અખિલેશનો મેનિફેસ્ટોઃ સરકાર બની તો અમીર 'સવર્ણો' પર લગાવીશું ટેક્સ

News18 Gujarati
Updated: April 5, 2019, 4:46 PM IST
અખિલેશનો મેનિફેસ્ટોઃ સરકાર બની તો અમીર 'સવર્ણો' પર લગાવીશું ટેક્સ

  • Share this:
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શુક્રવારે લોકસભા ચૂંટણી માટે પાર્ટીનું વિઝ ડોક્યુમેન્ટ એટલે કે મેનિફેસ્ટો રજૂ કર્યો. જેમાં તેઓએ સામાજિક ન્યાયથી મહાપરિવર્તનની વાત કરી. મેનિફેસ્ટોમાં અખિલેશે કહ્યું કે દેશમાં અમીર વધુ અમીર થઇ ગયા છે. આજે દેશમાં 10 ટકા સમૃદ્ધ (જેમાંથી મોટાભાગના સવર્ણ છે)ની પાસે દેશની 60 ટકા સંપત્તિ છે.

અખિલેશ યાદવે કહ્યું કે આજે દેશની અડધી આબાદી પાસે દેશની કુલ આવકના આઠ ટકા ધન છે. ગરીબ પ્રતિદિન ગરીબ થઇ રહ્યો છે. જો તેમની સરકાર બનશે તો દેશના એ 0.1 ટકા અમીરો પર 2 ટકા વધુ ટેક્સ લગાવશે જેમની સંપત્તિ અઢી કરોડથી વધુ છે. આ વધુ ટેક્સથી સામાજિક ન્યાયમાં વૃદ્ધી થશે.

અહીં ક્લિક કરી વાંચોઃ પ્રથમ તબક્કાનાં મતદાનમાં 17 % ઉમેદવારો ગૂનેગારો: એક ઉમેદવાર પાસે રૂ 895 કરોડ

રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદ પર કહી આ વાત

અખિલેશ પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં ભાજપ પર ભારતીય સેનાના રાજનીતિક હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે ભાજપનું છદ્મ રાષ્ટ્રવાદ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઇપણ બહારની તાકાતથી વધુ ખતરનાક છે. અખિલેશે સરકાર બનવા પર આહીર બખ્તરબંદ રેઝિમેન્ટ અને ગુજરાત ઇફેન્ટ્રીની સ્થાપનાની વાત પણ કરી છે. સાથે જ કહ્યું કે સેન્યકર્મીઓની પત્નીઓ અને તેમના પરિવારજનો માટે રાજ્ય આધારિત લોક કલ્યાણ યોજનાની શરૂઆત કરશે.
First published: April 5, 2019, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading