આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચને સાઇકલ પર 1.32 લાખ KMની યાત્રા કરી હતી, અમિતાભને આદર્શ માનતા

News18 Gujarati
Updated: February 2, 2020, 12:00 PM IST
આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચને સાઇકલ પર 1.32 લાખ KMની યાત્રા કરી હતી, અમિતાભને આદર્શ માનતા
રંજીત બચ્ચન 1.32 લાખ કિલોમીટરની સાઇકલ યાત્રા કરી ચુક્યા છે.

બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનના દેખાવ અને હેર સ્ટાઇલનું અનુકરણ કરનારા રંજીત બચ્ચન કહેતા હતા કે તેઓ બિગ બીને પોતાનો આદર્શ માને છે.

  • Share this:
નવીન લાલ સૂરી, ગોરખપુર : આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની રવિવારે સવારે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. મૂળ રૂપે તે ગોરખપુર જિલ્લાના અહરોલી પંચગાંવા નિવાસી હતા. રંજીત બચ્ચનની મૉર્નિંગ વૉક વખતે હત્યા કરી નાખવામાં આવી હતી. સાઇકલિંગનો શોખ અને સદભાવના મિશનને પૂર્ણ કરવા માટે ચોથી ફેબ્રુઆરી, 2002થી રંજીત બચ્ચન અને કાલિન્દી નિર્મલ શર્માએ સાઇકલ યાત્રા શરૂ કરી હતી. બંને ભારત, ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, બર્માના સરહદી વિસ્તારો સુધી પહોંચ્યા હતા. તેમણે 1.32 લાખ કિલોમીટરની યાત્રા કરીને ભારતના 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની યાત્રા પૂરી કરી હતી. સાત વર્ષ દશ મહિના અને 13 દિવસ સુધી તેમણે સતત સાઇકલ યાત્રા કરી હતી. તેમની સાઇકલ યાત્રા 18મી ડિસેમ્બર, 2009ના રોજ એમપી ઇન્ટર કૉલેજ ખાતે પૂર્ણ થઈ હતી.

કોણ છે કાલિન્દી નિર્મલ શર્મા?

નોંધનીય છે કે સાઇકલ યાત્રા દરમિયાન રંજીત બચ્ચનના સાથી રહેલી કુશીનગરના નેબુઆ નેરંગિયાના બૈરવા પાટ્ટીના નિવાસી કાલિન્દી નિર્મલ શર્માનું નામ સાઇકલ અંગે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં નોંધાયેલું છે. કાલિન્દી પરિવાર સાથે સિટીના કૃષ્ણા નગર વિસ્તારમાં રહે છે. વર્ષ 2004માં રંજીત બચ્ચન ગોરખપુર પ્રેસ ક્લબમાં ફરતા જોવા મળતા હતા.

ફાઇલ તસવીર.


અમિતાભ બચ્ચનને પોતાનો આદર્શ માનતા હતા

બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનના દેખાવ અને હેર સ્ટાઇલનું અનુકરણ કરનારા રંજીત બચ્ચન કહેતા હતા કે તેઓ બિગ બીને પોતાનો આદર્શ માને છે. એ દિવસોમાં રંજીત બચ્ચન ગોરખપુરની આસપાસ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે બે લગ્ન કર્યા છે. પ્રથમ પત્ની સાથે કોઈ કારણે તેમના છૂટાછેડા થઈ ગયા હતા.તપાસ માટે ચાર ટીમ બનાવવામાં આવી

લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડેયએ આ હત્યાકાંડની તપાસ માટે ચાર ટીમ રચી છે. એક ટીમ તેમની પાર્ટી સાથે જોડાયેલી ગતિવિધિ અંગે તપાસ કરશે. બીજી ટીમ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસી રહી છે. આ ઉપરાંત બીજી બે ટીમ ઘર આવતા-જતાં લોકો અને પરિવાર સાથે સંપર્ક કરીને જાણકારી મેળવી રહી છે.
First published: February 2, 2020, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading