પોલીસ ટીમ પર મોટો નક્સલી હુમલો, બે ASI સહિત 5 પોલીસકર્મી શહીદ

News18 Gujarati
Updated: June 14, 2019, 8:57 PM IST
પોલીસ ટીમ પર મોટો નક્સલી હુમલો, બે ASI સહિત 5 પોલીસકર્મી શહીદ
કુકડ સાપ્તાહિક બજારમાં પેટ્રોલિંગ કરી પોલીસ ટીમ પરત ફરી રહી હતી. આ દરમિયાન ઘાત લગાવી બેઠેલા નક્સલીઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર હુમલો

કુકડ સાપ્તાહિક બજારમાં પેટ્રોલિંગ કરી પોલીસ ટીમ પરત ફરી રહી હતી. આ દરમિયાન ઘાત લગાવી બેઠેલા નક્સલીઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર હુમલો

  • Share this:
ઝારખંડના સરાયકેલના તિરુલડીહ થાના વિસ્તારમાં કુકડ સપ્તાહિક બજારમાંથી પરત ફરી રહેલી પોલીસ ટીમ પર નક્સલીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. શહીદ પોલીસકર્મીમાં બે એએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સામેલ છે. ઘટના બાદ નક્સલી પોલીસના હથિયારો લઇને ફરાર થઇ ગયા.

જાણકારી પ્રમાણે કુકડ સાપ્તાહિક બજારમાં પેટ્રોલિંગ કરી પોલીસ ટીમ પરત ફરી રહી હતી. આ દરમિયાન ઘાત લગાવી બેઠેલા નક્સલીઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર હુમલો કર્યો. પાંચ પોલીસકર્મીને ગોળી લાગી અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસની જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલીઓને પણ ગોળી લાગવાની સૂચના છે.

અહીં ક્લિક કરી વાંચોઃ કોઈએ હેલમેટ પહેરીને તો કોઈએ માથે પટ્ટી બાંધી કરી સારવાર

જમશેદપુરના સિટી એસપી પ્રભાત કુમાર પાસે જ સરાયકેલનો પણ ચાર્જ છે. તેઓએ નક્સલી હુમાલમાં જવાનોને શહીદ થવાની પુષ્ટી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઘટનાસ્થળે રવાના થઇ ગયા છે. મૃતક જવાનોમાંથી એકની ઓળખ રાંચીના સોનાહાતુ થાના વિસ્તારના ડિબાડીહ સાલસુદ નિવાસી ઘનેશ્વર મહતો તરીકે કરવામાં આવી છે.

સરાયકેલામાં નક્સલીઓએ 28 મેએ પણ સુરક્ષાદળોને નિશાન બનાવ્યા હતા. નક્સલીયોએ સરાયકેલાના કુચાઇ વિસ્તારમાં સવારે અંદાજે 5 વાગ્યે સુરક્ષાદળને નિશાન બનાવી આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 26 જવાન ઘાયલ થયા હતા. પોલીસના ઉચ્ચાધિકારીઓએ જણાવ્યું કે કોબરા, જગુઆર અને જિલ્લા પોલીસની ટીમ સંયુક્ત પેટ્રોલિંગ પર હતી.
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading