પ્રેમી સાથે મળી કરી ભાઈની હત્યા, પછી લાશના ટુકડા કર્યા, 8 વર્ષ બાદ થઈ ધરપકડ
એક સૂચનાના આધારે, પોલીસ ટીમે દંપતીને શોધી કાઢ્યું અને તેમની ધરપકડ કરી.
Brother Killed by Sister: ભાગ્યશ્રી અને તેનો ભાઈ નિંગારાજુ સિદ્ધપ્પા પૂજારી જીગનીની એક ફેક્ટરીમાં કામ કરતો હતો, અને વાડેરામનચનહલ્લીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જેમાં ભાગ્યશ્રીનું શંકરપ્પા સાથે અફેર હતું, જેઓ પહેલેથી જ પરિણીત હતા. જ્યારે નિંગારાજુએ તેનો વિરોધ કર્યો ત્યારે ભાગ્યશ્રી અને શંકરપ્પાએ એક પ્લાન મુજબ નિંગારાજૂની હત્યા કરી હતી.
બેંગ્લોર : કર્ણાટકમાં પોલીસ દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જેણે કથિત રીતે તેના પ્રેમી સાથે મળીને તેના ભાઈની નિર્દયતાથી હત્યા કરી હતી. જિગાની પોલીસે શુક્રવારે આઠ વર્ષ જૂના (Murder case) હત્યા કેસને ખોલવામાં આવ્યો હતો. જેમાં 31 વર્ષીય મહિલાની ધરપકડ કરાઈ હતી, જેણે તેના લિવ-ઇન પાર્ટનર સાથે રહી તેના નાના ભાઈની હત્યા કરી હતી. .
આત્મહત્યા કરી હતી, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ મૃતકને તેમના સંબંધો સામે વાંધો હતો, ત્યારબાદ બંનેએ તેની હત્યા કરી અને શરીરના અંગોને ફેંકી દીધા હતા. જોકે, ત્યારબાદ આરોપીઓએ ટૂંક સમયમાં જ ભાડાનું મકાન ખાલી કરી નાસિકમાં સ્થાયી જતા રહ્યાં હતા. અને બંન્ને જુદા જુદા શહેરોમાં ભાગતા રહ્યાં હતા.
આ કેસમાં પોલીસને ઓળખ ન મળતા તેમજ પુરાવાના અભાવે કેસ બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ તાજેતરમાં આરોપીઓની ગતિવિધિઓની જાણ થતાં તેને ફરીથી આ કેસને ખોલ્યો હતો. એક સૂચનાના આધારે, પોલીસ ટીમે દંપતીને શોધી કાઢી તેમની ધરપકડ કરી હતી. જોકે, ત્યારબાદ આરોપીઓની ઓળખ 31 વર્ષીય ભાગ્યશ્રી સિદ્ધપ્પા પૂજારી અને તેના મિત્રના પુત્ર શંકરપ્પા તલવાર તરીકે કરવામાં આવી હતી, જેમણે પાછળથી લગ્ન કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ભાગ્યશ્રી અને તેનો ભાઈ નિંગારાજુ સિદ્ધપ્પા પૂજારી જીગાનીની એક ફેક્ટરીમાં કામ કરતો હતો, અને વાડેરામનચનહલ્લીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ભાગ્યશ્રીનું શંકરપ્પા સાથે અફેર હતું, જેઓ પહેલેથી જ પરિણીત હતા. જે અંગે નિંગારાજુએ તેનો વિરોધ કરતા ભાગ્યશ્રી અને શંકરપ્પા એક યોજના ઘડી નિંગારાજુને મારી નાખે છે. જોકે, ત્યારબાદ જીગાની પોલીસને જીગાનીમાંથી માનવ શરીરના અંગોથી ભરેલી બેગ મળી આવતા આ હત્યાનો ખુલાસો થયો હતો. જેમાં પોલીસને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મળ્યું હતુ, જ્યાંથી તે આરોપીના ઘરે પહોંચી પાડોશીઓ પાસેથી મળતી માહિતીના આધાર મુજબ ફેક્ટરીમાં પહોંચીને તેમના સંપર્કની વિગતો મેળવી હતી. જેમાં મૃતકના સંબંધીઓએ સંપર્ક કરીને મૃતદેહની ઓળખ કરાવી હતી.
આરોપીને શોધી કાઢવામાં નિષ્ફળ જતાં પોલીસે કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, પરંતુ આરોપી પર નજર રાખી રહેલી પોલીસે જૂના કેસોની તપાસ કરતી વખતે, પોલીસને નાસિકની એક ફેક્ટરીમાં કામ કરતા આરોપી વિશે માહિતી મેળવી હતી. જોકે, ચાલાક આરોપીઓએ ત્યાં સુધીમાં નોકરી બદલી દીધી હતી. જેનાથી પોલીસે ફરી તપાસ શરૂ કરી તેની ધરપકડ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર