ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

ત્રણેય યુવકોની તસવીર

યુવકોની ઉંમર 22થી 23 વર્ષ વચ્ચે હતી. આ ત્રણેય યુવકો બાળપણના મિત્રો હતા અને એક જ જગ્યાએ કામ કરતા હતા. ત્રણેયના મોતનું કારણ હજી જાણી શકાયું નથી.

 • Share this:
  કરનાલઃ ક્યારેક આપણે એવા સમાચાર સાંભળીએ છીએ એનાથી આપણે આખો ભાવુક રહેતા હોય છીએ. આવી જ એક ઘટના હરિયાણાના (Haryana) કરનાલ જિલ્લામાં સામે આવી છે. ઘટનાના પગલે આખા ગામમાં માતમ છવાયો છે. અહીં વેલેન્ટાઈન ડેના (valentine day) પર જ એક સાથે ગામના ત્રણ યુવકો અને બાળપણના મિત્રોનું મોત (childhood friedn died) થયું હતું. ત્રણે યુવકોની ઉંમર 22થી 23 વર્ષ વચ્ચે હતી. જ્યારે બે યુવકો સંબંધમાં ભાઈ હોવાનું માનવામાં આવે છે.

  ત્રણે હતા બાળપણના મિત્રો સાથે જ મળ્યું મોત
  મળતી માહિતી પ્રમાણે આ ઘટના પાણીપત શહેરની છે. રવિવારે સવારે એક પિઝાની દુકાનમાં ત્રણેય દોસ્તો બંટી, અક્ષય અને રવિન્દ્રની લાશ પડેલી મળી હતી. હજી સુધી એ જાણવા મળ્યું નથી કે આ ત્રણેય મિત્રો સાથે શું ઘટના ઘટી જેનાથી તેમનું મોત નીપજ્યું હતું.

  ત્રણે યુવકોના માથા ઉપર હતા ઇજાના નિશાન
  ત્રણે યુવકોના માથા ઉપર ઇજાના નિશાન મળ્યા હતા. ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. આ ઘટનાને કોને અંજામ આપ્યો છે એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

  આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

  આ પણ વાંચોઃ-માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

  માતા-પિતા આખી રાત દીકરાઓને શોધતા રહ્યા
  જ્યારે આ ઘટનાની જાણ ખેડા ગામમાં થઈ તો કામમાં હડકંપ મચી ગયો હતો. અને આખા ગામમા માતમ છવાયો હતો. પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જ્યારે યુવકો રાત્રે ઘરે આવ્યા નહીં તો આખી રાત તેમની શોધખોળ કરી હતી. પરંતુ તેમનો પત્તો લાગ્યો નહીં.  પિઝા શોપ ઉપર કામ કરી રાત્રે નીકળી ગયા
  પરિવારજનોએ આખી રાત શોધખળો કરી હતી. આ દરમિયાન જ્યાં કામ કરતા હતા ત્યાં પિઝા શોપ ઉપર જઈને તપાસ કરી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે ત્રણે યુવકો કામ પતાવીને રાત્રે જ નીકળી ગયા હતા. (તસવીરઃ હિન્દી એશિયાનેટ ન્યૂઝ)
  Published by:ankit patel
  First published: