Home /News /national-international /પહેલાં બે બાળકો અને પત્નીની હત્યા કરી, પછી ગળે ફાંસો ખાઇ લીધો, આ કારણે હસતો-રમતો આખો પરિવાર ખતમ થયો

પહેલાં બે બાળકો અને પત્નીની હત્યા કરી, પછી ગળે ફાંસો ખાઇ લીધો, આ કારણે હસતો-રમતો આખો પરિવાર ખતમ થયો

મૃતકનું નામ અમિત યાદવ છે. પહેલાં તેણે પોતાની પત્ની ટીના યાદવ અને ત્રણ વર્ષની પુત્રી અને દોઢ વર્ષના પુત્રની ઝેર આપીને હત્યા કરી અને પછી પોતાને ફાંસી લગાવી દીધી હતી

Crime News - એક દિવસ પહેલા જ તેઓ ઉજ્જૈન મહાકાલ મંદિરના દર્શન કરવા અને શાહી સવારીમાં સામેલ થવા ગયા હતા

ઇન્દોર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)ઈન્દોરમાં એક યુવકે પહેલાં ઝેર આપીને પરિવારના સભ્યોની હત્યા કરી અને પછી પોતે ગળે ફાંસો (suicide)લગાવી લીધો હતો. મૃતકનું નામ અમિત યાદવ છે. પહેલાં તેણે પોતાની પત્ની ટીના યાદવ અને ત્રણ વર્ષની પુત્રી અને દોઢ વર્ષના પુત્રની ઝેર આપીને હત્યા કરી અને પછી પોતાને ફાંસી લગાવી દીધી હતી. એક જ પરિવારના ચાર લોકોના મોતથી ચકચાર મચી ગઈ હતી. યુવકે સુસાઇડ નોટમાં દેવાથી પરેશાન હોવાનું જણાવ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભગીરથપુરા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતો અમિત યાદવે દેવાથી કંટાળીને પોતાની પત્ની અને બાળકોને ઝેર આપીને મારી નાખ્યા અને પછી પોતે પણ ફાંસી પર લટકી ગયો હતો.

જ્યારે મધ્ય પ્રદેશના સાગરના રહેવાસી અમિત યાદવે મંગળવારે સવારે તેના પરિવારના સભ્યોનો ફોન ઉપાડ્યો નહીં તો તેમણે ભગીરથપુરામાં જ રહેતા તેના સાસરી પક્ષને જાણ કરવામાં આવી. આ પછી જ્યારે તેની સાસુ અને પરિવારના લોકો ભાડેથી રાખેલી તેઓની રૂમ પર પહોંચ્યા તો દરવાજો કોઈ દરવાજો ખોલી રહ્યું નહોતું. તેથી બાણગંગા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - PUBG ગેમે બનાવી દીધી જોડી! ગેમ રમતાં-રમતાં થઇ ગયો પ્રેમ, યુવતીએ ભાગીને કરી લીધા લગ્ન

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડ્યો તો અમિત યાદવનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો. નજીકમાં બંને બાળકો અને પત્ની બેડ પર બેભાન અવસ્થામાં પડ્યા હતા.જ્યારે તેની પલ્સ તપાસવામાં આવી ત્યારે તે મૃત જણાયો હતો. ડીસીપી ધર્મેન્દ્ર ભદૌરિયાના જણાવ્યા અનુસાર, અમિત ટાવર કંપનીમાં ટેક્નિકલ અને સેટઅપનું કામ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, 'અમિતના સાસરિયાઓ નજીકમાં જ રહે છે. રોજ તેમની સાથે જ તેઓ જમતા હતા. રૂમ પર માત્ર સુવા માટે જ જતા હતા. એક દિવસ પહેલા જ તેઓ ઉજ્જૈન મહાકાલ મંદિરના દર્શન કરવા અને શાહી સવારીમાં સામેલ થવા ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તે લોકોએ દરવાજો ખોલ્યો ન હતો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં દેવાનો ઉલ્લેખ છે.

સ્યુસાઇડ નોટમાં અમિત યાદવે ઘણી કંપનીઓ પાસેથી લોન લીધી હોવાનો ઉલ્લેખ કર્યો છે, જે તે ચૂકવી શકતો ન હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પડોશીઓ જણાવે છે કે અમિતનું વર્તન બધા સાથે ખુબ જ સારું જ હતું અને તેમનો આંતરિક પણ કોઈ વિવાદ હતો નહીં. ચાર લોકોની મૃત્યુના કારણે આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
First published:

Tags: Crime news, Madhya pradesh

विज्ञापन
विज्ञापन