Home /News /national-international /

Khatu Shyam Temple Stampede : સીકરના પ્રસિદ્ધ ખાટૂશ્યામજીના મેળામાં ભાગદોડ, 3 મહિલાના મોત

Khatu Shyam Temple Stampede : સીકરના પ્રસિદ્ધ ખાટૂશ્યામજીના મેળામાં ભાગદોડ, 3 મહિલાના મોત

ખાટૂશ્યામજીમાં મંદિરમાં (khatu shyam temple stampede)ભાગદોડન મચી છે (પ્રતિકાત્મક તસવીર)

Khatu Shyam Temple Stampede : સવારે મંદિરનો પ્રવેશ દ્વાર ખોલતા જ ભીડનું દબાણ વધવાથી ભાગદોડ મચી ગઇ

    સીકર :  રાજસ્થાનના સીકરથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ ખાટૂશ્યામજીના માસિક મેળામાં (khatu shyam stampede)સોમવારે સવારે (khatu shyam temple stampede)ભાગદોડ મચી છે. જેમાં 3 મહિલા ભક્તોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી દઇ છે અને રાહત કાર્ય શરુ કરી દીધું છે. હાલ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    સવારે 5 કલાકે મંદિરનો પ્રવેશ દ્વાર ખોલતા જ ભીડનું દબાણ વધવાથી ભાગદોડ મચી ગઇ હતી. જેમાં 3 મહિલાના મોત થયા છે.

    માસિક મેળા દરમિયાન બની ઘટના


    આ દુર્ઘટના માસિક મેળામાં સામેલ થવા માટે ઉમટી પહેલી ભીડના કારણે બની હતી. મંદિરમાં પોલીસ તૈનાત રહે છે. મેળા દરમિયાન પોલીસની સંખ્યા વધારવામાં પણ આવે છે. જોકે સોમવારે ભારે ભીડના કારણે વ્યવસ્થા સચવાઇ ન હતી. પોલીસ શ્રદ્ધાળુઓની ભીડને સંભાળે તે પહેલા ભાગદોડ શરુ થઇ ગઇ હતી. પોલીસકર્મી પણ ગભરાઇ ગયા હતા. ભાગદોડના કારણે શ્રદ્ધાળુ એકબીજા પર ચડીને ભાગવા લાગ્યા હતા.

    આ પણ વાંચો - શું ભારતના આ પાડોશી દેશમાં પણ શ્રીલંકા જેવું સંકટ છે? પેટ્રોલના ભાવમાં 51.7 ટકાનો વધારો




    બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર


    દુર્ઘટનામાં ત્રણ મહિલાના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત પણ છે. પોલીસ અને મંદિર પ્રબંધન કમિટીના પદાધિકારીઓ અને સ્વંયસેવકોએ ઈજાગ્રસ્તોને સ્થાનીય હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર હોવાથી જયપુર રેફર કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે ખાટૂશ્યામમાં દર મહિને યોજતા માસિક મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં રહે છે. જોકે મંદિરનું ક્ષેત્રફળ ઓછું હોવાના કારણે આવી ઘટના બનતી રહે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rajasthan news, રાજસ્થાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन