ખાન સર કે અમિત સિંહ? 'Islamophobia'ના આરોપમાં ઘેરાયેલ બિહારના ગુમનામ ઓનલાઈન ટીચર છે કોણ?

ખાન સર કે અમિત સિંહ? 'Islamophobia'ના આરોપમાં ઘેરાયેલ બિહારના ગુમનામ ઓનલાઈન ટીચર છે કોણ?
ફાઇલ તસવીર

રોષના માહોલ વચ્ચે કેટલાક લોકોનો દાવો છે કે, ખાનસર મુસ્લિમ નથી, અમિત સિંહ નામના હિન્દૂ છે.

  • Share this:
ખાન સર કોણ છે? સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા હોય તે લોકોએ ખાન સરનું નામ વાંચ્યું કે સાંભળ્યું જ હશે. જોકે, અત્યારે મુસ્લિમો સામે સાંપ્રદાયિક કોમેન્ટના કારણે આ નામ ખૂબ ઊછળી રહ્યું છે. આ વ્યક્તિનું સાચું નામ ખાન સર ન હોવાનો દાવો સોશિયલ મીડિયામાં કરાઈ રહ્યો છે. તેમના સામે કેટલાક આક્ષેપ થઈ રહ્યા છે. એક વિડીયોમાં તેઓ લેક્ચર આપવા સમયે મુસ્લિમ કે ઇસ્લામ અંગે વાત કરતી વખતે અભદ્ર શબ્દો અને ઇસ્લામોફોબીક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યારે આ વ્યક્તિની ધરપકડની માંગ સાથે ઘણા હેશટેગ પણ ફરી રહ્યા છે. ઘણા લોકોએ તેના ધર્મ પર સવાલ ઉઠાવ્યો છે. લોકોનું કહેવું છે કે, ખાન જેવું મુસ્લિમ નામ હોવા છતાં આ વ્યક્તિ મુસલમાન નથી પરંતુ હિન્દૂ છે. તેનું નામ અમિત સિંહ હોવાનો આરોપ છે. ખાન સરનું સાચું નામ અને સ્થળ અજ્ઞાત છે, ત્યારે અહીં તેમની વિશે કેટલીક માહિતી આપી છે.

કોણ છે ખાન સર?



ખાન સર નામે ઓળખાતો આ વ્યક્તિ ખાન જીએસ રિસર્ચ સેન્ટર નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં તે વિદ્યાર્થીઓને જનરલ નોલેજના પાઠ ભણાવે છે. ચેનલ પર ઊડતી નજર નાખતા રેમડેસિવર જેવી કોવિડ-19 દવા, ઇઝરાયલ પેલેસ્ટાઈન સંઘર્ષ, 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ, કૃષિ સુધારા 2020 સહિતના વિષયોના વિડીયો જોવા મળે છે. આમ તો સોશિયલ મીડિયામાં તે વધુ જાણીતા નથી, છતાં તેમની યુટ્યુબ ચેનલમાં 9.4 મિલિયન સબસ્ક્રાઇબર છે. તેમના વિડીયોને લાખો વ્યુઝ મળે છે. તેમની સમજાવવાની રીત, બોલી કથાત્મક છે. ગૂગલ પર સર્ચ કરવાથી ખાન જીએસ રિસર્ચ સેન્ટર બિહારના પટનામાં આવેલું હોવાનું જાણવા મળ્યું છે.

COVID-19 in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના 1.86 લાખ કેસ, 3660 દર્દીઓનાં મોત

ખાન સરનું વાયરલ થવાનું કારણ શું?

છેલ્લા કેટલાક દિવસોથી ખાન સરનો એક એજ્યુકેશનલ વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયોના કારણે વિવાદ થયો છે. આ ક્લિપમાં ખાન સર પોતાની વાત સમજાવતી વખતે મુસ્લિમો સામે આપત્તીજનક કોમેન્ટ કરતા જોવા મળે છે. ઘણા લોકોએ આ વીડિયો શેર કર્યા છે. મુસલમાનોને આતંકવાદ, નિરક્ષરતા અને વધુ વસ્તી સાથે જોડનારી ઇસ્લામોફોબીક કોમેન્ટ બદલ રોષ ફાટ્યો છે. જેને લઈને ArrestKhanSir જેવા હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે.

હવે ગુજરાતીમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે, અનેક વિદ્યાર્થીઓનાં થશે સપના પૂરાં

ખાન સર કે અમિત સિંહ?

રોષના માહોલ વચ્ચે કેટલાક લોકોનો દાવો છે કે, ખાનસર મુસ્લિમ નથી, અમિત સિંહ નામના હિન્દૂ છે. ઘણા સોશિયલ મીડિયા હેન્ડલે તે વ્યક્તિ હિન્દૂ તહેવારોમાં ભાગ લેતો હોવાની અને બેંકમાં પોતાનું નામ અમિત સિંહ હોવાનું કબુલતો હોવાના વિડીયો શેર કર્યા છે. જોકે, એક ફોલોઅપ વિડીયોમાં ખાન સર પોતે અમિત સિંહ ન હોવાનું કહી રહ્યા છે. આ નવા વડીયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે, તેમનું નામ અમિત સિંહ નથી.



તેનું નામ સાચે જ ખાન છે અને ખાન સર નામે તેમના પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેમનું કહેવું છે કે, ઘણા લેખકોને તેમના ફર્સ્ટ નેમથી ક્યારેય ઓળખવામાં નહોતા આવ્યા. તેમણે દાવો કર્યો છે કે, પાનકાર્ડ સહિતના દસ્તાવેજ પર પણ તેમનું નામ છે. તેમણે પોતાની ઓળખનો અન્ય પુરાવા તો નથી આપ્યા. પરંતુ ઇસ્લામોફોબિયાના આક્ષેપ અંગે તેણે કહ્યું કે, તે બધા મુસ્લિમો નહીં પણ પાકિસ્તાન અંગે વાત કરતા હતા. આ વિડીયોને 10 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
Published by:News18 Gujarati
First published:May 28, 2021, 12:01 IST

ટૉપ ન્યૂઝ