નોર્થ કોરિયાએ બનાવી સૌથી મોટી ન્યૂક્લિયર મિસાઇલ, થોડીક જ ક્ષણોમાં ન્યૂયોર્કને કરી શકે છે નષ્ટ

News18 Gujarati
Updated: October 14, 2020, 2:04 PM IST
નોર્થ કોરિયાએ બનાવી સૌથી મોટી ન્યૂક્લિયર મિસાઇલ, થોડીક જ ક્ષણોમાં ન્યૂયોર્કને કરી શકે છે નષ્ટ
કિમ જોંગ ઉનની આ મિસાઇલને તોડી પાડવી મુશ્કેલ, અમેરિકા માટે આ કારણે ખતરો વધી ગયો

કિમ જોંગ ઉનની આ મિસાઇલને તોડી પાડવી મુશ્કેલ, અમેરિકા માટે આ કારણે ખતરો વધી ગયો

  • Share this:
(સંદીપ કુમાર)

ઉત્તર કોરિયા (North Korea)ના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન (Kim Jong Un) હાલમાં જ થયેલી મિલિટ્રી પરેડમાં પોતાના દેશના લોકોને જાહેરમાં માફી માંગીને રડી પડ્યા. આ દુર્લભ ઘટનાએ દુનિયાભરનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું, જેના કારણે કિમ જોંગ ફરી ચર્ચામાં છે. પરંતુ સાથોસાથ ચર્ચાનો વિષય બીજો પણ છે, જેની પર દુનિયાભરની નજર પહેલીવાર પડી છે અને તે છે નોર્થ કોરિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી Hwasong-16 intercontinental ballistic missile. આ મિસાઇલ દુનિયાની સૌથી મોટી બૈલિસ્ટિક મિસાઇલ કહેવામાં આવી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે તે દુનિયાની સૌથી મોટી મોબાઇલ પરમાણુ મિસાઇલ છે, જે થોડીક ક્ષણોમાં કોઈ પણ મોટા અમેરિકાના શહેરનો સફાયો કરી શકે છે અને લાખો લોકો થોડીક જ સેકન્ડોમાં મોતને ઘાટ ઉતરી શકે છે.

આ મિસાઇલ પૂરા ન્યૂયોર્કને નષ્ટ કરી શકવા સક્ષમ

NUKEMAP અનુસાર, જો કિમ જોંગ ઉને તેના દ્વારા ન્યૂયોર્ક શહેરને નિશાન બનાવ્યું તો 6.4 મિલિયનથી વધુ લોકો માર્યા જશે કે ઘાયલ થશે. બીજી તરફ હુમલા પછીના સપ્તાહોમાં વિકિરણ બીમારીથી અસંખ્ય લોકો તેના ગંભીર રીતે શિકાર બનશે.

આ મિસાઇલને તોડી પાડવી મુશ્કેલવિશેષજ્ઞોનું માનવું છે કે આ મોનસ્ટર ICBMની ભાળ મેળવવી અને તેને નષ્ટ કરવી મુશ્કેલ હશે. ત્યાં સુધી કે આ મિસાઇલ પ્રતિરોધ સુરક્ષાને નિષ્ફળ કરવા માટે ડિકૉય ફાયર કરવામાં સક્ષમ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દુનિયામાં ક્યાંય પણ સૌથી મોટી રોડ-મોબાઇલ, તરળ ઇંધણ મિસાઇલ છે.

આ પણ વાંચો, એન્ટી રેડિએશન સ્વદેશી મિસાઇલ રૂદ્રમનું સફળ પરીક્ષણ, DRDO ચીફ કહ્યું- વાયુસેના હવે વધુ સશક્ત થશે

રાજધાની પ્યોંગયાંગમાં સત્તારૂઢ વર્કર્સ પાર્ટીના 75મા સ્થાપના દિવસે કિમ જોંગ ઉનની સામે Hwasong-16 ballistic missileની પરેડ થઈ એટલે કે એને પ્રદર્શિત કરવામાં આવી, જેને 11 એક્સલની સાથે સમાન રૂપથી વિશાળ પ્રક્ષેપણ યાન પર લઈ જવામાં આવી.

અમેરિકા માટે ખતરો વધી ગયો - વિશેષજ્ઞ

ઓપન ન્યૂક્લિયર નેટવર્કના વિશ્લેષક શૂ તિયાનરામ કહે છે કે આ મિસાઇલ ડીપીઆરકેની અગાઉની આઇસીબીએમથી મોટી હતી. આ પરિયોજના અમેરિકા માટે ખતરના સ્તરને અનેકગણી વધારી દેશે.

નોર્થ કોરિયાના વિશ્લેષકો અનુસાર, આ હથિયાર પહેલાની મિસાઇલોની તુલનામાં બહુ મોટી હતી, જેમાં Hwasong-15 સામેલ હતી, જેને માનવામાં આવતી હતી કે તે અમેરીકાના વેસ્ટ કોસ્ટ સુધી પહોંચવામાં સક્ષમ હતી. તેમનું ત્યાં સુધી કહેવું છે કે નવી મિસાઇલને દુનિયાની સૌથી મોટી મિસાઇલ આઈસીબએમ તરીકે રજૂ કરવામાં આવી છે.

તે અમેરિકાની પેસમેકરની તુલનામાં પાંચ મીટર મોટી છે

હથિયારના આકારની વાત કરીએ તો તે 26 મીટર ઊંચી છે, જે રશિયાની સતન મિસાઇલ બાદ બીજા સ્થાન પર છે અને અમેરીકાની પેસમેકરની તુલનામાં પાંચ મીટર મોટી છે.

એવું માનવામાં આવે છે કે આ અનેક વારહેડ લઈ જવામાં સક્ષમ છે અને અનુમાન છે કે તે 2,000 મેગાટનથી વધુનું દબાણ ઊભું કરી શકે છે જે કોઈ પણ શહેરને થોડીક જ સેકન્ડમાં નષ્ટ કરી શકે છે.

આ પણ જુઓ, Viral Video: હાઇવે પર ડ્રાઇવર વગર દોડી રહી હતી કાર, લોકોએ પૂછ્યા આવા સવાલ

સોવિયત મિસાઇલોની તુલનામાં વધુ સક્ષમ છે નોર્થ કોરિયાની નવી મિસાઇલ
આંતરરાષ્ટ્રીય અધ્યયન સંસ્થાનમાં પરમાણુ અપ્રસાર અને પરમાણુ નીતિના નિદેશક માઇકલ એલેમૈનનું અનુમાન છે કે, આ નવી મોટી મિસાઇલ સંભવિત રૂપથી 2,000-3,500 કિલોગ્રામ વજન સહિત અમેરિકન ક્ષેત્રના કોઈ પણ બિંદુ સુધી પહોંચી શકે છે, જે તેને સોવિયત મિસાઇલોની તુલનામાં વધુ સક્ષમ બનાવે છે.
Published by: Mrunal Bhojak
First published: October 14, 2020, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading