Home /News /national-international /ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદના નામ પર, વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ

ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદના નામ પર, વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ

વડાપ્રધાન મોદીએ ખેલ રત્ન એવોર્ડને લઈ મોટી જાહેરાત કરી છે. (તસવીર- Twitter/@narendramodi)

Major Dhyan Chand Khel Ratna Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એલાન કર્યું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવામાં આવ્યું

નવી દિલ્હી. ભારતમાં આપવામાં આપતા ખેલ રત્ન એવોર્ડ (Khel Ratan Award)નું નામ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ (Major Dhyan Chand)ના નામ પર રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે તેની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, નાગરિકો લાંબા સમયથી આ ફેરફારની માંગ કરી રહ્યા હતા. નવી જાહેરાત બાદ હવે પુરસ્કારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ (Major Dhyan Chand Khel Ratna Award) કહેવામાં આવશે. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલા જ ભારતીય પુરૂષ હોકી ટીમ (Indian Men’s Hockey Team)એ ટોક્યોમાં રમાઈ રહેલા ઓલમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં જર્મનીને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

PM મોદીએ ટ્વીટ કર્યું કે, દેશને ગર્વિત કરનારી ક્ષણોની વચ્ચે અનેક દેશવાસીઓનો આવો આગ્રહ પણ સામે આવ્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને જોતાં, તેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે. જય હિન્દ.

આ પણ વાંચો, 1928માં જ્યારે અનેક સંઘર્ષ બાદ ઓલિમ્પિકમાં પહોંચી હતી ભારતીય ટીમ, આ રીતે રચ્યો હતો ઇતિહાસ

એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે, ઓલમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રયાસોથી આપણે સૌ અભિભૂત છીએ. વિશેષ રીતે હોકીમાં આપણા દીકરા-દીકરીઓએ જે ઈચ્છાશક્તિ દર્શાવી છે, જીત પ્રત્ય જે પ્રયાસો દર્શાવ્યા છે, તે વર્તમાન અને આવનારી પેઢીઓ માટે બહુ મોટી પ્રેરણા છે.

આ પણ વાંચો, Tokyo Olympics: 9 મહિલા હોકી ખેલાડીઓને હરિયાણા સરકાર આપશે 50-50 લાખ રૂપિયા

દિવંગત મેજર ધ્યાનચંદના દીકરા અને પૂર્વ હોકી પ્લેયર અશોક ધ્યાનચંદે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં ટોક્યો ઓલમ્પિકમાં ભારતના પ્રદર્શનને લઈને કહ્યું કે, હોકી ક્યાંક દબાઈને રાખી હતી, તે હોકીને આજે બહાર કાઢી છે અને તે ભારતના સમગ્ર નક્શા પર આવી ગઈ છે. આ દરમિયાન તેમણે સરકાર તરફથી ખેલાડીઓને મળનારા પ્રોત્સાહનના વખાણ કર્યા છે. મહિલા હોકી ટીમના પ્રદર્શન પર તેમણે કહ્યું કે, મહિલાઓએ દિલ જીતી લીધું છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવા અંગે તેમણે સરકારનો આભાર માન્યો છે.

આવી રહી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની સફર

29 ઓગસ્ટ, 1905ના રોજ અલ્હાબાદમાં જન્મેલા ધ્યાનચંદને ભારતીય હોકીના સૌથી મહાન ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં તેઓ સેનામાં ભરતી થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ 1922 બાદથી આર્મી ટૂર્નામેન્ટમાં રમવાનું શરૂ કર્યું. ફીલ્ડ પર તેમના કૌશલને જોઈ ધ્યાનચંદને ભારતીય સેનાની ટીમમાં સામેલ કરાયા. 1926માં ટીમની સાથે ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયા હતા.
" isDesktop="true" id="1121694" >

કહેવામાં આવે છે કે ટૂર્નામેન્ટમાં તેમની ટીમે 21માંથી 18માં જીત નોંધાવી હતી અને ધ્યાનચંદના પ્રદર્શન માટે ખૂબ વખાણ થયા હતા. ભારત પરત ફરતા તેમને લાન્સ નાયક બનાવવામાં આવ્યા હતા. તેઓએ વર્ષ 1940 સુધી હોકી રમવાનું ચાલુ રાખ્યુ અને 1956માં સેનામાં મેજર તરીકે નિવૃત્ત થયા. સેવાનિવૃત્ત થયા બાદ કોચ બની ગયા હતા. હોકીના આ જાદુગરે 3 ડિસેમ્બર, 1979ના રોજ દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
First published:

Tags: Dhyan Chand khel ratna award, Khel ratna award, Major Dhyan Chand Khel Ratna Award, Rajiv gandhi, Rajiv Gandhi khel ratna award, Sports Award, નરેન્દ્ર મોદી