ખાલીસ્તાની સમર્થકો દિલ્હીને 'જલિયાવાલા બાગ 2.0'માં બદલવા માંગતા હતા પણ પોલીસ જાળમાં ન ફસાઈ

ખાલીસ્તાની સમર્થકો દિલ્હીને 'જલિયાવાલા બાગ 2.0'માં બદલવા માંગતા હતા પણ પોલીસ જાળમાં ન ફસાઈ
દિલ્હીમાં થયેલા રમખાણનો તસવીરી પુરાવો

Opinion : ગઈકાલે દિલ્હીમાં થયેલી દુ:ખદ હિંસા સુરક્ષા દળો માટે એક મોટી શીખ સાબિત થઈ. જોકે, ઉપદ્રવીઓની ચાલમાં ન ફસાવું પોલીસની કૂનહેતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

 • Share this:
  વિક્રમ સિંઘ : ગઈકાલે પ્રજાસત્તાક (Republic Day) દિને દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) થયેલી ઉપદ્રવની (Tractor Rally violence) ઘટના દુ:ખદ હતી. જોકે, આ ઘટનાક્રમ દેશના સુરક્ષા દળો માટે એક મોટી શીખ બનીને ઊભરી આવ્યો છે. કોઈ પણ પ્રકારની ભીડ જ્યારે એકઠી થાય ત્યારે તેની હિંસક બની જવાની સંભવાનાઓ વધી જતી હોય છે. કારણ કે ટોળાનો કોઈ ચહેરો નથી હોતો. ન તો ટોળા પર કોઈનો કોબૂ હોય છે.

  જોકે, આ કિસ્સામાં તો કેટલાદ બેજાવદાર રાજકારણીઓને ગેરવ્યાજબી નિવેદનો કરી અને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ હતું. મંગળવારે જે હિંસા થઈ તેના મૂળમાં કેટલાક અનિચ્છીત અસામાજિક પ્રકારના તત્વોનો હાથ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અગાઉ આપણે આંદોલન સ્થળે ઉમર ખાલીદ અને અન્ય એવા વિવાદિત વ્યક્તિઓના પોસ્ટર્સ સાથે આંદોલન કરવા આવેલા લોકોને જોયા છે પરંતુ તે મોટા પડદા પર સામે આવ્યા નથી.  ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ 107, 116(3) અંતર્ગત આગવી સાવચેતીના ભાગરૂપે એક પણ ધરપકડ કેમ ન કરવામાં આવે તે પણ આશ્ચર્યનો વિષય છે.

  આ પણ વાંચો : Tractor Rally Violence: દિલ્હીમાં ક્યારે, કેવી રીતે અને ક્યાં-ક્યાં ભડકી હિંસા- 10 પોઇન્ટમાં જાણો બધું જ

  હિંસા ભડકશે એવો અણસાર તો હતો જ, ખાસ કરીને જ્યારે તમે આંદોલકારીઓને દિલ્હીમાં આવવાની પરવાનગી આપી ત્યારે આ ઇચ્છીત જ હતું. દિલ્હી પોલીસ દ્વારા પ્રવેશ માટેની 37 મુદ્દાની સૂચના આગલા દિવસે જ જાહેર કરવામાં આવી હતી. જોકે, આટલી ટૂંકી મુદતમાં તેને લાગુ કરવી પણ શક્ય નહોતી.

  જો આ રેલીઓને પોલીસ અને સ્વયંસેવકો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી હોત તો ખેડૂતોએ તેમનો માર્ગ ગુમાવ્યો ન હોત (જેમ કે કેટલાક સંઘોએ દાવો કર્યો છે). લાલ કિલ્લાને છાવણીમાં ફેરવી નાખવાની જરૂર હતી પરંતુ ઘટના બાદ વેકઅપ કૉલ પણ મોડો આવ્યો હતો.

