રાજસ્થાનના કોટા શહેરમાંથી એક પરેશાન કરતા સમાચાર મળી રહ્યા છે. અહીં 12 વર્ષના બાળકે કથિત રીતે ઓનલાઈન ગેમ રમતા સમયે ફાંસી લગાવી દીધી. બતાવવામાં આવી રહ્યું છે કે, સોમવાર રાત્રે કુશલ પોતાતા રૂમમાં એકલો બેઠો હતો, આ દરમ્યાન ગેમ રમતા તેમે પહેલા તેના હાથમાં બંગડીઓ પહેરી, પછી તેણે ગળામાં મંગલસૂત્ર પહેર્યું. ત્યારબાદ બાથરૂમમાં જઈ તેણે ફાંસીનો ફંદો બનાવી જીવન ટુંકાવી દીધુ.
કોટામાં આ રીતનો પહેલો મામલો બતાવવામાં આવી રહ્યું છે કે, કોટામાં ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં જીવ ગુમાવવાનો આ પહેલો મામલો છે. પરિવારજનોે જણાવ્યું કે, 12 વર્ષનો કુશાલ મોબાઈલ પર બ્લૂ વ્હેલ જેવી કોઈ ઓનલાઈન ગેમ લાંબા સમયથી રમી રહ્યો હતો. હાલમાં તેણે સ્કૂલમાં રજાઓ ચાલી રહી હતી, જેથી તે લાંબો સમય ગેમ રમ્યા કરતો હતો. સોમવાર રાત્રે જમ્યા બાદ કુશ લ પોતાના રૂમમાં ગયો હતો. સવારે તેના પરિવારજનોએ તેના રૂમમાં પહોંચ્યા તો, તે રૂમમાં ન હતો. રૂમમાં જઈ જોયું તો બાથરૂમનો દરવાજો અંદરથી બંધ છે. ઘણી બુમો પાડી પરંતુ બાથરૂમનો દરવાજો ન ખોલતા પરિવારજનોએ ઘણો પ્રયત્ન કરી આખરે દરવાજો ખોલ્યો. અંદર કુશાલ ફંદા સાથે લટકી રહ્યો હતો, અને તેના હાથમાં બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. આ દ્રશ્ય જોઈ, તેના પરિવારના આશ્ચર્યમાં પડી ગયા. તે તેને લઈ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.
કઈ ગેમ રમી રહ્યો હતો કુશાલ પોલીસ અનુસાર, મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી એ નથી ખબર પડી કે, કુશાલ કઈં ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો. પોલીસ અનુસાર, મોતનું કારણ સ્પષ્ટ નથી. તપાસ બાદ જ ખબર પડશે કે, કોઈ ગેમના કારણે કુશાલે આ પગલુ બર્યું છે કે નહીં.
બીજી તરફ કુશલના પરિવારજનોનું કહેવું છે કે, તેણે ક્યારે પણ પહેલા બંગડીઓ કે મંગળસૂત્ર નથી પહેર્યું, આવું તેમો કોઈ ગેમને લઈ કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર