પહેલાથી બિમારી સામે લડી રહેલા બાળકોને કોરોનાથી મોટો ખતરો: એક્સપર્ટ
પ્રતિકાત્મક તસવીર
એક્સપર્ટે (Covid Experts) કહ્યું કે, જો બાળકો કોઈ પણ ગંભીર બિમારી સામે લડી રહ્યા છે તો કોરોના(Corona)નો ખતરો વધી જાય છે અને જો કે તેની સરખામણીએ સ્વસ્થ બાળકો પર કોરોનાનો ખતરો ઓછો થશે.
મુંબઈ: કોવિડ-19ની ત્રીજી લહેરમાં (Covid 19 Third Wave)માં બાળકો પર વાયરસની અસર સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જ્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, વાયરસની અસર બાળકો પર ખુબજ ઓછા પ્રમાણમાં થશે. જ્યારે મુંબઈના કોરોના એક્સપર્ટ્સ(Covid Experts)નું કહેવું છે કે, જે બાળકો ગંભીર બિમારીઓ સામે લડી રહ્યા છે તે બાળકોને કોરોના વાયરસની સૌથી (Corona Effect on Children) વધારે અને વહેલી અસર થઈ શકે છે. જ્યારે સ્વસ્થ બાળકોને વાયરસની અસર ઓછી જોવા મળી શકે છે.
કેટલાક રાજ્યોમાં શાળાઓ ખુલતા જોખમ વધી શકે છે: એક્સપર્ટ
દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલી દેવામાં આવી છે. પરંતું આ બધાની વચ્ચે સૌથી વધુ સંક્રમિત થતો ડેલ્ટા વેરિએન્ટની અસર બાળકોમાં વધારે જોવા મળી હોય તેવા અહેવાલો પણ આવ્યા છે. હાલમાંજ મુંબઈની એક શાળાના 22 લોકોને એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યાર બાદ શાળાને સીલ કરી દેવમાં આવી હતી. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
હેમંત દેશમુખ, DN, KEM હોસ્પિટલ કહે છે કે, આ સમસ્યા સામાજિક અંતરના નિયમોનું પાલન ન કરવાને કારણે થઈ છે. ભલે તે ડેલ્ટા વેરિઅન્ટ હોય કે, ડેલ્ટા પ્લસ, બંને વાયરસ ફેલાવવા માટે પૂરતા સક્ષમ છે. શાળાઓ અથવા અનાથાલયોમાં, સામાન્ય રીતે સૂવા અને ખાવાની વ્યવસ્થા એકસાથે કરવામાં આવે છે. બાળકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી. તેથી, તેમનામાં ચેપનું જોખમ વધારે છે.
બાળકોને વેક્સિન નથી મળી તેથી જોખમ વધારે
મહત્વનું છે કે, તાજેતરમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્સપર્ટ કમિટીએ પણ કહ્યું છે કે, બાળકો પુખ્ત વયના લોકો જેવા જ કોરોના ચેપનું જોખમ ધરાવે છે. સમિતિના અહેવાલમાં દેશમાં બાળકોની સારવાર માટે સુવિધાઓ અને સાધનોના અભાવ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
ડો. દેશમુખે કહ્યું કે, બાળકોમાં કોરોના સંક્રમણની સકારાત્મકતાનો દર 5 ટકા રહ્યો છે પરંતુ તેમાંથી મોટાભાગના એસિમ્પટમેટિક રહ્યા છે. જે બાળકો પહેલાથી જ ગંભીર બીમારી ધરાવે છે તેઓને વધુ જોખમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર