Home /News /national-international /રિસર્ચ: કેરળ તો માત્ર નમૂનો છે, અગામી સમયમાં ભારતની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે

રિસર્ચ: કેરળ તો માત્ર નમૂનો છે, અગામી સમયમાં ભારતની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે

કેરળમાં સદીના સૌથી ભયંકર પૂરે રાજ્યને અસ્ત વ્યસ્ત કરી દીધુ છે. આ કહેરમાં 13 લાખ લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે, અને તે રાહત કેમ્પમાં જવા મજબૂર થયા છે. જોકે, હવામાન વૈજ્ઞાનિકોએ આ હોનારતની પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો ગ્લોબલ વોર્મિંગને રોકવામાં ન આવ્યું તો, હજુ વધારે ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, કેરળમાં છેલ્લા એક અઠવાડીયામાં સામાન્યથી બે ઘણો વધારે વરસાદ વરસ્યો છે.

ઈન્ડીયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજીના હવામાન વૈજ્ઞાનિક રોક્સી મૈત્યુ કોલનું કહેવું છે કે, કેરળ જેવા પૂર માટે બદલાતા જળવાયુને દોષ આપવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, અમારૂ રિસર્ચ બતાવે છે કે, 1950થી 2017 વચ્ચે વ્યાપક સ્તર પર જબરદસ્ત વરસાદ થયો છે, જેના ચાલતા પૂર આવ્યું છે.

ગત વર્ષે વિજ્ઞાન પત્રિકા નેચર કમ્યુનિકેશનમાં છપાયું હતું કે, પાછળના 68 વર્ષમાં મોનસુન દરમ્યાન ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં 69 હજાર લોકો મરી ગયા હતા, અને 1.70 કરોડ લોકો બેઘર થયા હતા.

કેરળમાં 10 ઓગષ્ટ સુધી રાજ્યના તમામ બંધ પાણીની છલકાઈ ગયા છે. આ કારણસર ડેમના ગેટ ખોલવા પડ્યા. આમાં ઈડુક્કી ગેટના દરવાજા 26 વર્ષ બાદ પહેલી વખત ખોલવામાં આવ્યા હતા. કોલે સમજાવ્યું કે, અરબ સાગર અને તેની આસપાસના વિસ્તારમાં ઝડપી વધી રહેલી ગરમીના કારણે મોનસૂની હવાઓમાં ત્રણ ચાર દિવસ માટે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. આ દરમ્યાન અરબ સાગરની નમી પાણીના રૂપમાં જમીન પર વરસે છે.

મોનસૂન વિશેષજ્ઞ એલેના સુરોવ્યાત્કિનાએ જણાવ્યું કે, પાછળના 10 વર્ષમાં જળવાયું પરિવર્તનના કારણે જમીન પર ગરમી વધી છે, જેથી મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસાની સિઝનામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં ધરતીના એવરેજ તાપમાનમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ સાઉથ એશિયા હોટસ્પોટમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભારતનું વાર્ષિક એવરેજ તાપમાન દોઢ થી ત્રણ ડીગ્રી સુધી વધી શકે છે.

આ રિપોર્ટ અનુસાર, જો આ મુદ્દે યોગ્ય પગલા ભરવામાં ન આવ્યા તો, વરસાદના અસામાન્ય ફેરફાર અને વધતા જતા તાપમાનના કારણે ભારતના જીડીપીને 2.8 પ્રતિશત નુકશાન થશે અને 2050 સુધીમાં દેશની અડધી આબાદી પર ખરાબ અસર પડશે. ભારત માટે માત્ર પૂર જ સમસ્યા નથી. દેશની જનસંખ્યાને વૈશ્વિક તાપમાનનો દંડ ભોગવવો પડશે. આ મુદ્દે જાણકારોનું કહેવું છે કે, ભારતમાં ગરમીના સમયે વધારે ગરમી હશે અને ચોમાસામાં વધારે વરસાદ પડશે.

જોકે, રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જો કાર્બન ઉત્સર્જન પર કાબુ મેળવવામાં ન આવ્યો તો, ગરમી અને નમીના ચાલતા ઉત્તર-પૂર્વ ભારતનો કેટલોક ભાગ આ શતાબ્ધિના અંત સુધીમાં રહેવા લાયક નહી રહે. જ્યારે સમુદ્ર કિનારાના શહેર સમુદ્રના ધી રહેલા સ્તરની ચપેટમાં આવી જશે.
First published:

Tags: Climate change, Kerala Floods, Killer