  જોકે, હું વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે ઘાતક હથિયારોનો ઉપયોગ નહીં કરવા બદલ અને ઉદાહરણરૂપ સંયમ બતાવવા બદલ દિલ્હી પોલીસની પ્રશંસા કરવા માંગુ છું.

  આ પણ વાંચો :  ખેડૂતોની એ 9 ભૂલો જેના કારણે સુરક્ષાદળો સાથે થયું હિંસક ઘર્ષણ, દિલ્હીવાસીઓ મૂકાયા ચિંતામાં

  આ ઘટનાઓ એ ચર્ચાનો પીટારો ખોલી જ નાખ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ ખાલિસ્તાન અને પાકિસ્તાનનો ગેમ પ્લાન હોય અને જો મોટા પાયે પોલીસ ફોર્સ દ્વારા એક્શન લેવામાં આવ્યા હોય તો વર્ષો સુધી તેના ઘસરકા ન ભૂંસી શકાયા હોત. પાકિસ્તાની અને ખાલિસ્તાની સમર્થકો 26મી જાન્યુઆરીને હિંસક અને જલિયાવાલા બાગ બનાવવા માંગતા હતા. જ્યારે પોલીસ કમિશનરને જનરલ ડાયર તરીકે ચિતરવા માંગતા હતા.આ જાળમાં ન ફસાવ બદલ દિલ્હી પોલીસને અભિનંદન, પોલીસે ખૂબ સંયમપૂર્વક કામ લીધી અને ફાયરિંગનો ક્યાંય બનાવ ન બન્યો.

  હું દિલ્હી પોલીસના મહિલા જવાનોને પણ અભિનંદન આપીશ કે તેમણે સહેજ પણ ડર્યા વગર પોતાના કદમોને સહેજ પણ પાછા પાડ્યા વગર ઘાતક હથિયારો સાથે ધસી આવેલા ઉપદ્રવીઓનો સામનો કર્યો.

  આ પણ વાંચો :  સુરત : ઓલપાડના દરિયાકાંઠે હોમગાર્ડની દારૂ પાર્ટીનો Video Viral, નશાબંધીના કાયદા પર તમાચો

  મારું માનવું છે કે દિલ્હીમાં શરૂ થયેલી હિંસાના મામલામાં 22 કેસ નોંધાયા છે, અને તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ચાવીરૂપ માન્યતા ધરાવતા સોફ્ટવેર, મોટા ડેટા એનાલિટિક્સ અને સોફ્ટવેર સંચાલિત સીસીટીવી ફૂટેજ દ્વારા ઉપદ્રવીઓને ઓળખી કાઢવાનું કામ થવું જોઈએ. તેમના પર ભારે પુરસ્કારોની ઘોષણા થવી જ જોઇએ અને ભારતની મોસ્ટ-વોન્ટેડની જેમ આ લોકોની પાછળ જવા સમર્પિત ટીમો બનાવવામાં આવી છે તેમ કામ થવું જોઈએ. તેમને એક પાઠ ભણાવવો જોઈએ: પ્રજાસત્તાક દિવસ અને ત્રિરંગાની પવિત્રતા સાથે કોઈ સમાધન શક્ય નહીં બને.

  લાખા સિધના અને દીપ સિદ્ધુએ આગ લગાવેલ ભાષણો આપ્યા, જે રેકોર્ડ પર છે તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એક્ટ MACOCA હેઠળની જોગવાઈઓ કેસમાં કરવી જોઈએ. તેમની તમામ જંગમ અને સ્થાવર મિલકત જપ્ત કરવા માટે વિનંતી કરવી આવશ્યક છે.કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાણ ગુનેગારોને મદદ કરતું નથી.

  અસ્વીકરણ: લેખક ભૂતપૂર્વ ડીજીપી, યુપી પોલીસ અને  નોઈડા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના કુલપતિ છે, વિચારો તેમના વ્યક્તિગત છે
  Published by:Jay Mishra
  First published:January 27, 2021, 16:18 pm

  ટૉપ ન્યૂઝ